PM મોદી @75 : સુરતમાં વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરાઈ, સી. આર. પાટીલ રહ્યા ઉપસ્થિત, જુઓ Video

PM મોદી @75 : સુરતમાં વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરાઈ, સી. આર. પાટીલ રહ્યા ઉપસ્થિત, જુઓ Video

| Updated on: Sep 17, 2025 | 11:46 AM

વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ છે. સી. આર. પાટીલે PMના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. સીઆર પાટીલે કહ્યું હતુ કે,PMના નિર્ણયોએ ભારતની શાખ વધારી છે.ભારત આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ત્રીજા નંબરે આવવાની તૈયારીમાં છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે જન્મદિવસ છે, વડાપ્રધાન તરીકે આ તેમનો ત્રીજો કાર્યકાળ છે. આ સમયગાળા દરમિયાન, તેમણે અનેક મોટા ફેરફારો અમલમાં મૂક્યા છે, જેમાં નવી શિક્ષણ નીતિનો સમાવેશ થાય છે જે શૈક્ષણિક કરતાં સ્કિલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે.સુરતમાં વડાપ્રધાન મોદીના 75મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.કેન્દ્રીય જળ શક્તિ પ્રધાન સી. આર. પાટીલ ઉજવણીમાં સામેલ થયા હતા.

PM મોદીના લાંબા આયુષ્ય, તંદુરસ્તી માટે પ્રાર્થના કરી

પાટીલે ઈચ્છાનાથ મહાદેવના દર્શન અને જળાભિષેક કર્યો હતો. તેમજ PM મોદીના લાંબા આયુષ્ય, તંદુરસ્તી માટે પ્રાર્થના કરી હતી.દર્શન બાદ સ્વચ્છતા અભિયાનમાં સી. આર. પાટીલ જોડાયા હતા.સીઆર પાટીલે કહ્યું PM મોદીના નિર્ણયોએ દુનિયામાં ભારતની શાખ વધારી છે.”PM મોદીની એક-એક ક્ષણ, લોહીની એક-એક કણ દેશને સમર્પિત” છે.ભારત આજે વિશ્વમાં આર્થિક ક્ષેત્રે ત્રીજા નંબરે આવવાની તૈયારીમાં છે.

PM મોદીને કેટલા ભાઈ બહેનો છે, પરિવારમાં કોણ કોણ છે જુઓ અહી ક્લિક કરો