Breaking News : ડુમસ વિસ્તારમાં દારૂ પાર્ટી કરનારા 6 વેપારીની ધરપકડ કરાઈ, મોબાઇલ સહિત 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત

Breaking News : ડુમસ વિસ્તારમાં દારૂ પાર્ટી કરનારા 6 વેપારીની ધરપકડ કરાઈ, મોબાઇલ સહિત 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત

| Edited By: | Updated on: Aug 17, 2026 | 12:54 PM

સુરતના ડુમસ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી ફરી દારૂ પાર્ટી ઝડપાય છે. રાજહંસ બેલીઝામા બી ટાવર 1317 નંબરના ફ્લેટમાં ચાલી રહી હતી પોલીસે 14 દારૂની બોટલ 8 મોબાઈલ એક કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ પાર્ટી કરનારા 6 વેપારીની ધરપકડ કરાઈ છે.

સુરત શહેરના ડુમસ વિસ્તારમાં જન્મદિવસ પર દારૂ પાર્ટીનો મામલો સામે આવ્યો છે. દારૂ પાર્ટીમાં કોલેજ સ્ટુડન્ટ્સની પણ સંડોવણી હોવાનો ખુલાસો થયો છે.પાર્ટીમાં કોણ કેટલો દારૂ પીશે તે અંગે રમત રમાઈ રહી હતી. ફાર્મ હાઉસમાંથી અલગ-અલગ પોસ્ટર અને ગેમ્સ મળી આવી હતી.મેહિફલમાં પ્રવેશવા માટે પોસ્ટર અને ડ્રિંકિંગના ગેમ્સ બોર્ડ ઝડપાયા હતા.દારૂની મહેફિલ મામલે ACP શ્વેતા ડેનિયલનું નિવેદન સામે આવ્યું છે. બાતમીના આધારે ડુમસમાં બાપુજીની વાડી ફાર્મ હાઉસમાં રેડ પડાઈ હતી.

મોબાઇલ સહિત 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત

યુવતીનો જન્મદિવસ હોવાથી મિત્રોએ બર્થ ડે પાર્ટી રાખી હોવાનો ખુલાસો થયો છે.દારૂની બોટલો, કાર, મોબાઇલ સહિત 1.67 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.દારૂની મહેફીલમાં 14 યુવાઓ અને 8 મહિલાઓ મળીને 22ની ધરપકડ કરવામાં આવી છે. પ્રોહીબિશન એક્ટનો ગુનો નોંધી દારૂ ક્યાંથી લાવ્યા તે દિશામાં તપાસ શરૂમહત્વનું છે કે, નબીરાઓએ કોઈપણ જાતના ડર વગર પોલીસ સ્ટેશન અને વ્યસન મુક્તિ કેન્દ્રની નજીકમાં આવેલા ફાર્મ હાઉસમાં બર્થ-ડે પાર્ટીના નામે બિન્દાસ્તપણે હાઈ-પ્રોફાઈલ મહેફિલ યોજી હતી.

યુવકો અને યુવતીઓ દારૂની લીજ્જત માણી

જોકે, આ અંગે ડુમસ પોલીસને બાતમી મળતાં જ દરોડા પડાયા હતા. દારૂની મહેફિલમાં નશો પીરસવા માટે ‘લુડો’ જેવી ગેમ ગોઠવવામાં આવી હતી. કોણ કેટલો દારૂ પીશે તેનો નિર્ણય પાસો ફેંકીને કરવામાં આવતો હતો. ગેમ બોર્ડ પર ‘શોર્ટ ડ્રિંક’થી લઈને ‘લેડીઝ ડ્રિંક’ જેવા નિયમો પણ લખેલા હોવાનું સામે આવ્યું છે.

બોર્ડ પર ‘શોર્ટ ડ્રિંક’, ‘બે શોર્ટ ડ્રિંક્સ’, ‘યંગસ્ટર્સ ડ્રિંક’, ‘એવરીવન ડ્રિંક’ તેમજ ખાસ કરીને ‘લેડીઝ ડ્રિંક’ જેવા વિવિધ ટાસ્ક હતા. રમતમાં જે ખાનામાં પાસો પડે તે મુજબ યુવકો અને યુવતીઓ દારૂની લીજ્જત માણી રહ્યા હતા.જો કે હાલ તમામ નબીરાઓને રંગેહાથ ઝડપીને તમામ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરાઈ છે.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. અહી ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.