Surat : રિંગરોડ ફ્લાયઓવર બ્રિજ પર હવે 10 જૂન સુધી વાહનવ્યવહાર પર પ્રતિબંધ
મનપા (SMC) કમિશનરે જણાવ્યું હતું કે , રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની જરૂરિયાતને ધ્યાને રાખી આ 22 વર્ષ જૂના ઓવરબ્રિજને રિપેરિંગ કરી હજુ વર્ષો સુધી સલામત રીતે તેનો ઉપયોગ થાય એ રીતે દુરસ્ત કરવા આયોજન કરાયું છે.
રિંગરોડ (Ringroad )પર આવેલા ડો. બાબાસાહેબ આંબેડકર ફૂલાયઓવર(Flyover ) બ્રિજના રીપેરિંગની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. સુરત મહાનગરપાલિકાના (SMC) બ્રિજ સેલ દ્વારા રીપેરિંગની કામગીરી દરમિયાન 9 માર્ચ, 2022થી 8 મે, 2022 સુધી વાહનવ્યવહાર માટે બ્રિજ બંધ રાખવામાં આવ્યો હતો અને આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું, પરંતુ નિર્ધારિત સમય દરમિયાન બ્રિજના રીપેરિંગની કામગીરી હજી પૂર્ણ થઇ નથી. પરિણામે મનપા કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડી 9 મે 2022 થી 10 જૂન 2022 સુધી સરદાર બ્રિજનો વપરાશ તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે બંધ રાખવાની જાહેરાત કરી છે.
રિંગરોડ ફૂલાયઓવર બ્રિજને રીપેર અને રી-હેબિલિટેશન કરવાની કામગીરી પૈકી સુપર સ્ટ્રક્વર લિફ્ટિંગ સાથે બેરિંગ રીપ્લેસમેન્ટ અને અન્ય આનુષંગિક કાર્યવાહી મનપા દ્વારા શરુ કરવામાં આવી છે. આ કામગીરીના ભાગરૂપે છેલ્લાં બે માસથી રિંગરોડ ફલાયઓવર વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે અને આ અંગેનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું. જોકે, હજુ બ્રિજના રીપેરિંગની કામગીરી માટે 1 મહિનાનો સમય લાગી શકે તેમ તેથી મનપા કમિશનરે જાહેરનામાની મુદત 10 જૂન 2022 સુધી લંબાવી છે.
સુરતના રીંગરોડ અને સ્ટેશન , સહારા દરવાજાને જોડતો ફ્લાય ઓવર બ્રિજ સૌથી વ્યસ્ત બ્રિજમાંનો એક બ્રિજ છે . આ વિસ્તારમાં ટ્રાફિક વધુ હોવાથી આ જગ્યાએ મ્યુનિ.એ વધુ એક મલ્ટીલેયર ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો છે , તેની કામગીરી લગભગ પુરી થવા આવી છે . રીંગરોડ ફ્લાય ઓવર બ્રિજના નાના નાના રીપેરીંગ સમયાંતરે મહાનગરપાલિકાના બ્રિજ સેલ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
પંરતુ આ બ્રિજ ઉપર મોટા ભારે વાહનો સતત પસાર થતાં હોવાથી બ્રિજની 800 જેટલી બેરીંગ બદલવાની તાતી જરૂર ઉભી થઇ હતી. જેના કારણે નવા બ્રિજ બનાવવાની સાથે જુના રિંગરોડ ફ્લાયઓવર બ્રિજની રીપેરીંગની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. મનપા કમિશનરે જણાવ્યું હતું કે , રિંગ રોડ ફ્લાય ઓવરબ્રિજની જરૂરિયાતને ધ્યાને રાખી આ 22 વર્ષ જૂના ઓવરબ્રિજને રિપેરિંગ કરી હજુ વર્ષો સુધી સલામત રીતે તેનો ઉપયોગ થાય એ રીતે દુરસ્ત કરવા આયોજન કરાયું છે.
પરંતુ હજી જો આ બ્રિજ લાંબો સમય સુધી બંધ રહે તો સમસ્યા વધી જાય તેવી શક્યતા છે , તે ધ્યાને રાખીને મનપાના અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે આ રિપેરિંગ સમયમર્યાદામ પૂરું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે એ માટે જરૂરી આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને રિપેરિંગ કરવામાં આવશે .