ગુજરાતમાં ડ્રગ્સને પકડવા માટે પોલીસ કટિબદ્ધ : હર્ષ સંઘવી

સુરતમાં(Surat)  રાવણ દહન(Ravan Dahan)  સમયે હાજર રહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghavi)  આ મહત્વનું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ ગુજરાતમાં ડ્રગ્સનું(Drugs)  દૂષણ નહીં ઘૂસવા દઇએ. રાજ્યમાં ડ્રગ્સને ઘુસતો અટકાવવા પોલીસ કટિબદ્ધ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2022 | 8:30 PM

સુરતમાં(Surat)  રાવણ દહન(Ravan Dahan)  સમયે હાજર રહેલા ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ(Harsh Sanghavi)  આ મહત્વનું નિવેદન આપ્યું છે.તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ ગુજરાતમાં ડ્રગ્સનું(Drugs)  દૂષણ નહીં ઘૂસવા દઇએ. રાજ્યમાં ડ્રગ્સને ઘુસતો અટકાવવા પોલીસ કટિબદ્ધ છે.સાથે જ દાવો કર્યો કે સરકારે રાજ્યના યુવાનોને ડ્રગ્સથી દૂર રાખવા પ્રયત્નો કર્યા છે..જેના કારણે જ અન્ય દેશો અને રાજ્યોની સરખામણીએ ગુજરાતના યુવાનો ડ્રગ્સના નશાથી દૂર છે. જેમાં ભવિષ્યમાં પણ ગુજરાતમાં નહીં ઘુસી શકે ડ્રગ્સ તેમજ ડ્રગ્સને પકડવા માટે પોલીસ કટિબદ્ધ છે. રાજ્ય ગૃહ પ્રધાન હર્ષ સંઘવી રાવણ દહન કાર્યક્રમમાં હજાર રહ્યા હતા. તેમજ અસત્ય પર સત્યના વિજયના પર્વમાં તે દર વર્ષે હાજર રહેતા હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના  અલગ અલગ જિલ્લાઓમાંથી ડ્રગ્સ પકડવાના સમાચાર સતત સામે આવી રહ્યા છે. જેમાં જામનગરમાંથી કરોડોની કિંમતનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો.NCBની ટીમ અને નેવી ઈન્ટેલિજન્સની ટીમ દ્વારા જોઈન્ટ ઓપરેશન હાથ ધરાયું હતું.જેમાં જામનગરના પોશ વિસ્તારમાંથી ઝડપાયો 6 કરોડની કિંમતનું MD ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. તો ડ્રગ્સ કેસમાં વધુ ત્રણ લોકોની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ કેસની સુરક્ષા એજન્સી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

ગુજરાતની દરિયાઈ પટ્ટી પર ડ્રગ્સ માફિયા ઓ સામે ગુજરાત પોલીસ  દ્વારા સર્જીકલ સ્ટ્રાઈક કર્યા બાદ વધુ એક મોટી કાર્યવાહી પોલીસે હાથ ધરી છે. ગુજરાત પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓમાં દરિયાઈ પટ્ટી અને ડ્રગ્સના લેન્ડિંગ પોઇન્ટ નજીક રહેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, કચ્છ અને પોરબંદરની દરિયાઈ પટ્ટી  પર આ કાર્યવાહી કરવા આદેશ અપાયો છે. જેના ભાગરૂપે આજે દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લામાં દરિયાઈ પટ્ટી નજીક આવેલા વિવાદિત અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં આવ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">