Surat : ડાયમંડ હબ સુરતમાં સેફ વોલ્ટ રાખવાનું ચલણ વધ્યું, બિલ્ડરો- વેપારીઓએ પણ ઉપયોગ વધાર્યો

તમામ સેફ વોલ્ટ અને એવી બેન્ક કે જ્યાં કેશ વધારે હોય તે બેંકો પર પણ હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. વર્ષો પહેલા બેંકમાં જયારે લોકરની સુવિધા અમલમાં મુકવામાં આવી હતી ત્યારે મહત્તમ વેપારીઓ અને શ્રીમંતો દ્વારા બેન્કના લોકરોનો પોતાની થાપણ સાચવવા માટે ઉપયોગ કરાતો હતો. 

Surat : ડાયમંડ હબ સુરતમાં સેફ વોલ્ટ રાખવાનું ચલણ વધ્યું, બિલ્ડરો- વેપારીઓએ પણ ઉપયોગ વધાર્યો
File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 11:40 AM

વૈશ્વિક સ્તરે સૌથી ઝડપથી આગળ વધી રહેલા સુરત શહેરમાં ડાયમંડ (Diamond ) ઇન્ડસ્ટ્રીના લગભગ દોઢ લાખ કરોડના વેપારમાં છેલ્લા કેટલાક વર્ષથી સેફ વોલ્ટનું (Safe Vault ) ચલણ વધતું જઈ રહ્યું છે. વરાછા, કતારગામ, તેમજ હવે તો અડાજણ અને સિટીલાઇટ વિસ્તારમાં માત્ર હીરા ઉધોગ જ નહીં પણ બિલ્ડરો અને મોટા વેપારીઓ પણ સેફ વોલ્ટનો ઉપયોગ કરી રહ્યા છે. સુરતમાં અંદાજે હાલ 30 થી 35 સેફ વોલ્ટ ડિપોઝીટ ઉપલબ્ધ છે. જેમાં કરોડો રૂપિયાની થાપણ હાલ દિવાળી વેકેશનમાં સચવાયેલી છે. 

જેથી હાલ પોલીસે પણ આ ડિપોઝીટ ની સિકયોરીટી બાબતે કમર કસી છે. દિવાળીના વેકેશનને ધ્યાનમાં રાખીને પોલીસ સેફ વોલ્ટ પર પણ નજર રાખી રહી છે. તેમજ તમામ સેફ વોલ્ટ અને એવી બેન્ક કે જ્યાં કેશ વધારે હોય તે બેંકો પર પણ હથિયારધારી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. વર્ષો પહેલા બેંકમાં જયારે લોકરની સુવિધા અમલમાં મુકવામાં આવી હતી ત્યારે મહત્તમ વેપારીઓ અને શ્રીમંતો દ્વારા બેન્કના લોકરોનો પોતાની થાપણ સાચવવા માટે ઉપયોગ કરાતો હતો.

પરંતુ સમયની સાથે સાથે બેન્ક લોકોને યોગ્ય સુવિધા આપવામાં એક કદમ પાછળ રહી છે. બેકના લોકર સાંજે છ વાગ્યા પછી ઓપરેટ કરી શકાતા નથી. જે વેપારીઓને અનુકૂળ ન હોય સુરતમાં છેલ્લા એક દાયકામાં સેફ વોલ્ટ અસ્તિત્વમાં આવ્યા અને હાલ વેપારીઓની જરૂરિયાત બની ગયા છે, સેફ વોલ્ટમાં આપવામાં આવતી સુવિધા અને સિક્યોરિટી આંતરરાષ્ટ્રીય કક્ષાની હોય છે. તેમજ  રાત્રીના 10 વાગ્યા સુધી કે પછી 12 વાગ્યા સુધી પણ ઓપરેટ કરી શકતી હોય વેપારીઓ માટે પોતાની મૂડી સાચવવાનું શ્રેષ્ઠ માધ્યમ બન્યું છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એજ રીતે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી અને ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના મોટા વેપારીઓએ તેમના કિંમતી દસ્તાવેજો, રોકડ રકમ, તેમજ ડોક્યુમેન્ટની સાચવણી સેફ વોલ્ટમાં કરી રહ્યા હોવાથી પોલીસે પણ સેફ વોલ્ટ ઉપર બંદોબસ્ત ગોઠવવાની તૈયારી કરી છે. ખાસ કરીને જોવા જઈએ તો સેફ વોલ્ટમાં આમ તો ગનમેન, સીસીટીવી કેમેરા સહિતની ખાસ સુરક્ષા વ્યવસ્થા હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીની રજામાં સહકારી બેન્ક, રાષ્ટ્રીયકૃત બેંકોમાં રજા રહેશે. પણ આ સમયગાળામાં ખાનગી સેફ વોલ્ટ કાર્યરત રહેતા હોવાથી વેપારીઓ માટે સેફ વોલ્ટનો ઉપયોગ કરવાનું હિતાવહ માની રહ્યા છે.

આ પણ વાંચો : Surat: મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરે ગતિ પકડી, નવસારી ખાતે અન્ય 40 મીટર બોક્સ ગર્ડરનું કાસ્ટિંગ શરૂ થયું

આ પણ વાંચો : Surat : દિવાળીમાં ફટાકડા ફોડતી વખતે ધુમાડો બની શકે છે હાનિકારક : ફેફસાના નિષ્ણાત તબીબ

Latest News Updates

ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">