ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણીને વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો, દરરોજ સુનાવણી ચાલશે
ગુરુવારે ફેનીલ વીડિયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર કર્યો હતો ત્યારે આ કેસ ડે ટુ ડે ચાલે તેવો મૌખિક હુકમ જજ દ્વારા કરવામાં આવ્યો છે, સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે
સુરતના ચકચારી ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલ ગોયાણીને આજે સુરત સેશન્સ કોર્ટમાં રજૂ થનાર હતો, પણ ગ્રામ્ય કોર્ટથી કેસને સુરત કોર્ટમાં ટ્રાન્સફર કરાયો હોવાથી આરોપી ફેનીલને વિડીયો કોંફરન્સથી કોર્ટમાં રજૂ કરાયો હતો, આવતી કાલની તારીખ પડતા હવે ફેનીલ શુક્રવારે કોર્ટમાં રજૂ કરાશે.
સુરતના પાસોદરામાં યુવતીની હત્યા કેસમાં આરોપી ફેનીલ સામે ઝડપી કાર્યવાહી થઈ રહી છે. હાલ આ કેસ સુરત ગ્રામ્ય કોર્ટમાંથી સુરત કોર્ટમાં રીફેર કરી દેવાયો છે ત્યારે ગુરુવારે ફેનીલ વિડીયો કોન્ફરન્સથી કોર્ટમાં હાજર કર્યો હતો ત્યારે આ કેસ ડે ટુ ડે ચાલે તેવો મૌખિક હુકમ જજ દ્વારા કરવામાં આવ્યો છે. સરકારી વકીલ દ્વારા 28 દસ્તાવેજી પુરાવા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. આવતીકાલે ફેનીલને ફિઝિકલી હાજર કરવામાં આવશે.
ત્યારે આ કેસમાં એસઆઈટીની રચના બાદ માત્ર 4 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરાઈ હોવાનો દેશમાં પ્રથમ કિસ્સો સાબિત થયો હતો. હાલ તો આ મામલે કોર્ટમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. ગણતરીના દિવસોમાં આરોપી ફેનીલને કડકમાં કડક સજા થાય તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે.
સરકારી વકીલ નયનભાઈ સુખડવાલા દ્વારા ચાર જેટલા કેસ એક જ મહિનામાં પૂર્ણ કરીને આરોપીઓને આજીવન કેદ અનેે ફાંસીની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે આ કેસમાં પણ આરોપીનેે એક જ અઠવાડિયામાં કોર્ટ દ્વારા સજા ફટકારવામાં આવે એ પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સુરત જિલ્લાના પાસોદ્રામાં ગ્રીષ્મા વેક્રિયાની કરપીણ હત્યા કેસમાં એકતરફી પ્રેમી ફેનીલે યુવતીના ઘર સામે ચપ્પુ ના ધા ઝીકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. બનાવના પડઘા રાજ્યભરમાં પડ્યા હતા ત્યારે આવા આરોપી સામે કડકમાં કડક એટલે ફાંસી સુધીની સજા થાય તેવી લોક માગ ઊઠી હતી ત્યારે sitની રચના બાદ માત્ર 4 દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં એજ્યુ કરાઈ હોવનો દેશમાં પ્રથમ કિસ્સો સાબિત થયો હતો. હાલ તો આ મામલે કોર્ટમાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. એટલે ગણતરીના દિવસોમાં આરોપી ફેનીલને કડકમાં કડક સજા થાય તેવા હાલ એંધાણ વર્તાઈ રહ્યા છે.
આ પણ વાંચો : Ahmedabad : કોંગ્રસમાંથી રાજીનામું, અમદાવાદ મહાનગર પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા દિનેશ શર્મા ભાજપમાં જોડાશે
આ પણ વાંચો : Kutch: મુન્દ્રા પોર્ટ પરથી ચંદનની હેરફેરનો પર્દાફાશ, MICT માંથી કરોડોનું ચંદન પકડાયુ