Surat: સરથાણા ઝૂમાં વાઘ વાઘણની જોડી તૂટી, સર્પડંખથી વાઘણનું મોત થયું હોવાનું અનુમાન
છેલ્લા પાંચ દિવસથી વાઘણને ઇન્જેક્શન અને બાટલા ચડાવીને જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી. કહેવામાં આવી રહ્યું છે કે સાપના ડંખથી વાઘન સંભવીનું મોત નીપજ્યું છે.
સુરતના સરથાણા નેચરપાર્કમાં સાપના ડંખની વાઘણનું મોત નીપજ્યું છે. પાંચ દિવસ પહેલા સરથાણા નેચર પાર્કની વાઘણ સાંભવીને સાપે ડંખ માર્યા બાદ તેની તબિયત બગડી હતી. છેલ્લા પાંચ દિવસથી વાઘણને ઇન્જેક્શન અને બાટલા ચડાવીને જરૂરી સારવાર આપવામાં આવી રહી હતી. તેના તમામ જરૂરી રિપોર્ટ પણ કાઢવામાં આવ્યા હતા.
ઝુ ઇન્ચાર્જ ડો.રાજેશ પટેલના જણાવ્યા પ્રમાણે આજે સવારે 4 વાગ્યે સાંભવી વાઘણનું મોત થયું છે. તેને સાપે ડંખ માર્યો હોવાની શકયતા છે. તેના બ્લડ રિપોર્ટ નોર્મલ આવ્યા હતા. પરંતુ લીવર ડેમેજ થયું હોવાની માહિતી સામે આવી હતી. પાંચ દિવસની સારવાર બાદ આજે વાઘણે દમ તોડ્યો હતો.
સરથાણા ઝૂમાં જંગલી પ્રજાતી, સરીસૃપ અને પક્ષીઓને ખુલ્લા પાંજરામાં રાખવામાં આવે છે. આ નેચરપાર્ક 81 એકરમાં ફેલાયેલું છે. 14વર્ષ ની ઉંમર ધરાવતી વાઘણ સાંભવીને 2013માં મૅગ્લોર ઝુમાંથી લાવવામાં આવી હતી.
સાંભવી વાઘણનું મોત થતા ફોરેસ્ટ ઓફિસરોની હાજરીમાં તેનું પંચનામું કરવામાં આવી રહ્યું છે. તે પછી તેને અગ્નિદાહ આપીને તેનો અંતિમ સંસ્કાર કરાશે. સુરત સરથાણા નેચર પાર્કમાં વાઘ અને વાઘણની જોડી હતી. જે પૈકી વાઘણનું આજે મોત થયું છે.
આ પણ વાંચો: એક પછી એક મુશ્કેલીઓમાં ફસાતો ભાગેડુ ચોકસી, નાગરિકતા રદ કરવા એન્ટિગુઆ લઇ રહી છે પગલા
આ પણ વાંચો: હજારો જીવ બચાવનાર બહાદુર ઉંદર, 5 વર્ષની નોકરી બાદ થયો નિવૃત્ત, જાણો શું કરતો હતો કામ