Karwa Chauth : સુરતમાં કરવાચોથ માટે મોર્ડન વહુઓ માટે રેડીમેડ સરગીની થાળીઓ ઉપલબ્ધ
2 દિવસ બાદ આવતા કરવા ચોથ ના તહેવાર ને લઈને પરણીતાઓ દ્વારા સરગીની ખરીદી ની શરૂઆત કરવામાં આવી છે.કરવાચોથ ખાસ કરીને પંજાબી સમાજ અને ઉતરભારતીય પરણીતાઓ દ્વારા કરવામાં આવે છે.
કરવા ચોથ (Karwa Chauth )ના તહેવાર માં પરણીતાઓ ને આપવામાં આવતી સરગી ની(Sargi ) થાળીઓ માં હવે અવનવી વેરાયટીસ જોવા મળતી હોય છે.એક સમયે સાસુ ઘરે જ સરઘી ની થાળી તૈયાર કરી પુત્રવધુ ને આપતી હતી.પંરતુ હવે આ સરગી ની થાળીઓ બહાર તૈયાર કરાવડાવવામાં આવે છે.500 થી લઈને 12000 સુધી ની આ પ્રકાર ની ડિઝાઇનર થાળીઓ તૈયાર થાય છે.
2 દિવસ બાદ આવતા કરવા ચોથ ના તહેવાર ને લઈને પરણીતાઓ દ્વારા સરગીની ખરીદી ની શરૂઆત કરવામાં આવી છે. કરવાચોથ ખાસ કરીને પંજાબી સમાજ અને ઉતરભારતીય પરિણીતાઓ દ્વારા કરવામાં આવે છે. જો કે હવે ગુજરાતી મહિલાઓ પણ કરવાચોથ કરતી થઈ ગઈ છે. પતિ ના લાંબા આયુષ્ય માટે કરવામાં આવતા આ વ્રત માં સાસુ પોતાની પુત્રવધુ ને એક થાળીમાં ડ્રાય ફ્રૂટ્સ તૈયાર કરીને સરગી આપતી હોય છે.
થોડા સમય પહેલા આ સરગીની થાળી સાસુ પુત્રવધુ માટે ઘરે જ તૈયાર કરતી હતી.પરંતુ સમય જતાં આ ટ્રેન્ડ બદલાયો અને હવે આ સરગીની થાળી બહાર થી રેડીમેડ ઓર્ડર પ્રમાણે તૈયાર કરવામાં આવે છે. ડ્રાયફ્રૂટ્સ ના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીનાં જણાવ્યા પ્રમાણે “કરવાચોથ માં અમારે ત્યાં સરગીની થાળી તૈયાર કરવાના ઘણા ઓર્ડર આવે છે. લોકો 500 થી લઈને 12000 સુધી ની ડિઝાઈનર થાળી તૈયાર કરાવડાવે છે અને ઘણા લોકો આના કરતાં પણ વધુ ખર્ચો કરીને થાળી તૈયાર કરાવે છે.
સમયની સાથે ઘણો બદલાવ આવ્યો છે અને લોકોની જિંદગી ઝડપી બની છે.અને લોકો ના ટેસ્ટ પણ બદલાય છે તેથી જ હું મારી પુત્રવધુ માટે દરવર્ષે ડિઝાઈનર સરગીની થાળી તૈયાર કરાવડાવું છું. આ શબ્દો છે સુનેના બેન ના કે જેઓ એ પોતાની પુત્રવધુ માટે ઓર્ડર આપ્યો છે. તેઓએ વધુમાં કહ્યું કે” ભલે આજની છોકરીઓ મોર્ડન છે.પંરતુ તેઓ આ તહેવાર નું મહત્વ સમજે છે.તેથી હું પણ સમયની સાથે થોડો બદલાવ કરીને તેઓને ગમે તે રીતે સરગીની થાળી સજાવવા માટે કહીએ છે. જો સમયનો અભાવ રહે છે એટલે હવે ડિઝાઈનર સરગીની થાળીઓ જ તૈયાર લાવીએ છીએ. જે સુંદર પણ લાગે છે, અને તેમાં મહેનત પણ ઓછી પડે છે.
આ પણ વાંચો : Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !