Corona Update : સુરત જિલ્લો બન્યો કોરોના ફ્રી , સુરત શહેરમાં ફક્ત એક જ કેસ, રિકવરી રેટ 98 ટકાને પાર
સુરતમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 17 છે. જે પૈકી ફક્ત 4 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 2 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં, 1 દર્દી સ્મીમેર હોસ્પિટલમાં જ્યારે 1 દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.95 ટકા થઈ ગયો છે.
સુરતમાં(Surat ) કોરોનાના (Corona )નહિવત પ્રમાણમાં કેસો આવતા શહેરમાં રવિવારે એક જ કેસ નોંધાયો હતો . ત્યારે સુરત જિલ્લો (rural )આજે કોરોના ફ્રી થયો હતો . જોકે ગ્રામ્યના બારડોલી તાલુકામાં એક આધેડ મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું . શહેર – જિલ્લામાં મળીને 15 દર્દી કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા હતા .
કોરોનાની મહામારીનો હવે અંત આવવા લાગ્યો છે . કોરોનાએ શહેર જિલ્લામાં પ્રથમ અને બીજી શહેરમાં હાહાકાર મચાવ્યો હતો . બીજી લહે૨ માં તો ઓક્સિજન અછત સર્જાતા ઘણા દર્દીઓના મૃત્યુ થઇ ચૂક્યા હતા . ત્યારે કોરોનાની ત્રીજી લહેરની અટકળો વચ્ચે તો કોરોના ગરજયો પણ વરસ્યો નહીં તેવી સ્થિતિ રહી હતી . કોરોનાના કેસો તો 5 હજારને પાર પહોંચ્યાં પણ તેના 10 ટકા લોકોજ હોસ્પિટલમાં દાખલ થયા હતા .
રવિવારે શહેરમાં કોરોનાનો એક કેસ અઠવા ઝોનમાં કેસ નોંધાયો હતો . તે સાથે અત્યાર સુધીમાં શહે૨ માં 1,62,170 કેસો નોંધાઇ ચૂક્યા છે . જેની સામે 08 દરદીઓ કોરોનામાં સાજા થતા કુલ 1,60,472 દર્દીઓ સજા થયા છે .ગ્રામ્યમાં કોરોનાની ત્રીજી લહેરની અટકળોમાં શરૂ થયેલા કેસોમાં આજે એક પણ કેસ નહીં નોંધાતા ગ્રામ્ય વિસ્તાર કોરોના ફ્રિ બન્યો હતો . જોકે બારડોલી વિસ્તારના કરોદ ગામમાં રહેતી 50 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું . એ સાથે જ મોતનો આંકડો 558 પર પહોંચ્યો છે . ત્યારે ગ્રામ્યમાં 07 દરદીઓ સારવાર દરમિયાન સાજા થયા હતા .
સુરતમાં કોરોનાના એક્ટિવ દર્દીઓની સંખ્યા 17 છે. જે પૈકી ફક્ત 4 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 2 દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં, 1 દર્દી સ્મીમેર હોસ્પિટલમાં જ્યારે 1 દર્દી ખાનગી હોસ્પિટલમાં દાખલ છે. કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.95 ટકા થઈ ગયો છે.
આમ શહેર અને જિલ્લામાંથી કોરોનાએ વિદાય લેતા આખરે વહીવટી તંત્રે પણ રાહત અનુભવી છે. અને જનજીવન પણ પૂર્વવત બની જતા શહેરીજનો માટે પણ મોટો હાશકારો થયો છે. નોંધનીય છે કે કોરોનાના ઘટતા કેસોને કારણે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે ધન્વંતરિ રથ પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે. અને ટેસ્ટિંગ પણ હવે ઓછું કર્યું છે. તે જ દર્શાવે છે કે શહેરમાં અને જિલ્લામાં હવે કોરોનાની સ્થિતિ કાબુમાં આવી ચુકી છે.
આ પણ વાંચો :