Surat : ડુમસના કાંદી ફળિયામાં અંદાજિત 4.75 કરોડના ખર્ચે ડ્રેનેજ નેટવર્ક અને સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવાશે
સુરતમાં (Surat) નવા વિસ્તારનો સમાવેશ થતા મનપાની (SMC) જવાબદારી પણ વધી ગઇ છે. તબક્કાવાર મનપા દ્વારા નવા વિસ્તારોમાં ડ્રેનેજ, પાણી, રસ્તા અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.
સુરતના (Surat) ડુમસ રોડ ખાતે આવેલા કાંદી ફળિયામાં ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પમ્પીંગ સ્ટેશન બનાવવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. આ કામગીરી માટે કુલ 4.75 કરોડનો ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે. વર્ષ 2006માં થયેલા હદ વિસ્તરણમાં કાંદી ફળિયાની બાદબાકી કરવામાં આવી હતી. ત્યારથી સ્થાનિક રહીશો પ્રાથમિક સુવિધા પુરી પાડવાની માગણી કરી રહ્યા છે. ત્યારે હવે મનપા (SMC) દ્વારા અહીં પમ્પીંગ સ્ટેશન (Pumping station) બનાવવામાં આવશે.
હદ વિસ્તરણ બાદ સુરત શહેરમાં બે નગર પાલિકા અને 27 ગામોનો સમાવેશ થયા સુરત શહેરનું ક્ષેત્રફળ વધ્યું છે. નવા વિસ્તારનો સમાવેશ થતા મનપાની જવાબદારી પણ વધી ગઇ છે. તબક્કાવાર મનપા દ્વારા નવા વિસ્તારોમાં ડ્રેનેજ, પાણી, રસ્તા અને લાઇટ સહિતની પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવી રહી છે. વર્ષ 2006માં થયેલા હદવિસ્તરણમાં વરીયાવ, કોસાડ, પુણા, ઉન સહીતના વિસ્તારોનો સમાવેશ શહેરમાં કરવામાં આવ્યો હતો. ડુમસ અને તેના આસપાસના ગામોને પણ આવરી લેવામાં આવ્યા હતા. પરંતુ ડુમસ રોડ પર આવેલું એક માત્ર કાંદી ફળિયાનો સમાવેશ શહેરમાં કરવામાં આવ્યો ન હતો.
2006ના હદ વિસ્તરણ બાદ તબક્કાવાર ડુમસ સહિતના વિસ્તારોમાં મનપા દ્વારા પ્રાથમિક સુવિધા પુરી પાડવામાં આવી હતી. પરંતુ કાંદી ફળિયાનો સમાવેશ મનપામાં નહી થતા ત્યાંના રહીશોને પ્રાથમિક સુવિધા પુરી પાડી શકાઇ નહોતી. પરિણામે વર્ષ 2006થી કાંદી ફળિયાના રહીશો પ્રાથમિક સુવિધા પુરી પાડવાની માગણી કરી રહ્યા છે.
વર્ષ 2019માં થયેલા હદ વિસ્તરણમાં કાંદી ફળિયાનો સમાવેશ સુરત શહેરમાં કરવામાં આવ્યો હતો. જેથી કાંદી ફળિયાના રહીશોને પ્રાથમિક સુવિધા પુરી પાડવાનું આયોજન મનપા દ્વારા કરવામાં આવ્યું છે. સુએઝ સિસ્ટમ પ્રસ્થાપિત કરવા માટે ડ્રેનેજ નેટવર્ક, સુએઝ પમ્પીંગ સ્ટેશનો અને રાઇઝીંગ મેઇન લાઇનો નાખવા માટે કુલ 4.75 કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો છે. આજે મળેલી ડ્રેનેજ કમિટીની બેઠકમાં આ કામોના અંદાજને બહાલી આપવામાં આવી હતી. આ સાથે વિવિધ કામો માટે કુલ 22.48 કરોડનો અંદાજ મંજુર કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો-2022ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની સ્થિતિ 2017 કરતાં પણ ખરાબ હશે: પ્રફુલ પટેલ
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો