AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આગ સામે સાવચેતી : સુરતમાં હવે ટેરેસને તાળું મારેલું હોય એવી બિલ્ડીંગ સીલ થઇ શકે છે

મનપા દ્વારા આગામી દિવસોમાં સરપ્રાઇઝ વિઝિટ કરી જો ધાબા ૫૨ જવાના માર્ગમાં તાળા મારેલ હોવાનું જણાય તો આવી મિલકતોને સીલ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે તેમ છે . અત્રે ઉલ્લેખનીય છે કે , બુધવારે સિંગણપોર રોડ પરના એમ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગી હતી .

આગ સામે સાવચેતી : સુરતમાં હવે ટેરેસને તાળું મારેલું હોય એવી બિલ્ડીંગ સીલ થઇ શકે છે
Fire Precautions: Now a building that has a terrace locked can be sealed
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 12:16 PM
Share

સુરતના (Surat ) સિંગણપોર સ્થિત ચાર માળના કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં લાગેલી આગની ઘટનામાં સદનસીબે કોઇ જાનહાનિ થઇ નથી, પરંતુ ફાયર(Fire ) વિભાગ , પોલીસ(Police ) તંત્રએ તાત્કાલિક સતર્કતા દાખવી ન હોત તો કોઇપણ મોટી દૂર્ઘટના બની શકી હોત. આગની ઘટના બાદ આજે મનપાના કતારગામ ઝોન દ્વારા પ્રોજેક્ટના બિલ્ડર સામે પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ પણ હાથ ધરી હતી . ટેરેસના ભાગે દરવાજો બંધ હોવાના ગુનાસર પોલીસ ફરિયાદ મનપા દ્વારા નોંધાવવામાં આવશે .

તદ્ઉપરાંત ટેરેસના ભાગે ડોમ સ્ટ્રક્ચરમાં ઊભું કરાયેલ શેડ પણ કતારગામ ઝોને દૂર કર્યુ છે . મનપા દ્વારા આ પ્રકારની તમામ મિલકતોના વપરાશકર્તાઓ જોગ જાહેર એડવાઇઝરી ઇસ્યુ કરવામાં આવી છે અને જો ફાયર એનઓસી કે બીયુસી ન હોય તો તાકીદે મેળવવાની સૂચના આપી છે.

ઉનાળા દરમિયાન આગના  બનાવો શોર્ટસર્કિટને કારણે બનતા હોય છે. જેથી આવા બનાવો ને રોકવા માટે તેમજ ફાયર સેફ્ટીના સાધનોની ચકાસણી કરવાની અપીલ પણ મનપાએ કરી છે. સાથે જ બિલ્ડિંગ એસો . ને પણ લોડ ફેક્ટર બાબતે ઇલેક્ટ્રિકલ કોન્ટ્રાક્ટર મારફતે ચકાસણી કરાવવાનું સૂચન કર્યુ છે . જેથી ઓવરલોડિંગ તેમજ હીટિંગને ઉનાળા દરમ્યાન આગના બનાવો શોર્ટ સર્કિટને કારણે ન બની શકે.

એટલું જ નહીં , બહુમાળી મકાનોના ટેરેસના ભાગે દરવાજા પર સામાન્ય રીતે તાળું મારવામાં આવે છે જે આગના બનાવો વખતે ખુબ જ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે . પરિણામે આવા પ્રકારનીતમામ મિલકતદારોને હવેથી ધાબા ખુલ્લા રાખવા સૂચના આપવામાં આવી છે .

મનપા દ્વારા આગામી દિવસોમાં સરપ્રાઇઝ વિઝિટ કરી જો ધાબા ૫૨ જવાના માર્ગમાં તાળા મારેલ હોવાનું જણાય તો આવી મિલકતોને સીલ કરવા સુધીની કાર્યવાહી થઇ શકે તેમ છે . અત્રે ઉલ્લેખનીય છે કે , બુધવારે સિંગણપોર રોડ પરના એમ સ્ક્વેર બિલ્ડિંગમાં આગ લાગી હતી . આ બિલ્ડિંગમાં આગ લાગી તે સમયે ટેરેસ પર તાળુ માર્યુ હોય હાજર વિદ્યાર્થીઓ અને લોકોની હાલત કફોડી બની હતી.

નોંધનીય છે કે તક્ષશિલા દુર્ઘટના પણ જયારે બની હતી ત્યારે ટેરેસ પર જવાનો કોઈ રસ્તો નહીં હતો. જેથી વિદ્યાર્થીનીઓ ઉપલા માળ પર જ ફસાયેલી રહેતા મોટી દુર્ઘટના બની હતી. ત્યારે હાઈરાઈઝ ઇમારતો માં હવે ટેરેસ પરનું તાળું ખુલ્લું રાખવા ફરજીયાત સૂચના આપવામાં આવી છે.

આ પણ વાંચો :

ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણીને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો, દરરોજ સુનાવણી ચાલશે

સુરત : એક યુવક અચાનક ગટરમાં પડી ગયો, 12 કલાક સુધી જીવ બચાવવા ગટરમાં મથામણ કરી, જાણો પછી શું થયું ?

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">