Gram Panchayat Election : સુરત જિલ્લાની 407 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 7458 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ, મંગળવારે મતગણતરી હાથ ધરાશે

શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી ચૂંટણીમાં સરપંચના 1165 અને વોર્ડના 6293 મળીને કુલ્લે 7458 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયુ હતુ. જે મંગળવારે દરેક તાલુકામાં યોજાનારી મતગણતરીના દિવસે ખુલશે.

Gram Panchayat Election : સુરત જિલ્લાની 407 ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 7458 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ, મંગળવારે મતગણતરી હાથ ધરાશે
Gram Panchayat Election:
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 20, 2021 | 2:41 PM

સુરત જિલ્લાની 407 ગ્રામ પંચાયતના સરપંચ અને વોર્ડના સભ્યોની યોજાયેલી ચૂંટણીમાં મતદારોના ભારે ઉત્સાહ વચ્ચે મતદાનની પ્રકિયા સંપન્ન થઇ. ત્યાં સુધીમાં સરેરાશ 70 થી 80 ટકા વચ્ચે મતદાન થયું હતું. શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલી ચૂંટણીમાં સરપંચની 391 બેઠકના 1165 ઉમેદવારો અને વોર્ડની 2538 બેઠક માટે 6293 મળીને કુલ્લે 2929 બેઠક માટે ચૂંટણીમાં ઝંપલાવનારા 7458 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઇ ગયું હતું.

ઉમરપાડામાં સૌથી વધુ મતદાન નોંધાયું

સુરત જિલ્લાના નવ તાલુકામાં સવારે સાતના ટકોરેથી 949 મતદાન મથકો પર મતદાનની પ્રકિયાનો આરંભ થતા મતદાન મથકો પર મતદારોની લાઇન લાગતા સવારે 11 વાગ્યા સુધીના 4 કલાકમાં 7.99 લાખ મતદારોમાંથી 1.54 લાખ મતદારોએ મતદાન કરતા 19.36 ટકા મતદાન નોંધાયુ હતું. જેમાં ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 27.77 ટકા મતદાન થયુ હતુ. ત્યારબાદના બે કલાક એટલે કે બપોરે એક વાગ્યા સુધીમાં મતદારોનો રસ યથાવત રહેતા 1.26 લાખ મતદારોએ મતદાન કરતા 15.87 ટકા, બપોરે એકથી ત્રણ વચ્ચેના બે કલાકમાં 1.31 લાખ મતદારોએ મતદાન કરતા 16.43 ટકા મતદાન નોંધાયુ હતું. બપોર પછી મતદારોની ભીડ ઓછી થતા 3 થી 5 વાગ્યા સુધીના બે કલાકમાં 1.18 લાખ મતદારોએ મતદાન કરતા 14.84 ટકા મતદાન થયું હતું.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

મંગળવારે ચૂંટણીનું પરિણામ આવશે

આમ સવારે 7 થી સાંજે 5 વાગ્યા સુધીના 9 કલાકમાં કુલ 7.99 લાખ મતદારોમાંથી પુરુષ મતદાર 268244 અને સ્ત્રી મતદાર 263348 મળીને કુલ 531592 મતદાતાએ મતાધિકારનો ઉપયોગ કરતા 66.50 ટકા મતદાન થયું હતું. ત્યારબાદ પણ ઘણા મતદાન મથકો પર સાંજે છ વાગ્યે પ્રકિયા પૂર્ણ થાય ત્યાં સુધી લાઇનો રહેતા ટોકન આપીને મતદાન કરાવવુ પડયું હતું. સાંજે પાંચ વાગ્યા સુધીમાં 66.50 ટકા મતદાન થતા મતદાનની કુલ ટકાવારી સરેરાશ 70 થી 80 ટકા વચ્ચે થવાની ગણતરી મંડાઇ છે.

મતગણતરી લઇને તમામ તૈયારીઓ પૂર્ણ

શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયેલી ચૂંટણીમાં સરપંચના 1165 અને વોર્ડના 6293 મળીને કુલ્લે 7458 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થયુ હતુ. જે મંગળવારે દરેક તાલુકામાં યોજાનારી મતગણતરીના દિવસે ખુલશે.ત્યારે મતગણતરી બુથો પર હાલ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યોછે.હાલ બેલે પેપરથી મતદાન થયું હોવાથી મતગણતરીમાં સમય જશેની શકયતાઓ છે.

આ પણ વાંચો : HS Prannoy પાસે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા માટે પૈસા નહોતા, સોશિયલ મીડિયા પર કહી તેના સંઘર્ષની સ્ટોરી

આ પણ વાંચો : ગુમ થયા બાદ Tennis star Peng Shuai ની પોતાના નિવેદનથી પીછેહઠ, કહ્યું મારી સાથે યૌન શોષણ નથી થયું

g clip-path="url(#clip0_868_265)">