સુરત ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી, 6 વર્ષના ખોવાયેલા બાળકને હેમખેમ ઘરે પહોંચાડયો
સુરત ટ્રાફિક પોલીસે બાળક પાસે રહેલી સ્કૂલની માહિતીના આધારે બાળકની સ્કૂલનો કોન્ટેક કર્યો હતો હતો. તાત્કાલિક સ્કૂલમાથી બાળકના ધરનું સરનામું મેળવી તેના ધર સુધી બાળકને આ ટ્રાફિકના જવાનો મુકવા માટે ગયા હતા
સુરત(Surat)ટ્રાફિક પોલીસનો(Traffic) માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતના સહારા દરવાજા નજીક આશરે 6 વર્ષ નું એક બાળક(Mising Child) રડતું હતું ત્યારે ત્યાં હાજર ટ્રાફીક પોલીસ જવાનોની નજર તેના પર પડતાની સાથે બાળકને બોલાવી પૂછપરછ કરતા બાળક હેબકાઈ ગયું હતું કારણ કે બાળક ભૂલું પડી ગયું હતું
જો કે તેની બાદ પોલીસે બાળક પાસે રહેલી સ્કૂલની માહીતીના આધારે બાળકની સ્કૂલનો કોન્ટેક કર્યો હતો હતો. તાત્કાલિક સ્કૂલમાથી બાળકના ધરનું સરનામું મેળવી તેના ધર સુધી બાળકને આ ટ્રાફિકના જવાનો મુકવા માટે ગયા હતા. આમ તો પોલીસનો આ બીજો ચહેરો છે આપણે અવારનવાર પોલીસ માટે ખોટું વિચારતા હોય છે પણ પોલીસની આવી છબીઓ પણ સામે આવતી હોય છે.
જ્યારે આ બાબતે ઉચ્ચ અધિકારીઓ જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ ટ્રાફિકના જવાનોને પીઠ થબથબાવી હતી.સુરત ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલની માહિતીના આધારે બાળકનું સરનામું રાજીવનગર,સરદાર નગર પોલીસ ચોકી પાસે પુણા શોધી તેના વાલી અજય સિંહ રાજપૂત ને સોંપેલ હતો.
આજરોજ તા 9-10-21 ના કલાક 15:00 વાગે સહારા દરવાજા ખાતે આશરે 6 વર્ષ નું એક બાળક રડતું રડતું ટ્રાફીક પોલીસ ને મળી આવેલ જે બાળક ઘરે થી ભુલુ પડી ગયેલ હોઈ બાળક ની સ્કૂલ ની માહીતી ના આધારે બાળક નું સરનામું રાજીવનગર, pic.twitter.com/AQ5V31rzDb
— Harsh Sanghavi (@sanghaviharsh) October 9, 2021
જ્યારે આ સારી કામગીરી કરનાર રીજીયન -2 ટ્રાફીક પોલીસ ના HCરાજેશભાઈ વાલજીભાઈ તથા TRB જયકુમાર તથા મોહસીનના બાળકના ઘરે પહોંચ્યા ત્યારે પરિવાર ચિંતામાં હતું અને પરિવાર થોડા સમય માટે ચિંતમાં મુકાયું કે કેમ પોલીસ અહીં આવી બાદમાં પોતાના બાળકને જોતા જ પરિવાર ખુશખુશાલ થઈ ગયું હતું.
આ પણ વાંચો : ગાંધીનગર પોલીસે શરૂ કરી શિવાંશના પિતા અને સચિનની પત્નીની પૂછપરછ, ગ્રીન સીટીના મકાનમાં સર્ચ
આ પણ વાંચો : Gandhinagar : સ્મિત બાળકને ત્યજી દેવાનો મામલો, આરોપી સચિન દિક્ષીતને પોલીસે ઝડપી લીધો, વહેલી સવારે ગાંધીનગર લવાયો