નવી રાહ : સુરતના સરકારી શાળામાં ભણતા 108 તેજસ્વી તારલાઓને સીએ બને ત્યાં સુધી આપવામાં આવશે વિનામૂલ્યે કોચિંગ

|

Mar 15, 2022 | 9:35 AM

સીએ રવિ છાવછરીયાએ જણાવ્યુ હતું કે 108 વિદ્યાર્થીઓના કોચીંગની સંપુર્ણ જવાબદારી મારી રહેશે . અત્યારના તબકકે 108 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા છે . જરુર પડયે આ સંખ્યા વધારવામા પણ આવશે . આ વિધાર્થીઓ સીએ બને ત્યાં સુધી તેમની પાસેથી કોચીંગનો એક પણ રુપિયો લેવામાં નહી આવે .

નવી રાહ : સુરતના સરકારી શાળામાં ભણતા 108 તેજસ્વી તારલાઓને સીએ બને ત્યાં સુધી આપવામાં આવશે વિનામૂલ્યે કોચિંગ
108 bright stars studying in government school of Surat will be given free coaching till they become CA.

Follow us on

શહેરના જાણીતા ચાર્ટડ એકાઉન્ટન્ટર્સ(CA)  સમાજ પ્રત્યે પોતાની નિષ્ઠા નિભાવવા માટે પાલિકાની (SMC) સુમન તેજસ્વી તારલાઓની(Students ) તમામ જવાબદારી નિભાવવાની તૈયારી બતાવી છે . પાલિકાની સુમન સ્કુલના 108 વિદ્યાર્થીઓ જયાં સુધી સીએ બને ત્યાં સુધી તેમને વિનામુલ્યે કોચિંગ આપવામાં આવશે એટલું જ નહી તેમની રજીસ્ટ્રેશન ફી , પુસ્તકો સહિતની તમામ જવાબદારી ઉઠાવવામાં આવશે .

આ વિધાર્થીઓને તેઓ સીએ બને ત્યાં સુધી મહિને 1000 નું સ્ટાઇપન્ડ આપવામાં આવશે. સીએ હરી કોઠારીએ જણાવ્યુ હતું કે સુમન સ્કુલના વિદ્યાર્થીઓના કોચીંગનો ખર્ચ ઉપરાંત દરેકને દર મહિને એક હજારનુ સ્ટાઇપન્ડ આપવામાં આવશે . 108 વિદ્યાર્થીઓ પાછળનો તમામ ખર્ચ શહેરના પ્રોફેશનલ્સ ઉઠાવશે . આ સ્કોલરશીપને સી.આર.પાટિલ સ્કોલરશીપ નામ આપવામાં આવ્યુ છે . 108 કરતા વધારે વિધાર્થીઓની જવાબદારી ઉઠાવવામાં આવશે.

સીએ રવિ છાવછરીયાએ જણાવ્યુ હતું કે 108 વિદ્યાર્થીઓના કોચીંગની સંપુર્ણ જવાબદારી મારી રહેશે . અત્યારના તબકકે 108 વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા છે . જરુર પડયે આ સંખ્યા વધારવામા પણ આવશે . આ વિધાર્થીઓ સીએ બને ત્યાં સુધી તેમની પાસેથી કોચીંગનો એક પણ રુપિયો લેવામાં નહી આવે .

શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો
રાહુ મીન રાશિમાં સ્થિત છે,આ રાશિના જાતકોને આગામી 376 દિવસમાં ફાયદો થશે
હજારો રોગોનો રામબાણ ઈલાજ કરતી ગિલોય ઘરે જ ઉગાડો, આ રીત અપનાવો
શું તમે જાણો છો દાંત પર કેટલી મિનીટ સુધી બ્રશ કરવું જોઈએ ?

આમ ઘોરણ અગિયારના વર્ગો શરુ કરવાની પાલિકાની મહેનત રંગ લાવી છે . સીએ થએલા પ્રોફેશનલ્સને કોચીગ માટે પરિક્ષા લેવામાં આવી હતી. જુન 2021 માં પાલિકાની સુમન સ્કુલમાં ઘોરણ અગિયારના વર્ગો શરુ થયા ત્યારે સીએ ઇન્સ્ટટીયુટ દ્વારા સુમન સ્કુલમાં કોચીગ આપવાની તૈયારી બતાવી હતી . સુમન સ્કુલ સાથે સંકળાએલી પાલિકાની ટીમે સીએના વિદ્યાર્થીઓ અને માળખુ પુરુ પાડયુ હતું .

આખુ વર્ષ કોચીગ આપ્યા બાદ જાણીતા સીએ શિવ છાવછરીયા , હરી કોઠારી , સીએ ચયન સહિતના પ્રોફેશનલ્સને આ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવાનો વિચાર આવ્યો . સુમન સ્કુલના 1600 વિદ્યાર્થીઓની ચાલેલી આ ટેસ્ટમાં સૌથી સારું પ્રદર્શન કરનાર 108 વિદ્યાર્થીઓને સીએ સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યા છે . 16 મી તારીખે સંજીવ કુમાર ઓડીટોરીયમમાં આ 108 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામા આવશે .

આમ, સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ માટે આગળ આવે અને આર્થિક રીતે ભલે તેઓ પછાત હોય પણ તેઓ જ્યાં અર્કે ત્યાં મદદ કરીને સુરતના સીએ સુરત મહાનગરપાલિકા સાથે મળીને તેઓને ઉજ્જવળ કારકિર્દી આપવા માંગે છે.

આ પણ વાંચો  :

Surat માં આજે પારો 39 ડિગ્રીએ પહોંચતા શહેરીજનો પરસેવે રેબઝેબ, રસ્તા પર સ્વયંભૂ કર્ફ્યૂ જેવો માહોલ

Surat : સ્વચ્છતા સર્વેક્ષણમાં નંબર વન થવા હવે કોર્પોરેશન રહેણાંક સોસાયટીઓને પણ સાથે જોડશે

Next Article