AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં ત્રિપલ મર્ડર કેસ મામલે પોલીસ એક્શન મોડ પર, 2500 પોલીસ કર્મીઓની ટીમ દ્વારા કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરાઇ

અમરોલીમાં વેપારીની ત્રિપલ મર્ડરની (Murder) ઘટના બાદ પોલીસ એકશનમાં આવી, સમગ્ર સુરતમાં કોમ્બિંગની કાર્યવાહી કરી, અનેક હથિયારો કબજે કર્યા તો અનેક અસામાજિક તત્વો સામે કાયદેસર પગલાં ભરવામાં આવ્યા

સુરતમાં ત્રિપલ મર્ડર કેસ મામલે પોલીસ એક્શન મોડ પર, 2500 પોલીસ કર્મીઓની ટીમ દ્વારા કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરાઇ
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 26, 2022 | 4:07 PM
Share

સુરતના અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટનાથી ગુજરાતમાં ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ આ ઘટના બાદ સુરત પોલીસ એક્શન મોડમાં આવી હતી. સુરત પોલીસ દ્વારા રાતે ૯ થી ૧૨ સુધી શહેરના અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે 2500 જેટલા પોલીસ કર્મચારીઓની ટીમ બનાવી કોમ્બીગની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરતમાં ગુનાખોરી ડામવા માટે પોલીસ દ્વારા સરપ્રાઈઝ કોમ્બિંગની કાર્યવાહી અલગ અલગ પોલીસ મથકની હદમાં કરવામાં આવતી રહે છે. આ ઉપરાંત આગામી સમયમાં આવી રહેલી થર્ટી ફસ્ટને લઈને પણ સુરતમાં ચુસ્ત વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમરોલી વિસ્તારમાં ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી હતી. જેને લઈને સુરત સહીત ગુજરાતભરમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે શહેરના અલગ અલગ ઝોન વિસ્તારમાં ક્રાઈમ હોટસ્પોટ તેમજ સંવેદનશીલ વિસ્તારો આઈડેન્ટીફાય કરી તેવા વિસ્તારોમાં ખુલ્લામાં છરી, ચાકુ જેવા ઘાતક હથીયારો લીએન ફરતા ઈસમો તેમજ ગુનાહિત પ્રવુતિ સાથે સંકળાયેલા શંકાસ્પદ ઈસમો ઉપર કાર્યવાહી કરવા સુરત પોલીસે સમગ્ર સુરત શહેરમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરત પોલીસ દ્વારા આમે સતત અવારનવાર અલગ અલગ ઝોન માં કોમ્બિંગ કરવામાં આવે છે ત્યારે ફરી એક વખત મેગા કોમ્બિંગ કરવામાં આવ્યું.રાતે ૯ થી ૧૨ વાગ્યા સુધીમાં સુરત પોલીસ દ્વારા અમરોલી કોસાડ આવાસ, પાંડેસરા, લીંબાયત, ઉધના, સચિન, સચિન જીઆઈડીસી, કતારગામ, વરાછા, ચોકબજાર,લાલગેટ, હજીરા, ડીંડોલી તેમજ અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરી ૫ હજાર જેટલા શંકાસ્પદ ઇસમોને ચેક કરવામાં આવ્યા હતા.આ કોમ્બિંગની કાર્યવાહી કરવા માટે સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.તેમજ એસઓજી,પીસીબી ડીસીબી પોલીસની ટીમ સહીત ૨૫૦૦ પોલીસકર્મીઓની ટીમ બનાવવામાં આવી હતી. આ અલગ અલગ ટીમ દ્વારા સમગ્ર સુરતમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

કોમ્બિગમાં પોલીસે કઈ કઈ કાર્યવાહી કરી

1) એમવી એક્ટ 207 [વાહન ડીટેઈન] – 232 2] જીપીએક્ટ 135 [ચાકુ,છરી, લાકડી ફટકાના કેસો-138 3] સીઆપીસી 107, 151- 120 કેસ 4] સીઆપીસી 110- ઈજી- 41 કેસ 5] પ્રોહીબીશન – 161 6] જુગાર – 5 કેસ 7] તડીપાર ભંગના 15-કેસ 8] ટપોરી ચેક – 125 9] ટ્રાફિક સ્થળ દંડ – 35,900 10] વાહન ચેક – 2208 11] હોટેલ ચેક – 118 13) ભાડુંઆત ચેક – 162 14] નાસ્તા ફરતા આરોપી ચેક – 62 15] જમીન પર છુટેલા આરોપી ચેક-39 16] શંકસ્પદ સ્થળો ચેક – 96 17] વાઈટલ ચેક – 24 18) એટીએમ ચેક – 133 19] શંકાસ્પદ ઈસમો ચેક – 220 20] સિક્યુરીટી ચેક – 145 21) ઘરફોડ ચોરી આરોપી 42 22] દારૂ પી ને વાહન ચલાવવાના કેસો – 3 23] પેરોલ ફલો 6 24] પ્રોહીબીશનની પ્રવુતિ અવાર નવાર કરતા ઈસમોના અટકાયતી પગલા

Follow Us
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
અદાણી ગ્રુપ: ગ્લોબલ પોર્ટ્સ અને એજ્યુકેશનમાં નવો માઈલસ્ટોન!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
વેધર અપડેટ: અમદાવાદમાં અષાઢી માહોલ!
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
ગુજરાતમાં ભર ઉનાળે ત્રાટક્યું મિનિ વાવાઝોડું
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
g clip-path="url(#clip0_868_265)">