Surat : VNSGU હવે વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની સ્પેશ્યલ ફોલ્ડરમાં ડિગ્રી આપશે, 600 રૂપિયા લેશે ચાર્જ

વિદ્યાર્થી જો યુનિવર્સિટી આવીને ડિગ્રી મેળવશે તો રૂ. 400 અને કુરિયરથી ઘર બેઠા ડિગ્રી મંગાવશે તો રૂ. 600 વીમા સહિતનો ચાર્જ ચૂકવવાનો રહેશે. આ ચાર્જ કોન્વોકેશનની ફી સ્વરૂપે જ લેવાશે.

Surat : VNSGU હવે વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની સ્પેશ્યલ ફોલ્ડરમાં ડિગ્રી આપશે, 600 રૂપિયા લેશે ચાર્જ
Surat
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 5:25 PM

હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના(VNSGU) વિદ્યાર્થીઓ જો ઘર બેઠા ડિગ્રી(Degree) મંગાવશે તો તેઓએ રૂ. 600 ચૂકવવા પડશે. જોકે આ રૂપિયા ચુકવતા હવે સારી ક્વોલિટીની સાથે ફોટો ફ્રેમ અને સ્પેશ્યિલ ફોલ્ડરમાં ડિગ્રી અપાશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીની સિન્ડિકેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આ વખતે અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને સારી ક્વોલિટીની તેમજ ફોટો ફ્રેમ અને સ્પેશ્યિલ ફોલ્ડરમાં ડિગ્રી એનાયત કરવામાં આવશે.

જેથી વિદ્યાર્થી જો યુનિવર્સિટી આવીને ડિગ્રી મેળવશે તો રૂ. 400 અને કુરિયરથી ઘર બેઠા ડિગ્રી મંગાવશે તો રૂ. 600 વીમા સહિતનો ચાર્જ ચૂકવવાનો રહેશે. જો કે, આ ચાર્જ કોન્વોકેશનની ફી સ્વરૂપે જ લેવાશે. અત્રે ઉલ્લેખનીય છે કે પહેલા કુરિયરથી વિદ્યાર્થીઓ જો ડિગ્રી ઘર બેઠા મંગાવે તો રૂ. 225 ફી લેવાતી હતી.

હવે આ ચાર્જની સામે સાઉથ ગુજરાત યુનિવર્સિટી વિદ્યાર્થીઓને ફોટો ફ્રેમ તેમજ સ્પેશ્યિલ ફોલ્ડરમાં ડિગ્રી આપશે. જેથી વિદ્યાર્થીઓની ડિગ્રી લાંબા સમય સુધી સચવાઈ રહેશે. એટલું જ નહીં, કોઇ પણ ઇન્ટરવ્યૂ કે પછી એડમિશન મેળવવા માટે જશે તો વિદ્યાર્થીઓની અલગ જ ઓળખ પણ ઉભી થશે.

SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો

છેલ્લા 10 કોન્વોકેશનમાં કુલ 1.42 લાખ છાત્રોએ કુરિયરથી ડિગ્રી મંગાવી યુનિવર્સિટી દ્વારા દર વર્ષે બે કોન્વોકેશન યોજાય છે. જેમાં ફેબ્રુઆરી મહિનામાં મુખ્ય કોન્વોકેશન અને ઓગસ્ટ મહિનામાં ખાસ કોન્વોકેશન યોજાતો હોય છે. તેવામાં જ છેલ્લા પાંચ વર્ષમાં યુનિવર્સીટીના દસ કોન્વોકેશન યોજાયા છે. જેમાં 1,82,066 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવી  હતી. જેમાંથી 141709 વિદ્યાર્થીઓએ ઘર બેઠા કુરિયરથી અને 40357 વિદ્યાર્થીઓએ કોન્વોકેશનમાં પ્રત્યક્ષ રીતે હાજર રહીને ડિગ્રી મેળવી છે.

કયા કોન્વોકેશનમાં કેટલા વિદ્યાર્થીઓએ કઈ રીતે ડિગ્રી મેળવી કોન્વોકેશન          કુલ ડિગ્રી                  કુરિયરથી            હાજર રહ્યા 48 એન્યુઅલ       31,810                        23,122              8,688 48 સ્પેશ્યિલ          3,135                         2,648                 487 49 એન્યુઅલ       28,736                      20,478              8,285 49 સ્પેશ્યિલ        5,298                          4,428                 870 50 એન્યુઅલ       32,102                        21,896           10,206 50 સ્પેશ્યિલ         3,710                          3,069                641 51 એન્યુઅલ        32,330                      21,493             10,837 51 સ્પેશ્યિલ           3,682                      3,657                    25 52 એન્યુઅલ        36,614                  36,340                    274 52 સ્પેશ્યિલ        4,622                      4,578                      44

આમ, હવે કુરિયરથી ડિગ્રી મેળવનારા વિદ્યાર્થીઓને હવે એક ફાયદો એ થશે કે ઘરે બેસીને ડિગ્રી મેળવવી ભલે મોંઘી પડશે, પણ તે સારી ક્વોલિટીની ફોટો ફ્રેમ અને સ્પેશ્યલ ફોલ્ડરમાં ઉપલબ્ધ થશે. જોવાનું એ રહેશે કે યુનિવર્સીટીના આ પ્રયાસને વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવવા માટે કેવો પ્રતિસાદ આપે છે.

આ પણ વાંચો : સુરતમાં પોલીસે ડ્રગ્સ પ્રોસેસિંગની આખી લેબ પકડી પાડી, ભાવનગરના એક શખ્સની ધરપકડ, જાણો કેવી રીતે બનાવતો હતો ડ્રગ્સ

આ પણ વાંચો : SURAT : ડ્રગ્સ કેસમાં SOGને મળી મોટી સફળતા, રાંદેર MD ડ્રગ્સ હેરાફેરી કેસમાં ફરાર મુખ્ય આરોપી ઝડપાયો

Latest News Updates

પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
હિંમતનગર લૂંટ સાથે ડબલ મર્ડરની ઘટનામાં ત્રણ આરોપીઓને 6 દિવસના રિમાન્ડ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
કોંગ્રેસ આદિવાસીની વિરોધી પાર્ટી - અમિત શાહ
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
માંડવીના નાના આસંબીયા ગામ પાસે પવનચક્કી ધરાશાયી
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
રામ મંદિરના મુદ્દા પર અમિત શાહના કોંગ્રેસ પર પ્રહાર
g clip-path="url(#clip0_868_265)">