Biparjoy Cyclone Effect: સુરતમાં વાવાઝોડાના કારણે સ્ટ્રીટ લાઇટનો થાંભલો બાઈક સવાર દંપતી પર પડ્યો, મહિલાને માથાના ભાગે ઈજા
બિપોરજોય વાવાઝોડાના કારણે શહેરમાં ભારે પવન ફુકાઈ રહ્યો છે. શહેરમાં પવનની ગતિ 50 કિલોમીટરથી વધારે છે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા સહિતના બનાવો બની રહ્યા છે. ત્યારે કોઝવે નજીક સ્ટ્રીટ લાઇટનો થાંભલો તૂટી પડ્યો હતો.
Biparjoy Cyclone : બિપોરજોય વાવાઝોડાના કારણે શહેરમાં ભારે પવન ફુકાઈ રહ્યો છે. શહેરમાં પવનની ગતિ 50 કિલોમીટરથી વધારે છે. જેના કારણે વૃક્ષો ધરાશાયી થવા સહિતના બનાવો બની રહ્યા છે. ત્યારે કોઝવે નજીક સ્ટ્રીટ લાઇટનો થાંભલો તૂટી પડ્યો હતો. થાંભલો બાઈક સવાર દંપતી પર પડતા મહિલાને ઈજા થઈ હતી. જેથી તેણીને સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
મહિલા પતિ સાથે જઈ રહી હતી ત્યારે બની દુર્ઘટના
મહિલા પોતાના પતિ સાથે બાઈક પર બેસીને જઈ રહી હતી. તે સમય દરમિયાન વાવાઝોડાની અસરના કારણે ભારે પવન ફૂંકાતા સ્ટ્રીટ લાઈટનો થાંભલો પડ્યો હતો. જેથી બાઇકની પાછળ બેઠેલી મહિલાની માથાના ભાગે ઈજા થઈ છે. જેથી મહિલાને ઈજા પહોંચી હતી. મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક ધોરણે સ્થાનિકો દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
તાત્કાલિક વીજ પ્રવાહ બંધ કરાયો
સ્ટ્રીટ લાઈટનો થાંભલો બાઈક સવાર દંપતી પર પડ્યો હતો. જેમાં મહિલાને ઈજા પહોંચતા તાત્કાલિક 108ને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ વીજ પ્રવાહ પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને થાંભલો હટાવવાની કામગીરી કરીને રસ્તો ક્લિયર કર્યો હતો.
જામનગરમાં આશરે 100 વર્ષ જુનૂ રેલવે સ્ટેશન તોડી પાડવામાં આવ્યુ
આશરે 100 વર્ષ જુનૂ રેલવે સ્ટેશનને (railway station) તોડી પાડવામાં આવ્યુ છે. તંત્ર દ્વારા સાવચેતીના ભાગ રૂપે બુલડોઝર ફેરવી આ જર્જરીત હાલતમાં રહેલા જુના રેલવે સ્ટેશનને તોડી પાડવામાં આવ્યુ છે.જામનગરમાં વાવાઝોડાને લઈને જિલ્લા તંત્ર એક્શન મોડમાં છે. JMCના કમિશનરે વાવાઝોડાને લઈને પ્રતિકિયા આપી છે. જામનગર શહેરમાં વાવાઝોડાની અસર થવાની શક્યતા છે. તારીખ 14 અને 15 જૂનના રોજ શહેરમાં 80 વધુ KMPSની ઝડપે પવન ફૂંકાશે.
પોરબંદરમાં દરિયા કાંઠે આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી
પોરબંદરમાં દરિયા કાંઠે આવેલી ઇન્દ્રેશ્વર મહાદેવ મંદિરની દિવાલ ધરાશયી થઇ છે. દરિયાના મોજા ઉછળીને દિવાલ સાથે અથડાતા દિવાલને નુકસાન થયુ છે. તો બીજી તરફ દ્વારકામાં ભારે પવનના કારણે શેડ ઉડ્યો છે. વોક વે પાસે બનાવેલા શેડને નુકસાન થયુ હોવાનું સામે આવ્યુ છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો