Surat : નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનાર VNSGU પહેલી યુનિવર્સીટી બની

વીર નર્મદ યુનિવર્સીટી નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરી શકી છે, તેનું કારણ યુનિવર્સીટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકાર મંડળના સભ્યો, સેનેટ, સિન્ડિકેટ, યુનિવર્સટીના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરેએ મહેનત કરી તેનું પરિણામ છે.

Surat : નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરનાર VNSGU પહેલી યુનિવર્સીટી બની
Surat -VNSGU
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 22, 2021 | 5:40 PM

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્યની 32 સ્ટેટ યુનિવર્સીટીઓના કુલપતિઓની બેઠકમાં દક્ષિણ ગુજરાતની વીર નર્મદ યુનિવર્સીટીની (VNSGU) એ બાબતે તમામે નોંધ લીધી કે નેશનલ એજ્યુકેશન પોલીસીના (National Education Policy) અમલ માટેની તમામ પૂર્વ તૈયારીઓ જેમાં જે તે અધિકાર મંડળોમાં ઠરાવો કરાવવાથી લઈને તેનો અમલ કરવા બાબતની તમામ પ્રોસિજર પૂર્ણ કરનાર રાજ્યની જો કોઈ યુનિવર્સીટી હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી છે.

રાજ્ય સરકારે એન.ઈ.પી.ના અમલ માટે જે કામગીરી સોંપી છે, તે પૈકી 80 ટકા કામગીરી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીએ પૂર્ણ કરી લીધી છે. ગુજરાતમાં ચાલુ વર્ષથી નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ જોરશોરથી શરૂ થઇ શકે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને શિક્ષણ રાજ્યમંત્રી ડો. ડીંડોરની ઉપસ્થિતિમાં રાજ્યની 32 સરકારી યુનિવર્સીટીઓના કુલપતિઓની એક મિટિંગ ગાંધીનગર ખાતે યોજવામાં આવી હતી.

જેનો ઉદ્દેશ્ય યુનિવર્સીટીઓને નેશનલ એજ્યુકેશન પોલીસીના અમલ માટે શોર્ટ ટર્મ, મીડીયમ ટર્મ અને લોન્ગ ટર્મમાં કયા કયા કામો કરવા તે અંગેની જાણકારી આપવાનો અને યુનિવર્સીટીઓએ કરેલી કામગીરીનો રિપોર્ટ લેવાનો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આખા રાજ્યમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટી એક માત્ર એવી યુનિવર્સીટી છે, જેણે નેશનલ એજ્યુકેશન પોલીસીના અમલ માટે એડવાન્સમાં તમામ કામગીરીઓ પૂર્ણ કરી દીધી છે. વીર નર્મદ યુનિવર્સીટીએ એન.ઈ.પી.ના અમલીકરણ માટે સર્વોચ્ચ અધિકાર મંડળ ખાસ સેનેટની સાધારણ સભા પણ યોજી હતી અને તેમાં ઠરાવો પાસ કાર્ય હતા. જેની ફલશ્રુતિ રૂપે સરકારે જે કામગીરી સોંપી છે, તેનો અમલ વીર નર્મદ યુનિવર્સીટીએ એડવાન્સમાં કરાવી દીધો છે તેની સૌએ નોંધ લીધી છે.

દરેકના સહયોગથી જ નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ શક્ય : કુલપતિ વીએનએસજીયુના કુલપતિ ડો. કિશોર સિંહ ચાવડાએ જણાવ્યું હતું કે વીર નર્મદ યુનિવર્સીટી નેશનલ એજ્યુકેશન પોલીસીનો અમલ કરી શકી છે, તેનું કારણ યુનિવર્સીટીના અધ્યાપકો, આચાર્યો, વિવિધ અધિકાર મંડળનના સભ્યો, સેનેટ, સિન્ડિકેટ, યુનિવર્સટીના અધિકારીઓ અને કર્મચારીઓ વગેરેએ મહેનત કરી તેનું પરિણામ છે. જેમણે તમામ ઠરાવોના ડ્રાફટિંગથી લઈને તેમાં સુધારા વધારા કરીને આખરે સેનેટની ખાસ સભામાં પસાર કરાવ્યા ત્યાર યુનિવર્સીટીને આ શ્રેય મળી શક્યો છે.

યુનિવર્સીટીએ આ કામગીરી શરૂ પણ કરી દીધી –ડિગ્રી કોર્સમાં મળતી લેવલ એક્ઝિટ પોલિસી –દરેક અભ્યાસક્રમમાં ટ્રાન્સફર પોલિસી –કોઈ પણ અભ્યાસક્ર્મમાં મલ્ટીલેવલ એન્ટ્રી –4 વર્ષમાં ઓનર્સ ગ્રેજ્યુએશન કોર્સનો અમલ –એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટનો અમલ –ઓન ડિમાન્ડ એક્ઝિટ પોલિસી

આ પણ વાંચો : સુરતમાં રફ હીરાની હરાજી થશે, રશિયાની વિશ્વની ટોચની કંપની અલરોઝાએ દર્શાવી તૈયારી

આ પણ વાંચો : Karwa Chauth : સુરતમાં કરવાચોથ માટે મોર્ડન વહુઓ માટે રેડીમેડ સરગીની થાળીઓ ઉપલબ્ધ

g clip-path="url(#clip0_868_265)">