Surat: 22,842 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી કેસમાં ABG શિપયાર્ડના સુરત, મુંબઈ,પૂના સહિત 26 સ્થળે EDના દરોડા

સીબીઆઇની એફઆઇઆર મુજબ એબીજી શિપયાર્ડે લોન લઇને 28 બેન્ક સાથે છેતરપિંડી કરી છે. એજન્સીએ ફેબ્રુઆરીમાં 22 હજાર કરોડના બેંક કૌભાંડનો કેસ નોંધ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 27, 2022 | 10:27 AM

સુરત (Surat) ના ABG શિપયાર્ડ દ્વારા 22 હજાર 842 કરોડ રૂપિયાની લોન છેતરપિંડી (fraud)  કેસમાં EDએ દરોડા પાડયા છે. ABG શિપયાર્ડના માલિકોના સુરત, મુંબઈ, પૂના સહિત 26 સ્થળે દરોડા પાડયા હતા. EDએ ABG શિપયાર્ડના પ્રમોટર ઋષિ કમલેશ અગ્રવાલના ઘરે અને ઓફિસે પણ સર્ચ કર્યું હતું. ABG શિપયાર્ડના ચેરમેન અને એમડી ઋષિ અગ્રવાલે અન્ય લોકો સાથે મળીને વર્ષ 2012થી 2017 દરમિયાન 28 બેન્ક સાથે કુલ 22,842 કરોડ રૂપિયાની લોનનો ગોટાળો કર્યો હોવાનો આરોપ છે. ઇડી આ કેસમાં સંબંધિત દસ્તાવેજો શોધી તેની તપાસ કરી રહી છે. આ મામલે સીબીઆઇએ ફેબ્રુઆરીમાં કેસ દાખલ કર્યો હતો. બેન્કના અધિકારીઓએ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ઇડીએ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો.

સીબીઆઇની એફઆઇઆર મુજબ એબીજી શિપયાર્ડે લોન લઇને 28 બેન્ક સાથે છેતરપિંડી કરી છે. એજન્સીએ ફેબ્રુઆરીમાં 22 હજાર કરોડના બેંક કૌભાંડનો કેસ નોંધ્યો હતો. જે બાદ હવે EDએ કાર્યવાહી કરીને મની લોન્ડરિંગ એક્ટ હેઠળ કેસને પોતાના કબજામાં લીધો છે અને તપાસ કરી રહી છે.

CBI અધિકારીના જણાવ્યા અનુસાર, એસબીઆઇના અધિકારીઓની ફરિયાદના આધારે આ કેસ નોંધવામાં આવ્યો છે. CBI દ્વારા નોંધાયેલી FIR મુજબ, ABG શિપયાર્ડ લિમિટેડ નામની કંપની દ્વારા બેંક લોન લઈને છેતરપિંડીનો આરોપ છે. આ છેતરપિંડી મેસર્સ એબીજી શિપયાર્ડ લિમિટેડ કંપની અને તેના ડિરેક્ટર્સ દ્વારા લગભગ 28 બેંકો સાથે કરવામાં આવી હતી. તેથી, આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના નેજા હેઠળ 28 બેંકો દ્વારા CBI ને અરજી કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાળા ગીરમાં કેસર કેરીની હરરાજીનો પ્રારંભ, ઇતિહાસમાં પહેલી વખત બોક્સનો ભાવ 1500 રૂપિયા બોલાયો

આ પણ વાંચોઃ Surat : નર્મદ યુનિવર્સીટી પેપર લીક મામલે પોલીસ ફરિયાદ થવાની સંભાવના

Follow Us:
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">