વન રક્ષકની પરીક્ષાનું પેપર ફૂટ્યું, પણ જીતુ વાઘાણી કહે છે કે માત્ર કોપી કેસ છે, જેને ખોટી રીતે રજૂ કરી યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે
મારી પાસે જે માહિતી છે તે પ્રમાણે પરીક્ષા શરૂ થયાના બે કલાક પછીની આ ઘટના છે અને આ એક સામાન્ય કોપી કેસની ઘટના છે. કોઈ વિદ્યાર્થી ટોઈલેટમાં ગયો હશે તેવા સમયે તેને કોઈ તૈયાર જવાબો મળે તેવું થયું હશે, તેનાથી વધુ કઇં જ નથી.
રાજયભરમાં વન રક્ષક (Forest guard) ભરતી (Recruitment) પરીક્ષા યોજવામાં આવી હતી જેનું પેપર (Paper) પણ ફૂટી ગયું હોવાની જાણકારી મળી છે ત્યારે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Waghani) એ જવાબદારીમાંથી છટકવાની કોશિશ કરી હતી. તેમણે કહ્યું કે આ પેપર લેવાની જવાબદારી ગુજરાત (Gujarat) યુનિવર્સિટીને સોંપવામાં આવેલી હતી. તેમના દ્વારા જ આ પરીક્ષા (Exam) લેવાઈ હતી અને આ એક કોપી કેસ છે જેને ખોટી રીતે રજુ કરીને સરકારને બદનામ કરવાનો અને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. આમ છતાં સરકાર તપાસ કરશે અને જો કોઈ જવાબદાર જણાશે તો સરકાર કોઈપણ સામે કાર્યવાહી કરવા તૈયાર છે. તેમણે આડકતરી રીતે કોંગ્રેસ પર નિશાન તાકતાં કહ્યું કે અગાઉ આલિયા માલિયા જમાલિયાને ઓળખાણમાં નોકરી આપી દેવામાં આવતી હતી. આ પ્રવૃત્તિ અટકાવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાય કર્યા છે.
તેમણે કહ્યું કે મહેસાણાની ઉનાવાની એક સ્કૂલની ઘટના છે. જેને લઈને અમુક લોકો મીડિયા પાસે જઈને વાત કરીને યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરે છે. આવી વાતો ભુતકાળમાં પણ બની છે. મારી પાસે જે માહીતી છે તે પ્રમાણે પરીક્ષા શરૂ થયાના બે કલાક પછીની આ ઘટના છે. અને આ એક સામાન્ય કોપી કેસની ઘટના છે જેને ખોટી રીતે રજૂ કરી યુવાનોને ગેરમાર્ગે દોરનારાઓ આવા પ્રયાસો કરે છે. આ પ્રકારની બાબતોથી યુવાનોમાં ગીલટી ફીલ થાય તેને બદલે યુવાનો ચેતે તે મહત્ત્વનું છે. તેમણે ફરીથી કહ્યું કે જે સેન્ટરની વાત છે તેમાં કોપી કેસ થયો છે. આપણે બધાએ પરીક્ષાઓ આપી જે છે બધાને ખ્યાલ છે કે બે કલાક બાદ કોઈ વિદ્યાર્થી ફ્રેશ થવા માટે બાથરૂમ જતા હોય છે. આમાં પણ કોઈ વિદ્યાર્થી ટોઈલેટમાં ગયો હશે તેવા સમયે તેને કોઈ તૈયાર જવાબો મળે તેવું થયું હશે.
તેમણે કહ્યું કે મારે પેપર ફૂટવાનું કહેવાવાળાને એ પણ કહેવું છે કે પેપર ફૂટ્યું હોય તો પરીક્ષા પહેલાં ફૂટે, પહેલાં વહેંચણી કરે, પણ અહીં તો છેલ્લી એક કલાક બાકી હતી ત્યારે ઘટના બની છે. આ એક કલાકમાં શું લખી શકાય તે હું તમારા પર છોડું છું. ભુતકાળમાં પણ આવા કેસ થયા છે સરકાર તેની સામે કાર્યવાહી કરવા તૈયાર છે. યુવાનોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અત્યારે તો આ એક કોપી કેસ છે તેવું પ્રાથમિક તારણમાં જણાઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે બધા જ પગલાં રાજ્ય સરકાર લેશે. એસએસસી જેવી કડક પરીક્ષા પદ્ધતિ ભાજપ સરકારે જ લાગુ કરી છે. જેથી યુવાન પ્રામાણિકતાથી પરીક્ષા આપી શકે. આમાં કોઈ તૃટી હોય તો ધ્યાન દોરી શકાય છે. તેમણે સવાલ કર્યો કે પેપર શરૂ થયાના બે-અઢી કલાક બાદ આ પેપર બહાર આવે છે. પછી આ બધી વાતો બહાર આવે છે. અઢી કલાક પછી જ કેમ પેપર બહાર આવે છે. આ રાજ્યના યુવાનોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે તેનાથી વધુ કઇં જ નથી. આ પણ વાંચોઃ અદાણીએ અમદાવાદમાં ઇલેકિટ્રક વાહનો માટેના સૌ પ્રથમ રિચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો
આ પણ વાંચોઃ લો બોલો, હવે વન રક્ષકની ભરતીનું પેપર પણ ફૂટી ગયું, લેટરપેડ પર ફરતા થયેલા પ્રશ્નો જ પેપરમાં પૂછાયા