Breaking News : રાહુલ ગાંધીએ સજા સામે કરેલી અપીલના કેસમાં ફરિયાદી પૂર્ણેશ મોદીએ રજૂ કરી વાંધા અરજી, 13મી એપ્રિલે હાથ ધરાશે વધુ સુનાવણી
Surat News : સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરતા તેમને સ્ટે ઓફ કન્વેકશન માટેની અપીલ કરી છે. એ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજુ કરવા માટે હુકમ કર્યો હતો.

માનહની કેસ મામલે રાહુલ ગાંધીને સુરત કોર્ટે બે વર્ષની સજા સંભળાવી હતી. ત્યારબાદ આ ચુકાદાને રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં પડકાર્યો છે. કોર્ટમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે પરની વધુ સુનાવણી 13 એપ્રિલના રોજ હાથ ધરાવાની છે. જો કે તે પહેલા 11 એપ્રિલ સુધીમાં ફરિયાદી પક્ષે પોતાનો જવાબ રજૂ કરવા કોર્ટ તરફથી જણાવવામાં આવ્યુ હતુ. ત્યારે પૂર્ણેશ મોદીએ આજે કોર્ટમાં જવાબ રજૂ કર્યો છે.
આ પણ વાંચો-જુનિયર કલાર્કની પરીક્ષા આપવા સુરત ગયેલી યુવતી ખાધો ફાંસો, અનેક તર્કવિતર્ક, જુઓ Video
જવાબમાં કાયદાકીય મુદ્દા રજૂ કરવામાં આવ્યા
સુરતમાં રાહુલ ગાંધી માનહાની કેસ મામલે આજે પૂર્ણેશ મોદીએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાળા દ્વારા આજે જવાબમાં કાયદાકીય મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. પૂર્ણેશ મોદીના વકીલ દ્વારા વાંધા અરજી રજૂ કરવામાં આવી હતી.
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીએ સુરત સેશન્સ કોર્ટમાં નીચલી કોર્ટના ચુકાદાને પડકારતી અરજી દાખલ કરી હતી. ત્યારે આ કેસમાં 13મી એપ્રિલે કેસની આગામી સુનાવણી હાથ ધરાવાની છે.
સ્ટે ઓફ કન્વેક્શનને લઈને વાંધા રજૂ થયા
રાહુલ ગાંધીને નીચલી કોર્ટ દ્વારા બે વર્ષની સજા ફટકારવામાં આવી છે જેને કારણે તેમનો સાંસદ પદ પણ રદ થઈ ગયું છે. રાહુલ ગાંધીએ કર્ણાટકના કોલાર ખાતે ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના સંબોધનમાં મોદી નામની અટકવાળા ચોર હોય છે, આ પ્રકારની વાત કરી હતી. જેને લઈને સુરત પશ્ચિમ બેઠકના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. રાહુલ ગાંધીને બે વર્ષની સજા કરતા તેમને સ્ટે ઓફ કન્વેકશન માટેની અપીલ કરી છે. એ અપીલની સુનાવણી હાથ ધરવામાં આવે તે પહેલા કોર્ટે મૂળ ફરિયાદીને વાંધા હોય તો રજુ કરવા માટે હુકમ કર્યો હતો.
નીચલી કોર્ટે ગ્રાહ્ય રાખેલા પૂરાવા સામે રજૂ કરાયા મુદ્દા
ફરિયાદી પક્ષના એડવોકેટ કેતન રેશમવાળાએ જણાવ્યું કે 13 તારીખે રાહુલ ગાંધી દ્વારા જે અપીલ કરવામાં આવી છે. તેના ઉપર સુનાવણી હાથ ધરવામાં આવશે. તે પહેલા નામદાર કોર્ટે મૂળ ફરિયાદી પક્ષને વાંધા રજૂ કરવાનો હુકમ કરાતા આજે અમે વાંધા રજૂ કર્યા છે. જેમાં કાયદાકીય મુદ્દાઓને પણ આવરી લેવામાં આવ્યા છે. તેમ જ રાહુલ ગાંધીના કેરેક્ટરને લઈને પણ કેટલીક બાબતો રજૂ કરવામાં આવી છે. નીચલી કોર્ટ દ્વારા જે પુરાવાઓને ગ્રાહ્ય રાખવામાં આવ્યા છે. તે પુરાવા વાંધા અરજી સાથે મૂકવામાં આવ્યા છે. જેની એક કોપી બચાવ પક્ષના વકીલને પણ આપવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…