Surat: સિંગણપોર રોડ પર બંધ મકાનમાંથી દાગીના સહિત 1.89 લાખની ચોરી, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
Surat: સિંગણપોર રોડના વિજય રાજ રો હાઉસમાં રહેતા કેટરીંગ વ્યવસાયી પરિવાર સાથે વતન ગયા હતા ત્યારે તેમના બંઘ ઘરને નિશાન બનાવી તસ્કરોએ ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
Surat: સિંગણપોર રોડના વિજય રાજ રો હાઉસમાં રહેતા કેટરીંગ વ્યવસાયી પરિવાર સાથે વતન ગયા હતા ત્યારે તેમના બંઘ ઘરને નિશાન બનાવી તસ્કરોએ ચોરી (Theft) કરી હોવાની ઘટના સામે આવી છે. ચોર 1.89 લાખના સોના-ચાંદીના દાગીનાની ચોરી કરીને ભાગી ગયા હતા. હવે ફરી એક વખત વેકેશન નો માહોલ આવતાની સાથે ચોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. કારણ કે ઉનાળુ વેકેશનમાં લોકો ફેમેલી સાથે ફરવા જતા હોય અને ઉનાળામાં ગરમીમાં લોકો પોતાના ઘરના ધાબા પર સુતા હોય તેનો લાભ તસ્કરો ઉઠવતા હોય છે. આ સમયમાં નાની મોટી ચોરીને અંજામ આપતા હોય છે. જેથી સુરત પોલીસ આ બાબતે ગંભીતથી લઈ વેકેશન પહેલા કોઈ ચોકસ પગલાં લેવા પડશે.
સુરત શહેરના કતારગામ સ્થિત સિંગણપોર રોડની વિજય રાજ રો હાઉસના ઘર નં. 17 અને 18 માં રહેતા અને કેટરીંગનો વ્યવસાય કરતા નિલેશ જયંતિલાલ ઉપાધ્યાય 13 એપ્રિલના રોજ પત્ની અને બે પુત્ર સાથે વતન મહીસાગરના ખાનપુર તાલુકાના બાકોર ગામ ખાતે શુભ પ્રસંગમાં ગયા હતા. ત્રણેક દિવસથી બંધ નિલેશના ઘરને તસ્કરોએ નિશાન બનાવી મેઇન દરવાજાની લોખંડની ગ્રીલના નકુચા અને દરવાજાનું નકુચો તોડી અંદર પ્રવેશ્યા હતા.
કબાટની તિજોરીમાંથી ચાંદીના 7 નંગ સિક્કા, ચાંદીની લક્કી, ચાંદીની ચેઇન મળી કુલ 1300 ગ્રામના દાગીના અને સોનાનો સેટ, સોનાની બે બંગડી, સોનાની પાંચ બુટ્ટી મળી 99.5 ગ્રામના દાગીના મળી કુલ રૂ. 1,89,775ની વસ્તુઓ ચોરીને ભાગી ગયા હતા. ચોરીની અંગેની જાણ પહેલા માળે ભાડેથી રહેતા હિરેના રાવળે નિલેશને જાણ કરી હતી. નિલેશે તુરંત જ તેના ભાઇ અંકિત જયંતિલાલ ઉપાધ્યાય ને કરી હતી. અંકિતે કંટ્રોલ રૂમમાં ફોન કરતા સિંગણપોર પોલીસ દોડી ગઇ હતી અને ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો