AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Deltacron Variant: આટલા વેરિયન્ટ્સ પૂરતા ન હતા? Cyprusમાં ફરી રૂપ બદલતો દેખાયો કોરોના

કોરોના વાયરસનો (Coronavirus) એક વેરિયન્ટ સામે આવ્યો છે, જેને 'ડેલ્ટાક્રોન' (Deltacron) નામ આપવામાં આવ્યું છે. સાયપ્રસમાં (Cyprus) આ નવા વેરિઅન્ટના અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયા છે

Deltacron Variant: આટલા વેરિયન્ટ્સ પૂરતા ન હતા? Cyprusમાં ફરી રૂપ બદલતો દેખાયો કોરોના
Deltacron variant (Representational Image)
Hemendrasinh Umat
| Edited By: | Updated on: Jan 11, 2022 | 2:51 PM
Share

કોરોના વાયરસનો (Coronavirus) એક વેરિયન્ટ સામે આવ્યો છે, જેને ‘ડેલ્ટાક્રોન’ (Deltacron) નામ આપવામાં આવ્યું છે. સાયપ્રસમાં (Cyprus) આ નવા વેરિઅન્ટના અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયા છે. ડેલ્ટાક્રોનનું જેનેટિક બેકગ્રાઉન્ડ ડેલ્ટા વેરિઅન્ટ જેવું છે અને ઓમિક્રોન (Omicron) જેવા કેટલાક મ્યુટેશન છે, તેથી તેનું નામ ડેલ્ટાક્રોન છે.

એક અહેવાલ મુજબ સાયપ્રસમાં ‘ડેલ્ટાક્રોન’થી પીડિત લોકોના નમૂનામાં ઓમિક્રોનના 10 મ્યુટેશન જોવા મળ્યા હતા. 11 નમૂના એવા લોકોના હતા જેઓ વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યારે 14 સામાન્ય વસ્તીમાંથી આવ્યા હતા. સાયપ્રસ યુનિવર્સિટીના જૈવિક વિજ્ઞાનના પ્રોફેસર લિયોન્ડિઓસ કોસ્ટ્રિકિસે (Leondios Kostrikis) જણાવ્યું હતું કે આ સ્ટ્રેન ડેલ્ટા અને ઓમિક્રોનના સંમિશ્રણ દ્વારા તૈયાર થયો છે.

તેમણે જણાવ્યું કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મ્યુટેશનની તીવ્રતા વધુ હતી, જે નવા વેરિયન્ટ અને હોસ્પિટલમાં (Hospitalization Rate) દાખલ થવાના દરની વચ્ચેનો સંબંધ સૂચવે છે. કોસ્ટ્રિકિસે જણાવ્યું હતું કે ઓમિક્રોન અને ડેલ્ટા હાલમાં વિશ્વમાં સૌથી વધુ પ્રભાવશાળી વેરિયન્ટ્સ છે અને આ નવો વેરિયન્ટ ડેલ્ટાક્રોન  બંને વચ્ચેના મિશ્રણ બાદ આકાર લઈ રહ્યો છે.

ડેલ્ટાનું જેનેટિક બેકગ્રાઉન્ડ અને ઓમિક્રોનના કેટલાક મ્યુટેશન સાથે ડેલ્ટાક્રોનએ સાઈપ્રસમાં હાજરી નોંધાવી છે . કોસ્ટ્રિકિસે કહ્યું કે 25 કેસ સંબંધિત સેમ્પલ ઈન્ટરનેશનલ ડેટાબેઝ સેન્ટર GISAIDને મોકલવામાં આવ્યા છે, જેથી તેમનું વધુ વિશ્લેષણ કરી શકાય. જો કે સાયપ્રસના આરોગ્ય પ્રધાન મિખાલિસ હાડજીપાંડેલાસે જણાવ્યું હતું કે આ ક્ષણે નવો વેરિયન્ટ ચિંતાનું કારણ નથી.

કોસ્ટ્રિક્સ કહે છે કે પૂરતી રિસર્ચ પછી જ ખબર કે આ વેરિયન્ટ વધુ ગંભીર રીતે અસર કરે છે કે ઓમીક્રોનની જેમ ખાલી ચેપી રહે છે. સંપૂર્ણ વિશ્લેષણ પછી જ ખબર પડશે કે ઓમિક્રોનની સરખામણીમાં ડેલ્ટાક્રોન (Deltacron) વેરિઅન્ટ કેટલી અસર દર્શાવે છે. લિયોન્ડિઓસ કોસ્ટ્રિકિસે કહ્યું કે “મારો અંગત અભિપ્રાય એ છે કે આ સ્ટ્રેન કોરોનાના અત્યંત સંક્રમિત ઓમિક્રોન વેરિયન્ટથી હળવો રહેશે.”

ઓમિક્રોન અત્યાર સુધીમાં અત્યંત ચેપી પુરવાર થયો છે અને યુકે અને યુએસ સહિત ઘણા દેશોમાં SARS-CoV-2 નો ડોમીનન્ટ વેરિયન્ટ બની ગયો છે. ઉનાળામાં વિશ્વભરમાં ડેલ્ટા (Delta Variant) ડોમીનન્ટ હતો અને તેમાં વાયરસના આલ્ફા વેરિઅન્ટ (Alpha Variant) ધરાવતા દર્દીઓની સરખામણીએ સંક્રમિત દર્દીઓમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધારે હતું.

આ પણ વાંચો : Omicron Vaccine: માર્ચ સુધી તૈયાર થઈ શકે છે Pfizer ની ઓમીક્રોન રસી, જરૂરિયાત અંગે CEO અસ્પષ્ટ

આ પણ વાંચો : India Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 1.68 લાખ નવા કેસ, અત્યાર સુધી ઓમિક્રોનના કેસ 4,000ને પાર

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">