સુરતના જ્વેલર્સે બોલીવુડના ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયાને શું ગિફ્ટ મોકલી, વાંચો આ અહેવાલ

Ranbir Alia Wedding: બોલિવૂડમાં ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની મેરેજ સેરેમની શરૂ થઇ ગઈ છે, ત્યારે તેમના એક ફેનએ ગોલ્ડન ફોઈલ રોઝનો બુકે ગિફ્ટમાં મોકલ્યો છે.

સુરતના જ્વેલર્સે બોલીવુડના ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયાને શું ગિફ્ટ મોકલી, વાંચો આ અહેવાલ
Die heart Fan of Ranvir-Alia
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: Apr 13, 2022 | 7:44 PM

બોલિવૂડ (Bollywood)માં ગોલ્ડન કપલ તરીકે ઓળખાતા આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂર (Ranbir Kapoor)ની મેરેજ સેરેમની શરૂ થઈ ગઈ છે, ત્યારે તેમના ચાહકો તેમને પોતાની રીતે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને ગિફ્ટમાં મોકલી રહ્યા છે. સુરત ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, પરંતુ સુરતના એક જવેલર્સ દ્વારા ગોલ્ડન ફોઈલ રોઝનો એક મોટો બુકે મોકલ્યો છે. અજય દ્વારા સ્પેશિયલ પાંચ ફૂટ મોટો બુકે તૈયાર કરીને મોકલવામાં આવ્યો છે, જેની કિંમત લાખો રૂપિયા છે.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના મેરેજને લઈને ચાહકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સુરતના એક પરિવારના લોકો આલિયા અને રણબીરના ખૂબ જ જબરજસ્ત ફેન છે તેમણે વિચાર્યું કે આ કપલને આપણા તરફથી કોઈ એવી ભેટ મોકલવામાં આવે કે જીવનભર યાદગાર બની રહે. તે માટે તેમણે સ્પેશ્યિલ ગોલ્ડન ફોઈલ રોઝનો બુકે ગોલ્ડન કપલ રણબીર કપૂર અને આલિયા ભટ્ટને મોકલ્યો છે. લેબોરેટરીમાં ટેસ્ટ કર્યાના સર્ટિફિકેટ સાથે આજે રોઝનો બુકે મોકલવામાં આવ્યો છે.

જ્વેલર્સ દિપક ચોક્સીએ જણાવ્યું કે આ પરિવારના બાળકો આ બંને કપલને ખૂબ જ પસંદ કરે છે. તેથી આલિયા અને રણબીરને કંઈક ખાસ આપણા તરફથી ગીફ્ટ મોકલવું જોઈએ. જેથી કરીને અમે એમના માટે અલગ જ પ્રકારના ગોલ્ડન રોઝ બુકે બનાવ્યો છે. જે લગભગ અત્યાર સુધીમાં તો કોઈએ બનાવ્યો નહીં હોય. પરિધિ ચોકસીએ જણાવ્યું કે હું આલિયા અને રણબીરની જબરજસ્ત ફેન છું. ઘણા સમયથી આ કપલને હું ફોલો કરતી આવી છું અને હું પોતે પણ કહેતી હતી કે આ એક એવું કપલ છે કે જેને ગોલ્ડન કપલ તરીકે બોલિવૂડમાં ઓળખવામાં આવશે.

ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો

મારા ખાસ અભિનેતા અને અભિનેત્રીને મારા તરફથી કોઈ યાદગાર ગિફ્ટ મળે તેવી વાતને મારા પિતા સાથે કરી હતી અને ત્યારબાદ અમે પાંચથી છ દિવસની તૈયારી કરીને આ અનોખો બુકે બનાવ્યો છે. આ બુકેની અંદર 125 કરતાં વધારે ગોલ્ડન ફોઈલ રોઝનો ઉપયોગ કર્યો છે. મને આશા છે કે આ બુકે તેમને ખુબ જ પસંદ આવશે, અમારા પરિવારના લોકો પણ ખુશ છે કે અમે અમારા મનગમતા કલાકારોને યાદગાર ગિફ્ટ મોકલી છે.

આ પણ વાંચો: શિલ્પા શેટ્ટીની માતા સુનંદાને કોર્ટમાંથી રાહત, મેજિસ્ટ્રેટે મંજૂર કર્યા જામીન, જાણો શું છે મામલો ?

આ પણ વાંચો: Ranbir Kapoor-Alia Bhatt Wedding : લગ્નના સમાચાર વચ્ચે નીતુ કપૂરે રણબીર કપૂર માટે કહ્યું- ‘મારો દીકરો સારો પતિ બનશે’

g clip-path="url(#clip0_868_265)">