Surat : શહેરમાં વધતી પ્રદુષણની માત્રા અટકાવવા યુવાનોએ શરૂ કર્યું “આગ બુઝાઓ” અભિયાન
આ દિવસોમાં દિલ્હીની આસપાસના રાજ્યોમાં પરાળી સળગાવવાના કારણે દિલ્હીમાં પ્રદૂષણનું ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. સુરતમાં પણ આવી પરિસ્થિતિ ઉભી ન થાય તેના માટે યુવાનો જાહેર જગ્યા પર કચરા સળગાવવાની ઘટનાઓને રોકવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
ઔધોગિક વિકાસની (Industries )સાથે સાથે શહેરમાં પ્રદૂષણનું(Pollution ) સ્તર પણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે તેવામાં સુરતના કેટલાક યુવાઓ પર્યાવરણ સંરક્ષણ માટે આગળ આવ્યા છે. તેમના દ્વારા આગ બુઝાઓ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે લોકો દ્વારા કચરો સળગાવવામાં આવે છે તેઓ દ્વારા ત્યાં પહોંચીને તેના કારણે પર્યાવરણને થતા નુકશાન વિષે સમજ આપવામાં આવે છે. તેઓ લોકોને તેનાથી માહિતગાર કરાવે છે. સુરતના આ યુવાનોએ તેને પ્રોજેક્ટ સુરતના નામથી સંસ્થા શરૂ કરી છે.
વર્ષ 2019માં આ સંસ્થા દ્વારા આગ બુઝાઓ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. આ અભિયાનમાં 850 કરતા વધારે યુવાનો જોડાયેલા છે. જે સમગ્ર શહેરમાં ખાલી જગ્યા કે વેરાન જગ્યા પર સળગાવવામાં આવતા કચરાને રોકવાનો પ્રયાસ કરે છે. પ્રોજેક્ટ સુરતના સંસ્થાપક આકાશ બંસલે જણાવ્યું હતું કે જ્યાં પણ કચરો સળગાવ્યો હોવાની માહિતી પ્રોજેક્ટ સુરતને મળે છે. તે જાણકારી સંસ્થા સાથે જોડાયેલા સ્વયંસેવકોને આપવામાં આવે છે. અને તેઓ બીજા સભ્યો સાથે ત્યાં પહોંચી જાય છે.
તેઓ ત્યાં પહોંચીને ફાયર વિભાગને જાણકારી આપે છે. અને આગ પર કાબુ મેળવીને કચરાના નિકાલનો પ્રયત્ન કરે છે. સાથે જ સ્થાનિકોને તેને રોકવા વિષે સમજણ પણ આપે છે. છેલ્લા બે વર્ષથી આ સંસ્થા દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં આ કામગીરી કરીને લોકોમાં જાગૃતતા લાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
જેથી દિલ્હી જેવી હાલત ન થાય : આ દિવસોમાં દિલ્હીની આસપાસના રાજ્યોમાં પરાળી સળગાવવાના કારણે દિલ્હીમાં પ્રદૂષણનું ખતરનાક સ્તર પર પહોંચી ગયું છે. સુરતમાં પણ આવી પરિસ્થિતિ ઉભી ન થાય તેના માટે યુવાનો જાહેર જગ્યા પર કચરા સળગાવવાની ઘટનાઓને રોકવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
ઉધોગો બંધ છતાં પ્રદુષણ વધ્યું : દિવાળી વેકેશનના કારણે શહેરના તમામ ઉધોગો 10 થી 15 દિવસ માટે બંધ રહ્યા હતા. તેમ છતાં શહેરમાં પ્રદુષણ ખુબ વધ્યું છે. દિવાળી અને તેના પછી એર ક્વોલિટી ઇન્ડેક્સ 250 કરતા વધારે સ્તર સુધી પહોંચી ગયું હતું. આ સંકેત ભવિષ્યમાં ખતરનાક રીતે પ્રદુષણ વધશે તેનો ઈશારો છે.
આ પણ વાંચો : ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણીની થઈ જાહેરાત, 10,882 ગ્રામ પંચાયતોમાં આ તારીખે યોજાશે મતદાન
આ પણ વાંચો : વિસનગર APMCની ચૂંટણી : 10 બેઠક માટે ભાજપ અને AAPના કુલ 21 ઉમેદવારો મેદાનમાં