Surat : QCO ના કારણે Weaving Units ચિંતામાં મુકાયા? કાપડ નિર્માતાઓ માટે પડકારજનક સ્થિતિનો ભય
Surat : સુરત શહેરમાં વણાટ એકમો(Weaving Units) પોલિએસ્ટર યાર્ન(polyester yarn)માં આ સપ્તાહની શરૂઆતમાં અમલમાં આવેલા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (Bureau of Indian Standards - BIS) હેઠળ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (quality control order - QCO) સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
Surat : સુરત શહેરમાં વણાટ એકમો(Weaving Units) પોલિએસ્ટર યાર્ન(polyester yarn)માં આ સપ્તાહની શરૂઆતમાં અમલમાં આવેલા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (Bureau of Indian Standards – BIS) હેઠળ ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (quality control order – QCO) સંબંધિત પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.
QCO ના કારણે આયાતી યાર્નનું વિતરણ બંધ થઈ રહ્યું છે જેના પર સ્થાનિક વણાટ ઉદ્યોગ(local weaving industry) મોટાભાગે નિર્ભર છે.
દક્ષિણ ગુજરાતમાં લગભગ 100 યાર્ન ઉત્પાદકોમાંથી 76એ BIS હેઠળ જરૂરી પ્રમાણપત્ર મેળવ્યું છે જ્યારે સાતે તેના માટે અરજી કરી છે.શહેરમાં અને તેની આસપાસ 30,000 યુનિટ કાર્યરત છે જે દરરોજ ચાર કરોડ મીટરથી વધુ ગ્રેઇજ કાપડ વણાટ કરે છે છે. હાલમાં એકમો હાલના કાચા માલ સાથે ઉત્પાદન ચાલુ રાખી રહ્યા છે જ્યારે તેઓ BIS પ્રમાણિત યાર્ન ઉત્પાદક પાસેથી તેમની આગામી ખરીદી માટે તૈયારી કરી રહ્યા છે.
કપડાના ભાવ વધવાની ચિંતા
“વણાટ એકમના માલિકો આગામી સ્થિતિપર નજર રાખી બેઠા છે. પુરવઠા અને કિંમતો પર અનિશ્ચિતતા વધી શકે છે” ફેડરેશન ઓફ ગુજરાત વીવર વેલ્ફેર એસોસિયેશનના પ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું. જીરાવાલાએ ઉમેર્યું હતું કે “સ્પિનરોનો એકાધિકાર વિકસશે અને વિવિંગ યુનિટ માટે કાચા માલની કિંમત ઉંચી જાય તેવી તમામ શક્યતાઓ છે. આ આખરે મોંઘા કાપડ તરફ દોરી જશે”
દરમિયાન આયાતી યાર્નનો ઉપયોગ કરતા વણાટ એકમોમાં ઓછામાં ઓછા બે મહિનાનો સ્ટોક છે. આ સમયગાળા દરમિયાન નવી સપ્લાય ચેઇન વિકસિત થવાની સંભાવના છે.
આ પણ વાંચો : Breaking News : Bharuch અંકલેશ્વરની પાનોલી GIDCની કેમિકલ કંપનીમાં લાગી આગ, 7 થી વધુ ફાયર ફાઈટર ઘટના સ્થળે, જુઓ Video
QCO મુલતવી રાખવાની માંગ
ફેડરેશન ઓફ ગુજરાત વીવર વેલ્ફેર એસોસિયેશન (FOGWWA) અને સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) હેઠળ પોલિએસ્ટર યાર્ન માટે ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર (QCO) ના અમલીકરણ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. SGCCI એ કેન્દ્રીય મંત્રીઓને પત્રો લખીને કાપડ અને વણાટ ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ ન આવે ત્યાં સુધી QCO ને મુલતવી રાખવાની માંગણી કરી છે.
FOGWWA પણ માંગ કરે છે કે જ્યાં સુધી તેમની ચિંતાઓનું નિરાકરણ ન થાય ત્યાં સુધી QCO ને રોકવામાં આવે તે ઇચ્છનીય છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો