Surat માં 5551 સીમકાર્ડ એક્ટિવ કરવાના રેકેટનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ

|

Apr 12, 2023 | 11:18 PM

ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર વિસ્તારમાં અલગ અલગ કંપનીના સીમકાર્ડનુ વેચાણ કરતા ચોક્કસ રીટેઇલરો દ્વારા એક અથવા અન્ય વ્યકિતના ફોટાનો ઉપયોગ કરી ઘણા બધા સીમકાર્ડ અલગ-અલગ વ્યક્તિઓના નામે એક્ટીવ કરી વેચાણ કરવાની પ્રવૃતિ કરવામાં આવી રહેલ હોવા અંગેની માહિતી શેર કરવામાં આવી હતી અને હકીકતની ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.

Surat માં 5551 સીમકાર્ડ એક્ટિવ કરવાના રેકેટનો પર્દાફાશ, 3 આરોપીની ધરપકડ
Surat Sim Card Racket

Follow us on

સુરતમાં સીમકાર્ડ ખરીદનાર ગ્રાહકની જગ્યાએ અન્ય વ્યક્તિઓના ફોટા અપલોડ કરી કુલ 5551 સીમકાર્ડ એક્ટીવ કરવાના રેકેટનો પર્દાફાશ થયો છે. સુરતમાં એસઓજી પોલીસ અને સાયબર સેલની ટીમે ૩ આરોપીઓની ધરપકડ કરી છે અને આરોપીઓ સામે ત્રણ પોલીસ મથકમાં ગુના નોંધવામાં આવ્યા છે . જેમાં અધિક પોલીસ મહાનિદેશક એ.ટી.એસ. અને કોસ્ટલ સિક્યુરીટી ગુ.રા., અમદાવાદ તરફથી ગુજરાત રાજ્યના અલગ અલગ શહેર વિસ્તારમાં અલગ અલગ કંપનીના સીમકાર્ડનુ વેચાણ કરતા ચોક્કસ રીટેઇલરો દ્વારા એક અથવા અન્ય વ્યકિતના ફોટાનો ઉપયોગ કરી ઘણા બધા સીમકાર્ડ અલગ-અલગ વ્યક્તિઓના નામે એક્ટીવ કરી વેચાણ કરવાની પ્રવૃતિ કરવામાં આવી રહેલ હોવા અંગેની માહિતી શેર કરવામાં આવી હતી અને હકીકતની ખરાઈ કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું.

એસ.ઓ.જી., તથા સાયબર ક્રાઈમ બ્રાંચને સુચના આપવામાં આવી હતી.

જેથી સુરત પોલીસ દ્વારા સુરત શહેર વિસ્તારમાં આવી રીતે અન્ય વ્યકિતનો ફોટો લગાવી બીજાના નામે સીમ એક્ટીવ કરતા દુકાનદારો/રીટેઇલરોને શોધી કાઢી તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુરત શહેર એસ.ઓ.જી., તથા સાયબર ક્રાઈમ બ્રાંચને સુચના આપવામાં આવી હતી.

સરથાણા, લીંબાયત અને વરાછા પોલીસ મથકમાં ગુના નોંધવામાં આવ્યા છે

આ સુચનાના આધારે એસઓજી પોલીસ અને સાયબર સેલના અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી જે ટીમો દ્વારા એ.ટી.એસ.તરફથી આપવામાં આવેલ ઇનપુટ આધારે ડેટા એકત્રીત કરવામાં આવ્યા હતા અને તે ડેટા એનાલીસીસ કરી સુરત શહેરમાં આવી રીતે એકજ અથવા અન્ય વ્યક્તિના ફોટાનો ઉપયોગ કરી ઘણા સીમકાર્ડ વેચાણ કરેલ ત્રણ વ્યક્તિઓને આઈડેન્ટી ફાઈ કરવામાં આવ્યા હતા જે ત્રણેય આરોપીઓને એસ.ઓ.જી./સાયબર સેલ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા ત્રણેય આરોપી સામે સરથાણા, લીંબાયત અને વરાછા પોલીસ મથકમાં ગુના નોંધવામાં આવ્યા છે

અંકિતા લોખંડે અને વિકી જૈન બંન્નેમાંથી કોણ વધુ પૈસાદાર છે, જુઓ ફોટો
Black and Red Carrot : કાળા અને લાલ ગાજર વચ્ચેનો શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 18-12-2024
સંજુ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો
પાકિસ્તાનમાં કેટલા છે હિન્દુ મંદિરો, કોણ રાખે છે તેની સંભાળ ?
ગુજરાતી સિંગર કૈરવી બુચે ડોક્ટર સાથે લગ્ન કર્યા, જુઓ ફોટો

5461 વોડાફોન કંપનીના સીમકાર્ડ ગ્રાહકની જગ્યાએ બીજી વ્યક્તિનો ફોટો લગાવી એક્ટીવેટ કરી વેચાણ

આરોપી (૧) દિક્ષીત સુરેશભાઈ ગજેરા ઉ.વ.૩૫ ધંધો. વેપાર રહે. નનસાડ રોડ કામરેજ જિ.સુરત મુળ વતન ધારગણી તા.ધારી જિ.અમરેલી વાળા] આરોપીએ સને-૨૦૧૯ થી સને-૨૦૨૧ ના સમયગાળા દરમ્યાન (૧) “માં મોબાઈલ” (૨) “દેવ મોબાઈલ” (3) “ડીએક્સ એન્ટરપ્રાઈઝ” (૪) “માહિ એન્ટરપ્રાઈઝ” (૫) “મહાદેવ એન્ટરપ્રાઈઝ” (૬) “નયન એન્ટરપ્રાઈઝ” (૭) “વીવાન એન્ટરપ્રાઈઝ” (૮) જીમ્મી એન્ટરપ્રાઈઝ” તથા (૯) “વૈની મોબાઈલ” ના નામથી કુલ્લે-5461 વોડાફોન કંપનીના સીમકાર્ડ ગ્રાહકની જગ્યાએ બીજી વ્યક્તિનો ફોટો લગાવી એક્ટીવેટ કરી વેચાણ કર્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું

આરોપી:- (૨) સાગર ગુલાબરાવ પાટીલ [ઉ.વ.૨૮ ધંધો. વેપાર રહે. [ લીંબાયત સુરત મુળવતન ગામ- મંદાણે તા. શાહદા જિ.નંદુરબારવાળા] એ સને-૨૦૨૦ માં ૨૫૪ ગ્રાઉંડ ફ્લોર શિવાજીનગર-૧ સંજયનગરની બાજુમાં મદનપુરા શાકમાર્કેટની સામે લીંબાયત સુરત ખાતે હનુમાન મોબાઈલના નામે પોતાનો જ ફોટો અપલોડ કરી જુદીજુદી વ્યક્તિના નામે કુલ્લે-27 વોડાફોન કંપનીના સીમકાર્ડ વેચાણ કર્યા હતા.

આરોપી (૩) પ્રદિપ શ્રવણદાસ રામાવત [ઉ.વ.૨૯ ધંધો. વેપાર રહે. ગણેશ મંદિર પાસે તાડવાડી રોડ રાંદેર સુરત મુળ વતન ગુંદાળા તા. લુણી જિ.જોધપુર વાળાએ] સને-૨૦૧૯-૨૦૨૦ માં નં.પ એમ.કે. ચેમ્બર મીનીબજાર વરાછા સુરતથી (૧) RET REAL MOBAIL (૨) સતાધાર મોબાઈલ તથા (3)રીયલ મોબાઈલ ના નામથી પોતાના ભાઈનો ફોટો અપલોડ કરી જુદીજુદી વ્યક્તિના નામે કુલ્લે-૬૩ વોડાફોન,જીઓ અને એરટેલ કંપનીના સીમકાર્ડનુ વેચાણ કરેલ હોવાનો ચોકાવનારો ખુલાસો થયો હતો

નવુ સીમકાર્ડ ખરીદી કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો

(૧) પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જ્યારે પણ કોઈ દુકાનમાં નવુ સિમકાર્ડ ખરીદી કરવા જાવ ત્યારે પોતાના આધારકાર્ડનો ફોટો દુકાનદારને તેના મોબાઈલ ફોનમાં પાડવા ન દેવો ફક્ત તેનો નંબર આપવો.

(૨) નવુ સિમકાર્ડ જ્યારે એક્ટીવ કરવાનુ હોય ત્યારે તે સિમકાર્ડ દુકાનદાર પાસે એક્ટીવ નહી કરાવતા પોતાના મોબાઈલમાં સિમકાર્ડ નાંખી જાતેજ વેરીફીકેશન કરાવી એક્ટીવ કરવુ.

(૩) સિમકાર્ડ ખરીદી કરવા આવતા ગ્રાહકનું દુકાનદાર દ્વારા તેના મોબાઈલ ફોનમાં જે-તે કંપનીની એપ્લીકેશનમાં ઓનલાઈન CUSTOMER APPLICATION FORM ભરી ત્યારે જ ફોટો/વિડિયો લઈ ફોર્મમાં અપલોડ કરવામાં આવે છે.

પરંતુ દુકાનદાર દ્વારા ચાલાકી વાપરી યેન-કેન પ્રકારે ફોટો/વિડીયો બરાબર નથી આવેલ તેવા બહાના બતાવી તે ગ્રાહકનો બીજી વખત પોતાના મોબાઈલ ફોનમાં ફોટો/વિડિયો લેવાનુ જણાવે ત્યારે તેને આ બાબતે પુછપરછ કરી તેને બીજી વખત ફોટા/વિડીયો લેવા દેવો નહી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article