Gujarati Video: રાજકોટની એક શાળા બની દવાઓનું ગોડાઉન! 9 કરોડના ખર્ચે બનેલી શાળા ખાઇ રહી છે ધૂળ
Rajkot News: આ શાળામાં અભ્યાસ કરાવવાના બદલે જાણે આરોગ્ય વિભાગનો સ્ટોર રૂમ બની ગઇ છે. શાળાના ક્લાસરૂમમાં દવાનો જથ્થો મુકવામાં આવ્યો છે. કોમ્પ્યુટર રૂમની જગ્યાએ વેક્સિન સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને નાનામૌવા મેઈન રોડ પર 9 કરોડના ખર્ચે શાળા બનાવી છે. જાન્યુઆરી 2020માં તેનું લોકાર્પણ પણ કરી દીધું છે, પરંતુ RMCની લાલિયાવાડીના કારણે હજુ પણ 9 કરોડના ખર્ચે બનેલી શાળા ધૂળ ખાઈ રહી છે. લોકાર્પણ બાદ ત્રણ વર્ષથી વધુનો સમય થઇ ગયો હોવા છતાં હજું શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી. અહીં મહત્વની વાત એ છે કે આ શાળામાં અભ્યાસ કરાવવાના બદલે જાણે આરોગ્ય વિભાગનો સ્ટોર રૂમ બની ગઈ છે. શાળાના ક્લાસરૂમમાં દવાનો જથ્થો મુકવામાં આવ્યો છે. કોમ્પ્યુટર રૂમની જગ્યાએ વેક્સિન સેન્ટર બનાવી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો- Surat: રેલવે ટ્રેક ઉપર વીડિયો બનાવતા યુવક મોતને ભેટ્યો, યુવાનો માટે લાલબત્તી સમાન કિસ્સો
કોંગ્રેસે કર્યા આક્ષેપ
તો હવે આ સમગ્ર મામલે શરૂ થઇ ગયું છે રાજકારણ. કોંગ્રેસનો આક્ષેપ છે કે તંત્ર ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા માગે છે અને તેથી જ 9 કરોડના ખર્ચે બનાવેલી શાળા શરૂ કરવામાં તંત્રને રસ નથી. એટલું જ નહીં વિપક્ષનો એવો પણ દાવો છે કે, સરકારે કરોડો રૂપિયાનો ખર્ચ્યા, પણ આ કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ ગરીબ વિદ્યાર્થીઓને તેમને ભણવાનો હક મળતો નથી. જો આ શાળા શરૂ થાય તો અનેક ગરીબ બાળકોને ફાયદો મળી શકે તેમ છે.
તંત્રએ કરી આ સ્પષ્ટતા
બીજી તંત્રનું કહેવું છે કે, શાળા શરૂ કરવા હજુ મંજૂરી મળી નથી. મંજૂરી માટે અરજી કરી દીધી છે અને આ વર્ષે મંજૂરી મળ્યા બાદ શાળા શરૂ થઇ જશે. એટલું જ નહિં અને શાળા શરૂ ન થવા પાછળ કોરોનાને પણ જવાબદાર ગણાવી રહ્યુ છે. તંત્રનું કહેવું છે કે, લોકાર્પણ થયા બાદ કોરોના આવી ગયો. તેથી શાળા શરૂ થવામાં વિલંબ થયો.
શું છે શાળાની વિશેષતા ?
હવે વાત કરીએ આ શાળાની ખાસિયતની. આ 9 કરોડની શાળામાં 18 ક્લાસરૂમ છે. આ ક્લાસરૂમમાં બાળકોને ભણાવવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો એક કોમ્પ્યુટર લેબ પણ છે. આ ઉપરાંત લાઈબ્રેરીની વ્યવસ્થા પણ આ શાળામાં કરવામાં આવી છે તો બે સ્ટાફરૂમ અને એક પ્રિન્સિપાલ ચેમ્બર પણ તૈયાર કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…