Surat: સુરતમાંથી બાંગ્લાદેશી શખ્શ ઝડપાયો, SOG એ ઓળખના નકલી દસ્તાવેજ કબજે કર્યા
સુરતમાંથી બાંગ્લાદેશી શખ્શને SOG ટીમે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની પાસેથી બોગસ ડોક્યુમેન્ટના આધારે બનાવેલા ભારતીય આધાર કાર્ડ, પાનકાર્ડ અને ચુંટણીકાર્ડ કબજે કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે
સુરત માં SOG ટીમે સ્ટાફ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે એક બાંગ્લાદેશી ઇસમ સુરતમાં રહે છે. આરોપી શખ્શ ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા પોતાના નામના આધાર પુરાવા બનાવ્યા છે. બાતમીના આધારે SOG ટીમે આરોપી મોહમ્મદ સોહાગબાબુ મોહમ્મદ ઇસરાઈલ મુલ્લાને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ત્રણ અલગ અલગ નામવાળા ભારતીય આધાર કાર્ડ, એક પાન કાર્ડ તથા એક ચુંટણી કાર્ડ અને બે મોબાઈલ ફોન મળી કુલ 40 હજારની મત્તા કબજે કરી હતી.
પોલીસે તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, આરોપી વર્ષ 2017 માં બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને ભારતમાં ગેરકાયદેસર રીતે પ્રવેશી રાંદેર વિસ્તારમાં રહેતો હતો. તે દરમ્યાન પોતાની ભારતીય ઓળખ પ્રસ્થાપિત કરવા પોતાના જન્મનો દાખલો બનાવડાવી તે આધારે પાન કાર્ડ, આધારકાર્ડ અને ચુંટણી કાર્ડ બનાવ્યું હતું. આ સમગ્ર મામલે આરોપી વિરુદ્ધમાં રાંદેર પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Surat: 24 વર્ષની બ્રેઈન ડેડ યુવતીના બે હાથ, કિડની સહિતના અંગ મુંબઈ અને અમદાવાદની 6 વ્યક્તિને મળશે નવી જિંદગી
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video