Gujarat માં હેરીટેજ પોલિસી પોર્ટલનું લોકાર્પણ, પ્રવાસનના વિકાસ માટે 451 કરોડના એમઓયુ કરાયા

કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયેલા ટુરિઝમ સેક્ટરને ફરી પૂર્વ વત બનાવવા રાજ્ય સરકાર આ ટુરિઝમ વ્યવસાયકારોની પડખે છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું હતું કે ટુરીઝમ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ સાકાર કરી આ વ્યવસાય ને ફરી ધબકતો કરવા માટે ઇન્સેન્ટિવ્ઝ આપવાના ઇનિશિયેટિવ્ઝ લેવાની પણ રાજ્ય સરકારની તૈયારી છે.

Gujarat માં હેરીટેજ પોલિસી પોર્ટલનું લોકાર્પણ, પ્રવાસનના વિકાસ માટે 451 કરોડના એમઓયુ કરાયા
Gujarat CM Bhupendra Patel Launch Heritage Heritage Policy Portal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 26, 2022 | 6:49 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે હેરીટેજ પોલિસી પોર્ટલનું(Heritage Policy Portal)  લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગુજરાતના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે 451 કરોડના એમઓયુ પણ કરવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, ગુજરાતના ઇતિહાસ અને અસ્મિતાના પ્રકાશને ઉજાગર કરવો હોય તો હેરીટેજ ટુરીઝમનો વિકાસ જરૂરી છે. તેમજ અતિ પ્રાચીન મંદિરો-મહેલો, પૌરાણીક નગરો-ઇમારતો અને પ્રાગ-ઐતિહાસિક સ્થળોનો અનન્ય વૈભવ ગુજરાત ધરાવે છે. આ પ્રાચીન વિરાસતોમાંની રાણકી વાવ અને ચાંપાનેર, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટમાં અને અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે. રાજ્યના હેરીટેજ સ્થળોને પ્રવાસન ધામ બનાવવાની નેમ સાથે હેરીટેજ પ્રોપર્ટીના માલીકો અને પ્રવાસન વિભાગ વચ્ચે અંદાજે 451 કરોડના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગરમાં સંપન્ન થયા હતાં

પ્રવાસન ક્ષેત્રના વ્યવસાયકારોને મદદરૂપ બનવા સરકાર કટિબદ્ધ

ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત યોજાયેલા ‘ગુજરાતના ભવ્ય વારસા’ની ઉજવણી કાર્યક્રમમાં મુખ્યમંત્રી એ હેરીટેજ પોલિસી પોર્ટલ અને ગવર્નર હિલ- સાપુતારા, સાસણગીર વિલેજ તેમજ દાંડી ખાતેની વિવિધ પ્રવાસન સુવિધાઓના ઇ-લોકાર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ આ અવસરે સ્પષ્ટપણે જણાવ્યું કે, સમગ્ર વિશ્વમાં ભારતની ધરોહર ઉજાગર કરવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર  મોદીની નેમમાં ગુજરાત સરકાર હેરિટેજ ટુરિઝમના વિકાસથી રાજ્યની પ્રાચીન વિરાસતોના વિશ્વભરમાં પ્રચાર માટે સતત પ્રયાસરત છેઆ સંદર્ભમાં તેમણે કહ્યુ કે, પ્રવાસન ક્ષેત્રના વ્યવસાયકારોને મદદરૂપ બનવા ગુજરાત સરકાર હર-હંમેશ કટિબદ્ધ છે

