AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bardoli : મોડે મોડે જિલ્લાનું વહીવટી તંત્ર પણ રખડતા ઢોર મામલે થયું સક્રિય, રાત્રી દરમ્યાન ઢોર પકડવાની કરી કામગીરી

છેલ્લા ઘણા દિવસોથી રાત્રિ (Night )દરમિયાન રખડતા ઢોરે ઉત્પાત મચાવ્યો હતો.  અને રખડતા ઢોરોની અડફેટે જાનહાનિ ની પણ ઘટનાઓ બની હતી. 

Bardoli : મોડે મોડે જિલ્લાનું વહીવટી તંત્ર પણ રખડતા ઢોર મામલે થયું સક્રિય, રાત્રી દરમ્યાન ઢોર પકડવાની કરી કામગીરી
operations to catch cattle during the night in Bardoli (File Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2022 | 2:09 PM
Share

સુરત (Surat )જિલ્લાના બારડોલીમાં (Bardoli )રખડતા ઢોરો મામલે પાલિકાએ મોડી રાત્રે કાર્યવાહી હાથ ધરી હતી.  અને ગાંધી(Gandhi Road ) રોડ પરથી રખડતા ઢોરનો પકડી ગૌશાળામાં મૂકવામાં આવ્યા હતા. રખડતા ઢોરોનો ત્રાસ માત્ર શહેરોમાં જ નહીં પરંતુ નાના નગરો અને ગામડાઓમાં પણ સૌથી વધારે જોવા મળે છે. પશુપાલન અને ખેતી સૌથી વધારે થતી હોય અહીં પશુઓ ની સંખ્યા સૌથી વધારે હોય છે. પણ કેટલીક વાર આ ન્યુસન્સ વધી જવાને કારણે બીજા નાગરિકોને સહન કરવાનો વારો આવે છે.

જોકે હાઇકોર્ટ ના આદેશ બાદ સુરત જિલ્લાનું વહીવટી તંત્ર રખડતા ઢોરો મામલે સક્રિય થયું છે . સુરત જિલ્લાના બારડોલી માં છેલ્લા ઘણા દિવસોથી રાત્રિ દરમિયાન રખડતા ઢોરે ઉત્પાત મચાવ્યો હતો.  અને રખડતા ઢોરોની અડફેટે જાનહાનિ ની પણ ઘટનાઓ બની હતી.  જેથી મોડી રાત્રે બારડોલી પાલિકા એ નગરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી શરૂ કરી હતી.

મોડી રાત્રે ગાંધી રોડ પર દેસાઈ માર્કેટ  થી લીનીયર બસ સ્ટોપ તરફ ના માર્ગ પર રખડતા ઢોરોને પકડવામાં આવ્યા હતા. જાહેર માર્ગ પર અડીંગો જમાવીને બેઠેલા 8 જેટલા ઢોરો ને  પાલિકા એ પકડી ને માણેકપુર ખાતે આવેલ ગૌશાળામાં  મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જોકે પાલિકા તંત્ર દ્વારા રાત્રી દરમિયાન જ નહીં પરંતુ દિવસ દરમિયાન પણ નગરના અનેક માર્ગો પર રખડતા ઢોરો અડીંગો જમાવીને માર્ગને અવરોધ રૂપ થાય છે . જેથી આવા વિસ્તારો માં દિવસ દરમિયાન પણ પાલિકા રખડતા ઢોરોને પકડવાની કાર્યવાહી હાથ ધરે એ પણ જરૂરી થઈ પડ્યું છે. સ્થાનિકોને આશા છે કે નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી માત્ર દેખાડો નહીં પરંતુ રોજિંદી કામગીરી બની જાય તો લોકોને મોટી રાહત થાય એમ છે.

Input Credit Jignesh Mehta (Bardoli )

g clip-path="url(#clip0_868_265)">