AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા, પોપડા ગામના વ્યક્તિનું અમેરિકામાં ગોળીબારથી મોત

મૂળ સુરતના (Surat) જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી. મોટેલનો સ્ટાફ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં 30 જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.

Surat: વિદેશની ધરતી પર વધુ એક ગુજરાતીની હત્યા, પોપડા ગામના વ્યક્તિનું અમેરિકામાં ગોળીબારથી મોત
મૂળ ગુજરાતના વ્યક્તિની અમેરિકામાં હત્યા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2022 | 12:49 PM
Share

અમેરિકામાં (America) વારંવાર ભારતીયો અને તેમાં પણ ખાસ કરીને ગુજરાતીઓની હત્યાના સમાચાર આવતા રહેતા હોય છે. ત્યારે ફરી એક વાર અમેરિકામાં એક ગુજરાતીની (Gujarati) હત્યા થયાનું સામે આવ્યુ છે. મૂળ સુરતના (Surat) પોપડા ગામના એ વ્યક્તિનું દક્ષિણ કેરોલીનામાં ગોળી વાગતા મોત થયુ છે. રુમનું ભાડુ ન આપવાને લઇને થયેલી માથાકુટમાં ગુજરાતી વ્યક્તિની હત્યા કરી દેવાઇ છે. ત્યારે ઘટનાને લઇને ગુજરાતીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.

જગદીશ પટેલને માથામાં,પેટમાં ગોળી વાગી હતી

અમેરિકામાં વધુ એક ગુજરાતી હત્યા થઈ છે. સુરત જિલ્લાના પોપડા ગામના વતની અને 69 વર્ષના જગદીશ પટેલની ગોળી મારીને હત્યા કરી દેવાઈ છે. ઘટના દક્ષિણ કેરોલીનાની છે. જ્યાં કણબી પટેલ પરિવારના 69 વર્ષીય જગદીશ પટેલ અમેરિકાના સાઉથ કેરોલીનામાં મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા હતા. 25મી જૂને શનિવારે રાત્રે તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે વખતે મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી હતી અને બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું.

સારવાર દરમિયાન જગદીશ પટેલનું મોત

જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી. મોટેલનો સ્ટાફ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયો હતો. જ્યાં 30 જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું. મોટેલમાં હત્યારો 2 દિવસથી રહેતો હતો. હત્યારો રૂમનું ભાડું ન આપતો હોવાથી માથાકૂટ થઈ હતી.

પરિવાર વર્ષ 2007થી અમેરિકામાં સ્થાયી

મહત્વનું છે કે જગદીશ પટેલનો પરિવાર વર્ષ 2007થી અમેરિકામાં સ્થાયી છે અને તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડૉક્ટર છે. જગદીશ પટેલ સચિન પોપડાના વતની છે. હસમુખા સ્વભાવના જગદીશ પટેલ કાંઠા વિસ્તારમાં સારા ક્રિકેટર પણ હતા. તેઓ એમટીબી આર્ટસ કોલેજમાં કિકેટ ટીમના કૅપ્ટન પણ રહી ચૂક્યા હતા. દોઢ વર્ષ પહેલા પણ આજ રીતે અમેરિકામાં ભરથાણાના દંપતીને મોટેલમાં રહેતા એક બદમાશે રૂમના ભાડા બાબતે માથાકૂટ કરી ગોળી મારી હતી. જેમાં દિલીપનો બચાવ થયો જ્યારે તેમના પત્ની ઉષાનું મોત થયું હતું.

g clip-path="url(#clip0_868_265)">