સુરત : પરિણીતા પાસે બિભત્સ માંગણી કરનાર યુવક પોલીસ પકડમાં, પતિ સહિત પરિવારને મારી નાખવાની આપી હતી ધમકી

સુરતના (Surat) લિંબાયત વિસ્તારમાં રહેતી પરિણીતાએ, કોલ અને મેસેજ કરી બિભત્સ માંગણી કરનાર યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. હાલ લીંબાયત પોલીસે (Surat Police) આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

સુરત : પરિણીતા પાસે બિભત્સ માંગણી કરનાર યુવક પોલીસ પકડમાં, પતિ સહિત પરિવારને મારી નાખવાની આપી હતી ધમકી
File Photo
Follow Us:
Baldev Suthar
| Edited By: | Updated on: May 03, 2022 | 1:31 PM

સુરતના(Surat)  લિંબાયત વિસ્તારમાં (Limbayat Area) રહેતી 23 વર્ષીય પરિણીતાને ગત 11 મી એપ્રિલે અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો અને કોલ કરનારે સીધું જ પરિણીતાને જાનુ કહી સંબોધતાં તે ઉશ્કેરાઇ હતી. ઉપરાંત આ યુવક આ પરિણીતાનું નામ પણ જાણતો હોવાની માહિતી મળતા તે પણ ચોંકી ગઈ હતી. ઉપરાંત આ નરાધમે પરિણીતા હોવાનો ઉલ્લેખ કરી સીધી જ શરીરસુખની માંગણી કરી હતી .

પોલીસે આરોપીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી

તમને જણાવી દઈએ કે, આ યુવકે પરિણીતાને  પતિ બહાર જાય ત્યારે ગુપચુપ ઘરે બોલાવવાનું કહી અશ્લીલ વાતો કરતા પરિણીતાએ આ નંબરને બ્લોક કરી દીધો હતો .જોકે વિકૃત યુવકે બીજા નંબરથી કોલ કરી હેરાનગતિ ચાલુ રાખી હતી. એટલુ જ નહીં પરિણીતાને સ્ત્રી – પુરુષોના અશ્લીલ ફોટો મોકલી સંબંધ નહિ રાખે તો પતિને તથા પરિવારને મારી નાંખવાની ધમકી આપતો હતો આખરે કંટાળીને પરિણીતાએ ફરિયાદ આપતા લિંબાયત પોલીસ સ્ટેશનમાં (Sutat Police) ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ યુવક સામે આઇ.ટી.એક્ટ તથા છેડતીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

જેમાં PSI મસાણી અને તેમની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આરોપી તન્વીર આલમ સમીરૂદ્દીન શેખની ધરપકડ કરી હતી. પુછપરછમાં આરોપીએ જણાવ્યું હતુ કે, ફંડ ઉઘરાવવા જતી વેળા પરિણીતાને જોઈ તે એકતરફી પ્રેમમાં પડી ગયો હતો. તેના ઘર પાસે આંટાફેરા મારી યેનકેન પ્રકારે તેણે તેનો મોબાઈલ નંબર મેળવ્યો હતો.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

 ગૂગલ પરથી ટેકનિકો જાણીને મોબાઈલ નંબર મેળવ્યો

એટલુ જ નહીં આરોપીએ ગૂગલ પરથી અન્યનો વોટ્સએપ ઉપયોગ કઈ રીતે કરી શકાય તેની પણ માહિતી મેળવી હતી.તમને જણાવી દઈએ કે, આરોપી તન્વીર લિંબાયતની મદ્રેસાનાં બાળકો માટે ફંડ ઉઘરાવવાનું કામ કરે છે. તન્વીરને રિક્ષામાંથી એક મોબાઇલ મળ્યો હતો . જેણે મોબાઇલમાં પરિચિતના ઘરે જઇ તેના વોટ્સએપનો ઓટીપી મેળવી લીધો હતો . જે વોટ્સએપ નંબર પરથી પરિણીતાને રંજાડતો હતો અને અન્ય નંબર પરથી ધાકધમકી આપતો હતો.ગૂગલ પરથી તેને અન્યના વોટ્સએપ નંબરનો કેવી રીતે ઉપયોગ કરવો તે અંગેની ટેકનિક જાણી હતી. હાલ લીંબાયત પોલીસે આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">