પ્રવાસન ધામો અને હેરીટેજ પ્લેસિસની મુલાકાતે આવે તે માટે પણ પ્રયાસો કરીશું

કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ પ્રભાવિત થયેલા ટુરિઝમ સેક્ટરને ફરી પૂર્વ વત બનાવવા રાજ્ય સરકાર આ ટુરિઝમ વ્યવસાયકારોની પડખે છે. તેમણે ઉમેર્યું કે, ટુરીઝમ ક્ષેત્રે ‘આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત’ સાકાર કરી આ વ્યવસાય ને ફરી ધબકતો કરવા માટે ઇન્સેન્ટિવ્ઝ આપવાના ઇનિશિયેટિવ્ઝ લેવાની પણ રાજ્ય સરકારની તૈયારી છે. વધુને વધુ લોકો ગુજરાતના પ્રવાસન ધામો અને હેરીટેજ પ્લેસિસની મુલાકાતે આવે તે માટે પણ પ્રયાસો કરીશું. મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા ચાર ‘T’ -ટ્રેડીશન, ટેલેન્ટ, ટેકનોલોજી અને ટ્રેડ ના સુત્રને ટૂરિઝમના વિકાસ માટે અત્યંત જરૂરી ગણાવ્યા હતા

કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ

તેમણે પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદીએ જ્યાં શિક્ષણ મેળવ્યું હતું તે વડનગરની પ્રાથમિક શાળાનો હેરિટેજમાં સમાવેશ વિશે અને ગાયકવાડી સરકારના સમયની 100  વર્ષ જૂની શાળાને ‘પ્રેરણા કેન્દ્ર’ તરીકે વિકસાવવા માટે બજેટની જોગવાઇ વિશે છણાવટ કરી હતી મુખ્યમંત્રીએ પ્રવાસન વિભાગ સાથે MOU કરનારા હેરીટેજ પ્રોપર્ટીઝના માલીકોને અભિનંદનને પઠવ્યા હતા

ગુજરાતમાં હેરીટેજ પ્રવાસન વેગવંતુ બનશે

આ અવસરે વડોદરા રાજકોટ,સંતરામપુર, દેવગઢ બારિયા,બાલાસિનોર વગેરે સ્થળોના રાજવી મહેલોના હેરિટેજ ટુરિઝમ પ્લેસ તરીકે ડેવલપ કરવાના એમ ઓ યુ થયા હતા. મુખ્યમંત્રીએ કહ્યું કે આ એમ.ઓ.યુ.થી ગુજરાતમાં હેરીટેજ પ્રવાસન વેગવંતુ બનશે અને ગુજરાત વર્લ્ડ હેરીટેજ ટુરીઝમના નકશા ઉપર ફેવરીટ ડેસ્ટીનેશન બનશે તેવો નિર્ધાર વ્યક્ત કર્યો હતો

ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટને વેગ આપવા માટે આ અદ્યતન પોર્ટલ બનાવાયું

સીએમ ભૂપેન્દ્ર પટેલે હેરીટેજ પોલિસી પોર્ટલ સંદર્ભે કહ્યું કે, હવે હેરીટેજ પ્રોપર્ટી ધારક એપ્લીકેશનથી લઇ ફી-પેમેન્ટ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરી શકશે. જે હેરીટેજ પ્રોપર્ટી ધારકો નવી હેરીટેજ પોલિસીનો લાભ લઇ, હેરીટેજ પ્રવાસન સ્થળ ઉભું કરવા માંગતા હોય તેમની સુવિધા અને ડિજિટલ ઇન્ડિયાના કોન્સેપ્ટને વેગ આપવા માટે આ અદ્યતન પોર્ટલ બનવાયું છે. હેરીટેજ પ્રોપર્ટી ધારક એપ્લીકેશનથી લઇ ફી-પેમેન્ટ સુધીની પ્રક્રિયા ઓનલાઇન કરી શકશે તેમ તેમણે ઉમેર્યું હતું

આ પણ  વાંચો : Vadodara: ડભોઇમાં દુષ્કર્મ પીડિતાનો નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, યુવતીએ ગેંગ રેપની નોંધાવી હતી ફરિયાદ

આ પણ  વાંચો : Mehsana : ઉંઝા તાલુકાના ખેડૂતો અપૂરતી વીજળીના કારણે પરેશાન, પૂરતી વીજળીની માંગ

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">