Surat : આપના કોર્પોરેટરની ફરિયાદને પગલે સીઆર પાટીલને શુભેચ્છા પાઠવતાં પોસ્ટર દૂર કરાયા

સુરતના આપના સ્થાનિક કોર્પોરેટર મહેશ અણધડ દ્વારા શહેરના સરથાણા વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજની નીચે લગાવવામાં આવેલા બેનરો મનપા પાસેથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના લગાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને જેને પગલે વહીવટી તંત્ર દ્વારા નાછૂટકે આજે બપોરે આ વિસ્તારમાંથી બેનરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી

Surat : આપના કોર્પોરેટરની ફરિયાદને પગલે સીઆર પાટીલને શુભેચ્છા પાઠવતાં પોસ્ટર દૂર કરાયા
Surat Bjp Removed By Corporation
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Mar 16, 2022 | 4:21 PM

સુરત (Surat) શહેરના સરથાણા વિસ્તારમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલને(CR Paatil) શુભેચ્છા પાઠવતાં બેનરો મનપા દ્વારા જ હટાવવાની કમગીરી કરવામાં આવતાં ભારે હોબાળો મચી જવા પામ્યો છે. આમ આદમી પાર્ટીના(AAP) સ્થાનિક કોર્પોરેટર દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ આ વિવાદાસ્પદ કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. આજે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મ દિનની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા શહેરભરમાં ઠેર – ઠેર રક્તદાન અને મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. બીજી તરફ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને શુભેચ્છા પાઠવવા માટે પણ શહેરભરના વિસ્તારોમાં ઠેર – ઠેર બેનર અને હોર્ડિંગ્સ લગાવવામાં આવ્યા છે.

બપોરે આ વિસ્તારમાંથી બેનરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી

આ સંદર્ભે સુરતના આપના સ્થાનિક કોર્પોરેટર મહેશ અણધડ દ્વારા શહેરના સરથાણા વિસ્તારમાં ફ્લાય ઓવર બ્રિજની નીચે લગાવવામાં આવેલા બેનરો મનપા પાસેથી કોઈપણ પ્રકારની પરવાનગી લીધા વિના લગાવવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી અને જેને પગલે વહીવટી તંત્ર દ્વારા નાછૂટકે આજે બપોરે આ વિસ્તારમાંથી બેનરો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે શહેરભરમાં રાજકીય વાતાવરણમાં ગરમાટો આવી જવા પામ્યો છે.

પાટીદાર સમાજની વાડીમાં સી આર પાટીલની રક્તતુલા

નોંધનીય છે કે નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના જન્મદિવસે શહેરભરમાં તેમના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. તેવામાં ફક્ત સરથાણા વિસ્તારમાં આપના કોર્પોરેટરની ફરિયાદ બાદ આ પોસ્ટર હટાવતા વિવાદ પણ સર્જાયો છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મ દિવસે સુરતમાં વિવિધ સેવાકીય કાર્યો થયા હતા. જેમાં શહેરના તમામ 30 વોર્ડમાં સુપોષણ ,સફાઈ તથા રક્તદાન શિબિર યોજવામાં આવી હતી.શિક્ષણ સમિતિની શાળાના 108 પ્રતિભાશાળી છાત્રોને સ્કોલરશીપ આપવામાં આવી હતી. તેમજ કતારગામ પાટીદાર સમાજની વાડીમાં સી આર પાટીલની રક્તતુલા અને નર્મદ યુનિવર્સિટીના એકસાથે 1.68 લાખ વિદ્યાર્થીઓના અકસ્માત વીમા લેવામાં આવ્યા હતા.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

 આ પણ વાંચો : ગુજરાતમાં 18 માર્ચ સુધીમાં સીવીયર હીટવેવની આગાહી, અમદાવાદમાં ગરમીએ 20 વર્ષનો રેકોર્ડ તોડ્યો

 આ પણ વાંચો : Vadodara: સોખડા હરિધામ વિવાદ મામલે વહીવટી તંત્ર, પોલીસ અધિકારી, સંતોની બેઠક મળી

g clip-path="url(#clip0_868_265)">