AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બેંકમાંથી પૈસા ઉપાડી નીકળતા લોકોને લૂંટી લેતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી, ભરૂચ અને સુરતની લાખોની ચોરીના ભેદ ઉકેલાયા

ભરૂચ LCB ના PI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રૂટ ઉપરના CCTV ફુટેઝ થકી ગુનો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

બેંકમાંથી પૈસા ઉપાડી નીકળતા લોકોને લૂંટી લેતી ટોળકીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડી, ભરૂચ અને સુરતની લાખોની ચોરીના ભેદ ઉકેલાયા
The thief was caught with the help of Ahmedabad Crime Branch
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 2:40 PM
Share

ભરૂચ(Bharuch) જિલ્લામાં અંકલેશ્વર શહેર વિસ્તારમાં ચાલુ માસમાં ફોરવ્હીલ ગાડીના કાચ તોડી રોકડા રૂપીયા ભરેલ બેગોની ઉઠાંતરીના બનેલ 2 ગુનાઓને ગણતરીના દિવસોમાં શોધી કાઢી ચીલઝડપના રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ મોટર સાઇકલ સાથે છારા ગેંગના બે સાગરીતોને અમદાવાદ શહેર સરદારનગર વિસ્તારમાંથી ભરૂચ LCB એ પકડી પાડ્યા છે. અંકલેશ્વર GIDC માં આવેલ ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પોતાની ફોરવ્હીલ ગાડી પાર્ક કરી લોક કરી નવું મકાન જોવા ગયેલ બાદ પરત આવતા અજાણ્યા ઇસમો ગાડીનો કાચ તોડી રોકડા રૂપિયા 3.50 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી નાસી ગયા હતા.

ભરૂચમાં ઉપરાછાપરી બે બનાવ બનતા પોલીસ દોડતી થઇ હતી

આ ઉપરાંત 24 ઓગસ્ટે વધુ એક બનાવમાં અંકલેશ્વર શહેરમાં મહાવીર ટર્નિંગ ખાતે યુવાન પોતાની બ્રેઝા ફોરવ્હીલ ગાડી લઇ પસાર થતા હતા તે વખતે ગાડીની પાછળ ત્રણ અજાણ્યા ઇસમો મોટર સાઇકલો ઉપર આવી તે પૈકી એક ઇસમે ગાડીને પાછળથી અથાડી હતી. કાર ચાલક ગાડીમાંથી નીચે ઉતરી વાતચીત કરતા હતા. આ દરમ્યાન અજાણ્યા ઇસમોએ બ્રેઝા ગાડીનો કાચ તોડી આગળની સીટમાં રોકડા રૂપિયા 9.11 લાખ ભરેલ બેગની ઉઠાંતરી કરી ફરાર થઇ ગયા હતો.

આ બન્ને બનાવ સંદર્ભે અંકલેશ્વર GIDC તથા અંકલેશ્વર શહેર પો.સ્ટે . ખાતે બે અલગ અલગ ગુનાઓ રજીસ્ટર થયા હતા. ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક ડો.લીના પાટીલે તાત્કાલિક નાકાબંધી કરાવી એલ.સી.બી. , પેરોલ ફર્લો સ્કોડ તથા સ્થાનિક પોલીસ વિગેરેની અલગ અલગ ટીમો બનાવી  રૂટના CCTV ફુટેજ ચેક કરવા સાથે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરી વહેલામા વહેલી તકે આરોપીઓનુ પગેરૂ શોધી કાઢવા સુચના અને માર્ગદર્શન આપ્યાા હતા.

અમદાવાદની ગેંગ હોવાની માહિતી મળતા ટીમ રવાના કરાઈ

ભરૂચ LCB ના PI ઉત્સવ બારોટના માર્ગદર્શન હેઠળ ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો દ્વારા રૂટ ઉપરના CCTV ફુટેજ  થકી ગુનો શોધી કાઢવા સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. દરમ્યાન એલ.સી.બી.ટીમને હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી ચોક્ક્સ હકિકત મળેલ કે ચીલઝડપના બંને ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓ અમદાવાદ શહેરમાં છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મદદથી બે આરોપીઓ ઝડપી પાડયા

એલ.સી.બી.ની એક ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે મોકલી આપવામાં આવી હતી. તપાસમાં ગયેલ ટીમ દ્વારા અમદાવાદ ક્રાઇમ બ્રાંચ સાથે સંકલનમાં રહી મદદ મેળવી ગુનામાં સંડોવાયેલ છારા ગેંગના 2 સાગરીતો જુગનુ ઉર્ફે જીગ્નેશ દિનેશભાઈ ઘાંસી ( છારા ) અને નિલેશ ઉર્ફે કાલા પૃથ્વીસિંહ મીનેકર રહે. છારા નગર કુબેરનગર અમદાવાદને સરદારનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂપિયા 2 લાખ તથા ગુનામાં ઉપયોગ થયેલ હોન્ડા યુર્નિકોર્ન મોટર સાઇકલ સાથે ઝડપી પાડવામાં આવેલ છે.

પકડાયેલ બંને આરોપીઓની ઉંડાણપુર્વક અને ધનિષ્ટ પુછપરછ કરતા છારા ગેંગના અન્ય સાગરીતો સાથે અલગ અલગ મોટર સાઇકલમાં આવી  ચાલુ મહીનામાં અંકલેશ્વર શહેરમાં 2 તથા સુરત જીલ્લાના કામરેજ HDFC બેંક નજીક ચીલઝડપ કરેલાની કબુલાત કરેલ છે .

વધુ બે આરોપી દીપક ધીરૂભાઇ બજરંગે અને મયુર દીનેશભાઇ બજરંગેને વોન્ટેડ જાહેર કરાયા છે. આરોપીઓ ગુજરાતમાં આંગડિયા પેઢી કે બેન્કમાંથી રોકડા લઈ કારમાં જતા લોકોનો પીછો કરતા હતા. ભોગ બનનારની કાર જોડે અકસ્માત કરી ઝઘડો કરી ધ્યાન હટાવી કારના કાચ તોડી રોકડ રકમ ભરેલી બેગની ઉઠાંતરી કરી ફરાર થઇ જાય છે.

Follow Us
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
મહિલા ડોકટરની માનવતા, ગરબા રમવાનું છોડી સારવાર આપી બચાવ્યો દર્દીનો જીવ
ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા
ટ્રાફિકના નિયમન માટે શહેરમાં વોચ ટાવર ગોઠવાયા
g clip-path="url(#clip0_868_265)">