AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અદાણીએ અમદાવાદમાં ઇલેકિટ્રક વાહનો માટેના સૌ પ્રથમ રિચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો

કંપનીનો ઉદ્દેશ દેશભરમાં 1500 ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ સ્ટેશન સ્થાપીને તેના નેટવર્કને વિસ્તારવાનો છે અને દેશમાં ઇલેક્ટ્રિક વાહનની ઇકોસિસ્ટમની માંગ અને તેમાં વધારાના આધારે તેનાથી આગળ વધવા માટેની વિસ્તરણ યોજના પણ બનાવી છે.

અદાણીએ અમદાવાદમાં ઇલેકિટ્રક વાહનો માટેના સૌ પ્રથમ રિચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો
અદાણીએ અમદાવાદમાં ઇલેકિટ્રક વાહનો માટેના સૌ પ્રથમ રિચાર્જીંગ સ્ટેશનનો પ્રારંભ કર્યો છે.
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2022 | 5:32 PM
Share

ભારતની અગ્રણી શહેરી ગેસ (Gas) વિતરણ કંપની અદાણી (Adani)  ટોટલ ગેસ લિ.એ ઇલેક્ટ્રિક વાહનો માટે રિચાર્જિંગની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે અમદાવાદ (Ahmedabad)  શહેરમાં તેના સર્વ પ્રથમ ઇલેક્ટ્રિક વાહનો (electric vehicles) માટેના ચાર્જીંગ સ્ટેશન (recharging station) નો આરંભ કરવા સાથે વીજળીથી ચાલતા વાહનો માટેની માળખાકીય સુવિધાના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું છે. અમદાવાદના મણિનગરમાં આવેલા અદાણી ટોટલ ગેસના સી.એન.જી સ્ટેશન ખાતે ઝડપથી રિચાર્જિગની અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્થાપવામાં આવેલા આ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનમાં ઇલેક્ટ્રિક વાહન ધારકોને ઝડપી રિચાર્જિંગની સેવા પ્રદાન કરાશે.

અદાણી ટોટલ ગેસના મુખ્ય કારોબારી અધિકારી સુરેશ પી.મંગલાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે “ભારતમાં વિશાળ ગ્રાહકના આધારને નવા સ્વચ્છ ઇંધણની પસંદગી પૂરી પાડવા માટે અમદાવાદમાં પ્રથમ ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના સાથે ઇલેક્ટ્રિક વાહન વ્યવસાયના ક્ષેત્રમાં પદાર્પણ અદાણી ટોટલ ગેસ માટે નવી દીશામાં એક વધુ સીમાચિહ્નરૂપ છે. ભારતના તમામ મોટા શહેરો અને નગરોમાં ટકાઉ ઇંધણના ઉકેલ.માટે ઉભરતી વ્યવસાયિક તકને અવસર સમજીને સમયસર ઝડપી લેવાના અમારા દૃષ્ટીકોણ સાથે સંલગ્ન છે.

કંપનીનો ઉદ્દેશ દેશભરમાં 1500 ઇલેક્ટ્રિક વાહન ચાર્જીંગ સ્ટેશન સ્થાપીને તેના નેટવર્કને વિસ્તારવાનો છે અને દેશમાં ઇલેક્ટ્રિક વાહનની ઇકોસિસ્ટમની માંગ અને તેમાં વેગના નિર્માણની તીવ્રતાના આધારે 1500 ઇલેક્ટ્રિક વાહન ચાર્જિંગ સ્ટેશનથી આગળ વધવા માટેની વિસ્તરણ યોજના પણ તૈયાર રાખી છે. સીએનજીના રિટેલર તરીકે અદાણી ટોટલ ગેસ લિ. દેશભરમાં મજબૂત સ્થાન ધરાવે છે. રિટેલ જગ્યાની માલિકી, ક્ષેત્રોના ગ્રાહકોને ઉમદા સેવા પૂરી પાડવાનો વિશાળ અનુભવ અને સમગ્ર ભારતમાં પથરાયેલા તેના ગ્રાહકના મજબૂત આધારને કારણે તે ઇલેક્ટ્રિક વાહન સંબંધી વ્યવસાયમાં સક્રિય ભૂમિકા અદા કરવા માટે એક શિરમોર સ્થાને છે.

