ખુશખબર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી લેવાનો કર્યો નિર્ણય

ખુશખબર : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી લેવાનો કર્યો નિર્ણય
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ જે વિદ્યાર્થીના માતા કે પિતા કોરોનાના કારણે મોતને ભેટ્યા હોય તેની ટ્યુશન ફી માફી કરવાનો નિર્ણય કર્યો છે.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Jul 03, 2021 | 2:44 PM

Surat : વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ (Veer Narmad South Gujarat University) આખા રાજ્યમાં પ્રવેશ કાર્યવાહી માટે સૌથી ઓછી ફી વિદ્યાર્થીઓ પાસેથી લેવાનો નિર્ણય સિન્ડિકેટ બેઠકમાં કર્યો છે. હાલ ધોરણ 12ના પરિણામની સાથે શરૂ થનારી કોલેજ પ્રવેશની ઓનલાઇન કામગીરી શરૂ થઈ ગઈ છે.

તેથી જ ફીમાં પણ રાહત આપવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. કોલેજમાં પ્રવેશ માટેની ઓનલાઇન કાર્યવાહી માટે અત્યાર સુધી જે 200 રૂપિયા ફી વસૂલ કરવામાં આવી હતી. જેમાં 25 ટકા એટલે કે રૂપિયા 50 નો ઘટાડો કરીને હવે આ વર્ષથી રૂપિયા 150 પ્રતિ એપ્લિકેશન ફી વસૂલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

યુનિવર્સિટી દ્વારા નિયત કરાયેલી રૂપિયા 150 આખા રાજ્યની તમામ યુનિવર્સિટીઓમાં સૌથી ઓછું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અન્ય યુનિવર્સિટીઓ રૂપિયા 300 થી લઈ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ પ્રવેશ રજીસ્ટ્રેશન માટે 1500 થી 2000 રૂપિયા સુધીનો ચાર્જ વસૂલ કરે છે.

આ ઉપરાંત યુનિવર્સિટી સિન્ડિકેટની બેઠકમાં અન્ય એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કોલેજ કે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કોઈપણ વિદ્યાર્થીઓના માતા કે પિતાનું કોરોનાની બીમારીના કારણે મોત થયું હોય તેવા વિદ્યાર્થીઓને એ જે અભ્યાસક્રમમાં અભ્યાસ કરતા હશે તેની તમામ ટ્યુશન ફીની રકમ માફ કરવામાં આવશે.

કોલેજની ફીમાં 80 ટકા જેટલી રકમ ટ્યુશન ફીની હોય છે. આવી સ્થિતિમાં યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં લેવાયેલા નિર્ણય કોરોનાનો ભોગ બનેલા પરિવારના વિદ્યાર્થીઓ માટે મોટી આર્થિક રાહત સાબિત થશે.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati