નિલેશ કુંભાણી સામે કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષમાંથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ

|

Apr 26, 2024 | 4:16 PM

સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસે મોટી કાર્યવાહી કરી છે. ટેકેદારો હાજર ન રહેતા કુંભાણી ફોર્મ રદ થયુ હતુ જે બાદથી કુંભાણી પોતાના ઘરેથી ગાયબ છે ત્યારે આજે કોંગ્રેસે તેમને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

નિલેશ કુંભાણી સામે કોંગ્રેસની મોટી કાર્યવાહી, પક્ષમાંથી 6 વર્ષ માટે કર્યા સસ્પેન્ડ
Nilesh kumbhani suspended from the congress

Follow us on

સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસને શિસ્ત સમિતિએ મોટી કાર્યવાહી કરી છે. ત્યારે આજે કોંગ્રેસે કુંભાણીને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે. મળતી માહિતી મુજબ ફોર્મ અમાન્ય ઠરવા બદલ નિષ્કાળજીને લઈને તેમજ કોંગ્રેસને કોઈ ખુલાસો ન કરતા કુંભાણીને સસ્પેન્ડ કરવાનો લેવાયો નિર્ણય લેવામાં આવ્યો. કુંભાણી હાલ ક્યા છે તે અંગે પણ કોઈ જાણકારી નથી જેને લઈને કોંગ્રેસમાં કુંભાણીને લઈને રોષ જોવા મળી રહ્યો છે.

શું છે સમગ્ર મામલો?

સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ નિલેષ કુંભાણીના ફોર્મમાં મોટી ખામી આવી હતી. જેમાં કુંભાણીના ટેકેદારો અને તેમની સહિ અયોગ્ય ઠરી હતી જે બાદ કાર્યવાહી થઈ હતી અને કલેક્ટર કચેરીએ તપાસ માટે બોલાવામાં આવ્યા હતા જે બાદ એક દિવસનો સમય પણ કુંભાણીને આપવામાં આવ્યો હતો. તેમ છત્તા કુંભાણી તેમના ટેકેદારોને હાજર કરી શક્યા ન હતા અને અંતે ફોર્મ રદ થયુ હતુ. જે બાદથી કુંભાણીને લઈને કોંગ્રેસમાં વિરોધ ચાલી રહ્યો છે.

કોંગ્રેસમાં કુંભાણીનો વિરોધ

કુંભાણીનુ ફોર્મ રદ થતા જ તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે જેને લઈને કોંગ્રેસ તેમનો સતત વિરોધ કરી રહી છે ઘર પર પોસ્ટર લગાવી કોઈ જનતાનો ગદ્દાર, હત્યારો કહી રહ્યા છે તો કોઈ મારીનાખવાની ધમકી આપી રહ્યા છે ત્યારે આ કુંભાણીનો હજુ સુધી કોઈ અતોપતો મળ્યો નથી. જે બાદ કોંગ્રેસે કુંભાણી પર મોટી કાર્યવાહી કરી છે અને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા છે.

આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ

કુંભાણી સામે ન આવતા હવે પક્ષ માંથી બહાર

ફોર્મ રદ થયાના તે જ દિવસથી નિલેશ કુ઼ંભાણીના ઘરે તાળા જોવા મળ્યા હતા પત્ની પર 4 દિવસ બાદ ઘરે પરત ફરી હતી પણ હજુ કૂંભાણી ક્યાં છે તે અંગે કોઈ જાણકારી નથી, ગઈકાલે કુંભાણીના પક્ષમાં કેટલાક સાક્ષીઓ પર સામે આવ્યા હતા પણ ફરી આજે તેમનો પણ કોઈ અતોપતો નથી ત્યારે હવે કોંગ્રેસની શિસ્ત સમીતીએ નિલેશ કુંભાણીને પક્ષ માંથી 6 વર્ષ માટે દૂર કરવાનો નિર્ણય લીધો છે. કોંગ્રેસની આ કુંભાણી પર મોટી કાર્યવાહી છે.

 

Published On - 1:28 pm, Fri, 26 April 24

Next Article