Surat: વિવિધ 9 સ્થળો પર સ્ટેટ GST વિભાગના દરોડા, કરોડોની કરચોરી ઝડપાઇ
જે પ્રમાણમાં પેઢી દ્વારા વેચાણ થતુ હતુ તેની સામે તેટલો ટેક્સ ભરવામાં આવતો ન હતો. ચોપડામાં ખૂબ જ નજીવા વેચાણો બતાવીને મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી કરાતી હોવાનું સામે આવ્યુ છે.
સ્ટેટ GST વિભાગે (State GST Department) કરચોરો સામે કાર્યવાહી હાથ ધરી છે. સુરત (Surat)માં કોસ્મેટીક, ઈમિટેશન જ્વેલરી, મેકઅપ, લેડીઝ ફૂટવેરના વેપારીઓ પર GSTના દરોડા (Raids) પડતા કરચોરોમાં મોટા પાયે ફફડાટ વ્યાપ્યો છે. GST વિભાગે 9 સ્થળો પર દરોડા પાડ્યા છે. જેમાં કરોડોની કરચોરી પકડાઇ છે.
ચૌટા બજાર અને આસપાસના વિસ્તારોમાં તપાસ
સ્ટેટ GST વિભાગે કૌભાંડના માસ્ટર માઈન્ડને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે. GST વિભાગની ટીમે સુરતમાં ચૌટા બજાર અને આસપાસના વિસ્તારોમાં તપાસ શરુ કરી હતી. સ્ટેટ GST વિભાગે કોસ્મેટીક, ઈમિટેશન જ્વેલરી, મેકઅપ, લેડીઝ ફૂટવેરના વેપારીઓ પર દરોડા પાડ્યા હતા. જેમા કરોડો રૂપિયાની કરચોરી પકડાઇ છે.
વિવિધ 9 સ્થળો પર દરોડા
GST વિભાગે સુરત શહેરમાં વિવિધ 9 સ્થળો પર તપાસ હાથ ધરી હતી. સુરતની એનઆર ગ્રૂપની પેઢી, ગોડાઉન, રહેઠાણના સ્થળો પર GST વિભાગે દરોડા પાડ્યા હતા. જે દરમિયાન જાણવા મળ્યુ હતુ કે જે પ્રમાણમાં પેઢી દ્વારા વેચાણ થતુ હતુ તેની સામે તેટલો ટેક્સ ભરવામાં આવતો ન હતો. ચોપડામાં ખૂબ જ નજીવા વેચાણો બતાવીને મોટા પ્રમાણમાં ટેક્સ ચોરી કરાતી હોવાનું સામે આવ્યુ છે.
GST વિભાગે પોતાની કાર્યવાહીમાં કરોડો રૂપિયાની કરચોરી ઝડપી છે. હજુ સુધી કરચોરી કેટલી કરાઇ તેનો સ્પષ્ટ આંકડો સામે આવ્યો નથી.GST વિભાગ આ અંગે વધુ તપાસ હાથ ધરી રહ્યુ છે. સુરતમાં સ્ટેટ GST વિભાગે કરચોરો સામે કાર્યવાહી હાથ ધરતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચોઃ
Ahmedabad: માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં સતત ઘટાડો, 52 વિસ્તારોને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયા
આ પણ વાંચોઃ