VIDEO : સુરતમાં AAP પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા પર જીવલેણ હુમલો, પાર્ટીએ ભાજપ પર લગાવ્યો આરોપ
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) ઘટનાને લઈ ટ્વીટર પર રોષ વ્યક્ત કર્યો.તેમણે લખ્યું છે કે આ પ્રકારે વિપક્ષના લોકો પર હુમલો કરવો યોગ્ય નથી.

સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના (AAP) પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા (Manoj Sorathiya) પર હુમલો થયો હોવાનુ સામે આવ્યુ છે. જેને લઈ પાર્ટીમાં ભારે રોષ વ્યાપ્યો છે. આમ આદમી પાર્ટીનો આક્ષેપ છે કે આ હુમલો ભાજપ (BJP) દ્વારા કરવામાં આવ્યો છે. સુરતની સીમાડા ચોકડી પાસે દર વર્ષે ગણેશ ઉત્સવનું આયોજન કરાય છે, તે મુજબ આ વખતે પણ મંડપ બાંધવાનું આયોજન થઈ રહ્યું હતું. જેને જોવા માટે પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયા પહોંચ્યા હતા. તે સમયે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
#AAP leader #ManojSorathiya attacked in #Surat, party blames #BJP#Gujarat #TV9News pic.twitter.com/w67cSJkNZd
— Tv9 Gujarati (@tv9gujarati) August 31, 2022
લોખંડની પાઇપ વડે હુમલો થતા મનોજ સોરઠિયા ગંભીર રીતે ઘાયલ
આ દરમિયાન જ કેટલાક લોકોએ મંડપ પાસે પડેલા બામ્બુ અને લોખંડની પાઇપ વડે હુમલો કરવાનું શરૂ કર્યું હતું. જેમાં મનોજ સોરઠિયાને માથાના ભારે ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ઘટના માટે AAPના નેતાઓએ ભાજપને જવાબદાર ઠેરવી છે. AAPના નેશનલ જોઈન્ટ જનરલ સેક્રેટરી ઈશુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યો તેમણે સીએમ, ગૃહ રાજ્યપ્રધાન અને ડીજીપીના રાજીનામાની માંગ કરી.
વિપક્ષને હિંસાથી કચડવો એ ગુજરાતની સંસ્કૃતિની વિરૂદ્ધમાં : અરવિંદ કેજરીવાલ
તો બીજીતરફ દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) ઘટનાને લઈ ટ્વીટર પર રોષ વ્યક્ત કર્યો.તેમણે લખ્યું છે કે આ પ્રકારે વિપક્ષના લોકો પર હુમલો કરવો યોગ્ય નથી.ચૂંટણીમાં હાર-જીત થતી રહે છે, પરંતુ વિપક્ષને હિંસાથી કચડવો એ ગુજરાતની સંસ્કૃતિની વિરૂદ્ધમાં છે.જનતા તેને પસંદ નથી કરતી તેમણે ગુજરાતના સીએમને અપીલ કરતા લખ્યું છે કે દોષિતોને કડક સજા અપાવે અને સૌની રક્ષા કરે.
इस तरह विपक्ष के लोगों पर हमला करना सही नहीं है। चुनाव में हार जीत होती रहती है लेकिन विपक्ष को हिंसा से कुचलना, ये गुजरात की संस्कृति के ख़िलाफ़ है और जनता इसे पसंद नहीं करती
मैं गुजरात के CM से अपील करता हूँ कि दोषियों को सख़्त सजा दिलायें और सबकी रक्षा करें। https://t.co/JvEbAb36lf
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 30, 2022