AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શહેરના પાલ-ઉમરા બ્રિજના નામને લઈને બે જુથ આમને સામને, ચોર્યાસી માંહ્યવંશી સમાજે ધરણાની આપી ચીમકી, જાણો સમગ્ર વિગત

મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા સુરત શહેરમાં અનેક વિકાસલક્ષી કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં, લોકાર્પણ કરવામાં આવેલા પાલ ઉમરા બ્રિજનું નામ હજુ સુધી નક્કી ન થતા લોકોમાં ચર્ચોનો વિષય બન્યો છે.

Surat : શહેરના પાલ-ઉમરા બ્રિજના નામને લઈને બે જુથ આમને સામને, ચોર્યાસી માંહ્યવંશી સમાજે ધરણાની આપી ચીમકી, જાણો સમગ્ર વિગત
Pal-Umra Bridge - Surat
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 12, 2021 | 1:12 PM
Share

સુરત શહેરમાં સૌથી લાંબા સમયથી અટકેલા પાલ-ઉમરા બ્રિજનું મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani) દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજને કારણે પાલ અને ઉમરા વિસ્તારના અંદાજે 10 લાખ લોકોને લાભ થશે. જો કે,આ બ્રિજનું (Bridge) નામ હજી સુધી નક્કી થયું નથી.

સુરતમાં તાપી નદી પર શહેરનો 14 મો બ્રિજ ખુલ્લો મુકાયો છે. ત્યારે બ્રિજને નામકરણ વગર જ ખુલ્લો મૂકી દેવાતા સ્થાનિકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકો દ્વારા આ બ્રિજનું નામ શ્રી રઘુરામ સેતુ (Raghuram Setu)  રાખવા માટે સુરત મહાનગરપાલિકાને રજુઆત કરી હતી. ઉપરાંત શહેરના બારપરા ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા બ્રિજનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર રાખવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.

જોકે સાંસ્કૃતિક સમિતિના (Cultural Committee) એજન્ડા પર બ્રિજનું નામ શ્રી રઘુરામ સેતુ કરવાનું હતું. પરંતુ બેઠક ન મળતા હજુ સુધી તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો ન હતો. બીજી તરફ, જો બ્રિજનું નામ ડો. બાબાસાહેબ આંબેડકર (Dr. Babasaheb Ambedkar) ન રાખવામાં આવે તો ચોર્યાસી માંહ્યવંશી સમાજ દ્વારા ધરણાની ચીમકી પણ આપવામાં આવી છે.

ત્યારે હવે જોવાનું રહેશે કે, આગામી સમયમાં મળનારી સાંસ્કૃતિક સમિતિની બેઠકમાં પાલ-ઉમરા બ્રિજના નામને લઈ સૌ કોઈની નજર મંડરાયેલી છે. ઉપરાંત, બ્રિજના નામને લઈને આગામી દિવસોમાં કોઈ વિવાદ ઉભો થાય તો પણ નવાઈ નહિ. કારણ કે, પહેલાથી જ આ બ્રિજને અલગ અલગ સમાજ (Community) દ્વારા તેમની માગ પ્રમાણે નામ આપવામાં આવે તેવી રજૂઆતો કરીને ચિમકી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Rathyatra 2021 :144મી રથયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થતા મંદિરના મહંતે માન્યો આભાર

આ પણ વાંચો : Surat : શહેરમાં વેકસીનનો જથ્થો ઉપલબ્ધ થતા વધારાયા વેક્સિનેશન સેન્ટર, 150 સેન્ટરો પરથી 15000 લોકો વેક્સિન મેળવી શકે તેવી વ્યવસ્થા

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">