Biparjoy Cyclone: છેલ્લા 2 કલાકમાં સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં વરસ્યો જોરદાર વરસાદ, જુઓ Video
ચોમાસાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. માત્ર 2 કલાકમાં જ સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.
Biparjoy Cyclone : ચોમાસાના આગમન પહેલા જ સૌરાષ્ટ્રના કેટલાંક જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે. માત્ર 2 કલાકમાં જ સૌરાષ્ટ્રના 17 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ દ્વારકાના ખંભાળિયામાં 3 ઇંચ વરસાદ પડ્યો છે. રાજકોટના ઉપલેટામાં 2 ઇંચ, જામજોધપુર, મેંદરડા, વંથલ અને ગીર ગઢડામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. જૂનાગઢ અને કલ્યાણપુરમાં પણ માત્ર બે કલાકમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો. સૌરાષ્ટ્રના માળીયા હાટીના, કેશોદ, પોરબંદર, રાણાવાવ, ભાણવડમાં 1 ઇંચ વરસાદ વરસ્યો છે.
જૂનાગઢ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ખાબક્યો વરસાદ
તો બીજી તરફ માંગરોળમાં 5.5, વંથલીમાં 5, માણાવદરમાં 4.25 ઈંચ વરસાદ વરસ્યો છે તો આ તરફ જૂનાગઢ શહેરમાં 4 ઈંચ અને ગ્રામ્ય વિસ્તારમાં 3.5 ઈંચ વરસાદ વરસ્યો છે. ઉપલેટા, વિસાવદર, ભાણવડમાં 3 ઈંચ વરસાદ વરસ્યો છે. કુતિયાણા અને કોડિનારમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર, જામજોધપુર, ઉનામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. ખંભાળિયા, કાલાવડ, જામકંડોરણા, ખાંભા, જેતપુરમાં 1-1 ઈંચ વરસ્યો છે.
બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
