Surat : શહેરની 131 શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ

સુરત શહેરની 131 સરકારી અને ખાનગી શાળાઓમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભુલકાઓના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકો માટે કોર્બેવેક્સની વેક્સીનેશનના ડોઝ આપવામાં આવી રહ્યા છે અને બપોર સુધી અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે

Surat : શહેરની 131 શાળાઓમાં 12થી 14 વર્ષના બાળકોનું રસીકરણ અભિયાન શરૂ
Surat Corona Children Vaccination
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 16, 2022 | 4:31 PM

સુરત(Surat)શહેરમાં 12થી 14 વર્ષના બાળકોના વેક્સીનેશનની(Children Vaccination) કામગીરીનો મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ(Health Department)દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો છે. શહેરમાં 125થી વધુ શાળાઓમાં મનપાના સ્ટાફ દ્વારા બાળકોના વેક્સીનેશની કામગીરીને પગલે ભુલકાઓમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.અત્યારસુધી સુધી શહેરના અલગ – અલગ વિસ્તારોમાં આવેલી શાળાઓમાં 6 હજારથી વધુ વિદ્યાર્થીઓને કોર્બેવેક્સ વેક્સીનેશનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે અને સાંજ સુધી સંભવતઃ આ આંકડો 15 હજારને પાર કરી શકે છે.સુરત સહિત રાજ્યભરમાં કોરોના મહામારી હાલના તબક્કે મરણપથારીએ પહોંચી ચુકી હોય તેમ સતત એક્ટીવ કેસોની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા આજથી દેશભરમાં 12થી 15 વર્ષના બાળકોના વેક્સીનેશનની કામગીરીની લીલી ઝંડી આપી દેવામાં આવતાં સુરત શહેરમાં પણ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં કોર્બેવેક્સ વેક્સીનના 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા

આજે શહેરની 131 સરકારી અને ખાનગી શાળાઓમાં મનપાના આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ભુલકાઓના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી. હાલ બાળકો માટે કોર્બેવેક્સની વેક્સીનેશનના ડોઝ આપવામાં આવી રહ્યા છે અને બપોર સુધી અંદાજે 6 હજાર વિદ્યાર્થીઓને વેક્સીનનો પહેલો ડોઝ આપવામાં આવ્યો છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોર્બેવેક્સ વેક્સીનના 3.55 લાખ ડોઝ સૌથી પહેલા સુરત ખાતે પહોંચ્યા હતા. હૈદ્રાબાદથી સુરત ખાતે 26મી ફેબ્રુઆરીના રોજ પહોંચેલા આ જથ્થાને સિવિલ હોસ્પિટલ ખાતે સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો અને હવે આજથી તબક્કાવાર બાળકોના વેક્સીનેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે.

શહેરમાં 12થી 14 વર્ષના 1.95 લાખ બાળકો

હાલ સુરત શહેરમાં 12થી 14 વર્ષના અંદાજે 1.95 લાખ બાળકો નોંધાયા છે. અલબત્ત, સુરત શહેરને કેન્દ્ર સરકાર દ્વારા 3.50 લાખ વેક્સીનેશનના ડોઝની ફાળવણી કરવામાં આવી છે. જેમાંથી સુરત જિલ્લા સહિત નવસારી, તાપી, ડાંગ અને વલસાડના આરોગ્ય વિભાગને વેક્સીનેશનના ડોઝનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં 12થી 15 વર્ષની ઉંમરના અંદાજે ચાર લાખ જેટલા બાળકો છે.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સીમા ભવાની શૌર્ય એક્સપેડીશન’ એમ્પાવરમેન્ટ રાઇડ-2022નું ગાંધીનગરથી પ્રસ્થાન કરાવ્યું

આ પણ વાંચો : Gandhinagar: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે રાજ્યના 12 થી 14ની વયના બાળકો માટે કોરોના રસીકરણનો પ્રારંભ કરાવ્યો

g clip-path="url(#clip0_868_265)">