AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat Corona: કોરોનાના કેસો ઘટ્યા તો પોલીસે પણ દંડનીય કાર્યવાહી ઘટાડી દીધી, પહેલા 1600 કેસ રોજના અને હવે 400થી પણ ઓછા

કોરોના સામે લડવા હવે કડકાઈ નહીં પણ ઢીલાશ બતાવવામાં આવી રહી હોય તેવા દ્રશ્યો ઉભા થયા છે. લોકો તો બેફિકર બન્યા જ છે સાથે સાથે પોલીસે પણ દંડનીય કાર્યવાહી ઘટાડી દીધી છે.

Surat Corona: કોરોનાના કેસો ઘટ્યા તો પોલીસે પણ દંડનીય કાર્યવાહી ઘટાડી દીધી, પહેલા 1600 કેસ રોજના અને હવે 400થી પણ ઓછા
Corona's cases decrease, the police also reduce the penalties
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2021 | 9:15 AM
Share

Surat Corona:  કોરોનાના(Corona ) કેસો હવે ઓછા થઇ રહ્યા છે. લોકો તો બેફિકર બની જ ગયા છે. પણ સાથે સાથે પોલીસ દ્વારા પણ હવે કડકાઈથી કામ નથી લેવામાં આવી રહ્યું. જોકે ત્રીજી લહેરની આશંકા હજીપણ ઓછી નથી થઇ. આવું કરવા પાછળનું એક કારણ એ પણ છે કે લોકો પણ હવે લાપરવાહ થઇ ગયા છે. એપ્રિલ મેં મહિનામાં જયારે કોરોનાના સૌથી વધારે કેસો હતા ત્યારે સોશિયલ ડિસ્ટનસીંગના(Social Distancing ) ભંગ કરવા બદલ અને માસ્ક વગર ફરવા પર પોલીસ દ્વારા 76,671 વ્યક્તિઓ પર દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે હવે જૂન અને જુલાઈ મહિનામાં 32,396 વ્યક્તિઓ પર પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસ એપ્રિલ 2021માં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ નિયમન ભંગ બદલ રોજના 1600 જેટલા વ્યક્તિઓને દંડ(Penalty)  કરતી હતી જો કે હવે ફક્ત 369 વ્યક્તિઓને જ દંડ ફટકારવામાં આવી રહ્યો છે. પોલીસનું કહેવું છે કે કોરોનાના કેસો ઓછા થવાના કારણે હવે ટ્રાફિક અને સાઇબર ક્રાઇમ(Cyber Crime ) પ્રત્યે વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

આંકડા પ્રમાણે નજર કરવા જઈએ તો

મહિનો              સોશિયલ ડિસ્ટનસિંગ                  માસ્ક જાન્યુઆરી               4291                                 22,002 ફેબ્રુઆરી                1381                                      4824 માર્ચ                       2433                                   13,035 એપ્રિલ                    6178                                  42,029 મે                           3802                                  24,662 જૂન                        2865                                   18,072 જુલાઈ                   2424                                      9035

આમ હવે કોરોનાના કેસો ઓછા થતા પોલીસે પણ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગના ભંગ બદલ લોકોને દંડ કરવાનું ઓછું કર્યું છે. હવે કડકાઈ નહીં પણ ફક્ત ઢીલાશ જ વાપરવામાં આવી રહી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. જેનો લાભ લોકો પણ લઇ રહ્યા છે. અને બેફિકર બનીને ફરી રહ્યા છે. જે ત્રીજી લહેરને આમંત્રણ આપવા માટે પૂરતું દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો :

Surat : ફેડરેશન ઓફ ટેક્સટાઇલ એસોસિએશનની માર્કેટના કામદારોનું પોલીસ વેરીફિકેશન કરાવવા માલિકને સૂચના

SURAT : શહેરમાં એક પછી એક 2 શાળાના 3 વિદ્યાર્થીઓ કોરોના સંક્રમણનો શિકાર બન્યા

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">