AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ક્રિસમસ પાર્ટીમાં બેદરકારી, તંત્રના આંખ આડા કાન: હજારો લોકોએ એકઠા થઈ કોરોનાને આપ્યું આમંત્રણ!

સુરતમાં ક્રિસમસ પાર્ટીમાં બેદરકારી, તંત્રના આંખ આડા કાન: હજારો લોકોએ એકઠા થઈ કોરોનાને આપ્યું આમંત્રણ!

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 26, 2021 | 9:05 AM
Share

સુરતમાં કોવિડ 19 ના નિયમોનો ભંગ કરીને નાતાલની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. તો આ ભીડ જોતા લાગી રહ્યું છે કે તંત્ર હજુ પણ ઊંઘમાં છે.

Surat: વધતા કોરોનાના (Corona) સંક્રમણ વચ્ચે સુરતમાં ક્રિસમસની ઉજવણીમાં (Christmas party) કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપતા દ્રશ્યો જોવા મળ્યા છે. ક્રિસમસની ઉજવણીમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. વાયરલ થયેલો વીડિયો (Viral Video) ડુમ્મસ રોડ પરના પાર્ટી પ્લોટનો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે સુરતના ડુમસ રોડ પાર્ટી પ્લોટનો વીડિયો વાયરલ થતા તંત્રની બેદરકારી સામે આવી છે.

ગઈકાલે ક્રિસમસની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી. આ ઉજવણીને લઈને સરકાર દ્વારા કેટલીક સૂચના પણ આપવામાં આવી હતી. આ સાથે કોરોના ગાઈડલાઈન પણ અમલમાં છે. બીજી તરફ ઓમિક્રોનની ચિંતા વધી રહ્યી છે. ત્યારે સુરતમાં એક સાથે હજ્જારો લોકોએ એકઠા થઈને તંત્રની મજાક ઉડાવી હતી. ક્રિસમસ નિમિત્તે ડી જે પાર્ટીનું આયોજન કરાયું હતું.

તો કોરોના ને આમંત્રણ આપતા વીડિયો સામે આવતા સુરત પાલિકા અને સુરત પોલીસની ગંભીર પોલ ખુલી છે. જણાવી દઈએ કે છેલ્લા બે ત્રણ દિવસથી શહેર સહિત રાજ્યમાં કોરોનાના કેસોમાં ફરી વધારો થઈ રહ્યો છે. તે જોતા ઘણા લોકોએ ઓમિક્રોનના ભયના કારણે સોશિયલ ગેધરિંગ અને પાર્ટીના આયોજનો રદ્દ કર્યા હતા.

 

આ પણ વાંચો: પાટીલમય કુલપતિ! જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિએ પહેર્યો CR પાટીલના ફોટાવાળો ખેસ, કોગ્રેસે કર્યો આ કટાક્ષ

આ પણ વાંચો: આજે CM ભૂપેન્દ્ર પટેલ સુરતની મુલાકાતે: શહેર અને જિલ્લામાં 217.25 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત

g clip-path="url(#clip0_868_265)">