કચ્છ : ભુજ તાલુકા પંચાયતમાં શંકાસ્પદ આગ ! બળી ગયેલા મનરેગા રેકર્ડની તપાસ માટે TDOને પત્ર !
ગઇકાલે રાત્રે આગ લાગ્યા બાદ આજે વિવિધ તાલુકા પંચાયત સદસ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. અને તાલુકા પંચાયત કચેરીમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલતી હતી. જો કે તાલુકા પંચાયતના જવાબદારોએ ન્યાયીક તપાસ સાથે મહત્વના દસ્તાવેજો સુરક્ષીત હોવાનો દાવો કર્યો છે.
માર્ચ મહિનાના અંતમાં કેટલાક સ્થળો પર લાગતી આગ શંકા પ્રેરતી હોય છે. અત્યાર સુધી અનેક કિસ્સાઓમાં માર્ચ મહિના પહેલા આગ (Fire) લાગવાના અસંખ્ય બનાવો બન્યા છે. ત્યારે ભુજ (Bhuj) તાલુકા પંચાયત કચેરીમાં ગઇકાલે લાગેલી આગ એ પણ અનેક સવાલો ઉભા કર્યા છે. ગઇકાલે રાત્રે અચાનક જીલ્લા પંચાયત કચેરીના(District Panchayat Office )કમ્પાઉન્ડમાં હંગામી બનેલ સેડમાં અચાનક આગ લાગી હતી. અને પંચાયત કચેરીના તમામ પદ્દાધીકારી અને અધિકારીઓ દોડતા થયા હતા. જો કે ફાયર વિભાગે સમયસર કામગીરી કરી ઝડપથી આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ આગની ઘટનામાં અગત્યનો રેકર્ડ બળીને ખાખ થઇ ગયો છે. જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ શોર્ટ સક્રિટ અથવા કમ્પાઉન્ડ બહાર કચરો બળતા આગ લાગી હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે. જોકે જીલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્ય શાંતીબેન રાજેશ આહિરે મામલાની ન્યાયીક તપાસ માટે TDO ને પત્ર લખ્યો છે.
તપાસ માટે CCTV સાચવી રાખજો
ગઇકાલે રાત્રે આગ લાગ્યા બાદ આજે વિવિધ તાલુકા પંચાયત સદસ્યો સ્થળ પર દોડી આવ્યા હતા. અને તાલુકા પંચાયત કચેરીમાં અનેક પ્રકારની ચર્ચાઓ પણ ચાલતી હતી. જો કે તાલુકા પંચાયતના જવાબદારોએ ન્યાયીક તપાસ સાથે મહત્વના દસ્તાવેજો સુરક્ષીત હોવાનો દાવો કર્યો છે. જો કે તાલુકા પંચાયતના પધ્ધર બેઠકના સદસ્યએ ન્યાયીક તપાસ માટે TDO ને પત્ર લખ્યો છે. જેમાં મનરેગા કામોને લઇને અગાઉ પણ તાલુકા પંચાયત કચેરી ભુજ ચર્ચામાં રહી છે. અને કર્મચારીઓ જેલ ભેગા પણ થયા છે. તો તાજેતરમાં પણ મનરેગા કામોમા થયેલા કથીત ભષ્ટ્રાચારને લઇને ભુજ તાલુકા પંચાયત ચર્ચામાં છે. ત્યારે મનરેગા કામોના રેકર્ડ આગમાં બળી જવાની ઘટનાની ન્યાયીક તપાસ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. તો સાથે જે રેકર્ડ બચ્યો છે તેની તપાસ સાથે તારીખ 15 અને 16 માર્ચના CCTV કેમેરા ચેક કરી તેની સીડી બનાવી એફ.એસ.એલની મદદથી તટસ્થ તપાસ કરવામાં આવે
તાલુકા પંચાયતની પાકી ઇમારત હોવા છતાં વર્ષોથી રેકર્ડને હંગામી સેડમાં રાખવામાં આવ્યા છે. તેવામાં ગઇકાલે અચાનક લાગેલી આગ શંકાપ્રેરક છે. કેમકે અન્ય રેકર્ડ નહી પરંતુ જેને લઇને તાલુકા પંચાયત કચેરી ભુજ ચર્ચામાં છે. તેવા મનરેગા કામોનો રેકોર્ડ બળી જતા અનેક સવાલો સાથે ન્યાયીક તપાસની માંગ થઇ રહી છે. જો કે હાલ રેકર્ડ તપાસણીનુ કાર્ય ચાલુ છે. અને યોગ્ય તપાસ બાદ જ આગ લાગવાનુ ચોક્કસ કારણ સામે આવે તેમ છે.
આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન’ એમ્પાવરમેન્ટ રાઇડ-2022નું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું
આ પણ વાંચો : સુરતના કાપોદ્રા વિસ્તારમાં નેપાળી યુવતીની હત્યા મામલે મોટો ખુલાસો, પ્રોપટીની બબાલમાં પતિએ જ પતાવી દીધી