AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હજારો જીવ બચાવનાર બહાદુર ઉંદર, 5 વર્ષની નોકરી બાદ થયો નિવૃત્ત, જાણો શું કરતો હતો કામ

આ સામાન્ય ઉંદર નથી, પરંતુ આ ઉંદર લેન્ડમાઇન્સને સૂંઘવાની આવડત ધરાવે છે. તેણે આ ક્ષેત્રે 5 વર્ષની સેવા આપી અને હવે તેને નિવૃત્તિ આપવામાં આવી છે.

હજારો જીવ બચાવનાર બહાદુર ઉંદર, 5 વર્ષની નોકરી બાદ થયો નિવૃત્ત, જાણો શું કરતો હતો કામ
આ ઉંદર છે મસીહા
| Updated on: Jun 09, 2021 | 9:41 AM
Share

આફ્રિકન જાતનો એક ઉંદર આજકાલ વિશ્વભરમાં ‘હીરો’ ના રૂપમાં ફેમશ થઇ ગયો છે. તેની બહાદુરીના કિસા લોકો એકબીજાને કહી રહ્યા છે. આ ઉંદરનું નામ છે મગાવા (Magawa).આ ઉંદરની ઉંમર માત્ર 7 વર્ષ જ છે. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ ઉંદર બોમ્બ સ્નિફિંગનું કામ કરતો હતો. જી હા આ કામ કરતા પોતાની કારકિર્દી દરમિયાન તેણે હજારો લોકોના જીવ બચાવ્યા છે. એટલું જ નહીં હવે 5 વર્ષની સેવા બાદ તે રીટાયર્ડ થઇ રહ્યો છે.

આ સામાન્ય ઉંદર નથી, પરંતુ આ ઉંદર લેન્ડમાઇન્સને સૂંઘવાની આવડત ધરાવે છે. તેણે આ ક્ષેત્રે 5 વર્ષની સેવા આપી અને હવે તેને નિવૃત્તિ આપવામાં આવી છે. આ કારણે મગાવા (Magawa) ઉંદરની ચર્ચા વિશ્વભરમાં થઇ રહી છે. સામાન્ય રીતે ભાગ્યે જ કોઈ એ સાંભળ્યું હશે કે ઉંદર આ પ્રકારના કાર્ય કરતુ હોય.

ઉંદરોને ખાસ તાલીમ આપવામાં આવી હતી

મગવાને એવી રીતે તાલીમ આપવામાં આવી હતી કે તે ગનપાવડરને સૂંઘી શકે અને સમયસર તેના હેન્ડલર (ઉંદર કેરટેકર) ને ચેતવણી આપે. તેમણે ઉંદરે ફરજ દરમિયાન 71 લેન્ડમાઇન્સ અને 38 જીવંત વિસ્ફોટો શોધીને હજારોની સંખ્યામાં જીવ બચાવ્યો છે. મગાવાને બેલ્જિયનની એક સંસ્થા APOPO દ્વારા તાલીમ આપવામાં આવી હતી.

APOPO સંસ્થા ઉંદરોને લેન્ડમાઇન્સ અને ન અસ્પસ્તીકૃત વિસ્ફોટોને શોધવા માટે તાલીમ આપે છે. મગવાએ 1.4 લાખ ચોરસ મીટરથી વધુ જમીનની તપાસ કરી, જે લગભગ 20 ફૂટબોલ ક્ષેત્રોની સમકક્ષ છે.

ઉંદરને ‘બ્રિટીશ ચેરિટી’ મેડલથી નવાજવામાં આવ્યો

આટલું જ નહીં મવાવાને તેના કામ બદલ ‘બ્રિટીશ ચેરીટી’ દ્વારા મેડલ એનાયત કરાયો છે. હકીકતમાં બ્રિટીશ ચેરિટી એ પ્રાણીઓ માટેનું ટોચનું ઇનામ, જે અગાઉ ફક્ત કૂતરાઓ માટે અનામત રાખવામાં આવ્યું હતું, તે મગાવાને જીત્યું છે. મગાવા કદાચ વધુ કામ કરી શકે એમ હતો.

તેને તાલીમ આપનારી સંસ્થાનું કહેવું છે કે, ‘તે ભલે હજી સ્વસ્થ છે, પરંતુ તે નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયો છે અને દેખીતી રીતે તે સુસ્ત થઇ રહ્યો છે.’ તમને જણાવી દઈએ કે, જ્યારે મગાવાને 2016 માં કંબોડિયા લાવવામાં આવ્યો હતો, ત્યારે તે માત્ર 2 વર્ષનો હતો.

મગાવા સાથે કામ કરવાનો ગર્વ

જે વ્યક્તિ મગાવાનું ધ્યાન રાખતી એટલે કે તેના કેરટેકરે કહ્યું કે, “અમને તેની સેવાઓ પર ગર્વ છે. તેણે શાનદાર કામ કર્યું છે. ભલે તે નાનો છે પરનું મને તેની સાથે કામ કરવાનો ગર્વ છે, નિવૃત્તિ બાદ પણ મગાવા એ જ પિંજરામાં રહેશે, જ્યાં ડ્યુટી દરમિયાન રખાતો હતો. તેની દિનચર્યા પણ એ જ હશે અને તેનું ધ્યાન પણ પહેલાની જેમ રાખવામાં આવશે.

આ પણ વાંચો: Good News: 12 વર્ષથી નાની વયના બાળકો માટે પણ આવશે કોરોના વેક્સિન, ફાઈઝર શરુ કરશે ટ્રાયલ

g clip-path="url(#clip0_868_265)">