ઇલેક્ટ્રિક વાહન સંલગ્ન વ્યવસાયમાં સાહસ કરવા અને ઝડપથી વિકસી રહેલા ઇલેક્ટ્રિક વાહનના બજારમાં નોંધપાત્ર હિસ્સો મેળવવા માટે કંપની વ્યૂહાત્મક રીતે યોગ્યતા ધરાવે છે. અદાણી સમૂહની રિન્યુએબલ ઉર્જા ઉત્પાદન કરવાની સહજ ક્ષમતાના એક મજબૂત પાયામાંથી પણ અદાણી ટોટલ ગેસ લિ. તેની તાકાત મેળવે છે અને ગ્રીન પાવર સોર્સિંગ માટે સમૂહ સ્તરે સિનર્જીને આગળ વધારી શકવા સક્ષમ છે.

ઇલેક્ટ્રિક વાહનના આંતર માળખાના અવકાશમાં ટોટલ એનર્જીસ એસઇનો વૈશ્વિક બહોળો અનુભવ એ વધારાનું પરિબળ છે જે અદાણી ટોટલ ગેસ લિ.ના દૃષ્ટિકોણમાં સ્પર્ધાત્મકતા સામે અડીખમ ઉભા રહેવા પ્રેરણા પૂરી પાડે છે કારણ કે અદાણી ટોટલ ગેસનું લક્ષ્ય બજારની આગેવાની અદા કરવા પર છે.

ઉલ્લેખનિય છે કે અદાણી ટોટલ ગેસ લિમિટેડ એ સિટી ગેસ ડિસ્ટ્રીબ્યુશન (CGD) નેટવર્ક વિસ્તારતી અને ઔદ્યોગિક, કોમર્શિયલ, ઘર વપરાશના ગ્રાહકોને પાઈપ્ડ નેચરલ ગેસ (PNG) પૂરો પાડતી તથા ટ્રાન્સપોર્ટ સેક્ટરને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (CNG) પૂરો પાડતી ભારતની અગ્રણી ખાનગી કંપનીઓ પૈકીની એક છે. 14 ભૌગોલિક વિસ્તારો માટે અધિકાર પ્રાપ્ત થયો તે પહેલાં 38 ભૌગોલિક વિસ્તારોને ગેસ વિતરણના મેન્ડેટ અનુસાર તે ભારતની 8 ટકા વસતિને સર્વિસ પૂરી પાડી રહી છે. એનર્જી મિક્સમાં નેચરલ ગેસનો હિસ્સો વધારવાના રાષ્ટ્રના પ્રયાસોમાં કંપની નોંધપાત્ર ભૂમિકા ભજવે છે. 38 GAs પૈકી 19નું સંચાલન અદાણી ટોટલ ગેસ લિ. કરે છે અને બાકીનાનું સંચાલન અદાણી ટોટલ ગેસ લિમિટેડ અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિ.ની 50:50નુ સંયુક્ત સાહસ ઈન્ડિયન ઓઈલ- અદાણી ગેસ પ્રાઈવેટ લિમિટેડ (IOAGPL) કરે છે.

આ પણ વાંચોઃ Banaskantha: દિયોદરના વખા ખાતે છેલ્લા પાંચ દિવસથી ખેડૂતોનું પૂરતી વીજળીની માંગ સાથે આંદોલન

આ પણ વાંચોઃ મહેસાણાઃ રાસાયણિક ખાતરના ઉપયોગથી દેશમાં હરિત ક્રાંતિ ચોક્કસ આવી, ઉત્પાદનમાં વૃધ્ધિ થવા છતાં કિસાન શોષિત જ રહ્યો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">