Surat : કોર્પોરેશન દ્વારા ઇ-ચાર્જિંગ સ્ટેશન વધાર્યા બાદ ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા હજી વધવાનું અનુમાન
આરટીઓ (RTO) અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર પ્રોત્સાહન આપવામાં આવતા હજી આ આંકડો વધે તેવી સંભાવના છે. કારણ કે આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા પણ વધારવામાં આવનાર છે.
ઇલેક્ટ્રિક વાહનો (Vehicles )માટે દેશમાં પ્રથમ અને અલાયદી પોલિસી(Policy ) બનાવનાર સુરત મહાનગરપાલિકાને શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની દૃષ્ટિએ પોલિસીને કારણે ઘણી સફળતા(Success ) મળી રહી હોવાનો દાવો મનપા કમિશનરે કર્યો છે . પોલિસી તૈયાર થઇ ત્યારે શહેરમાં કુલ 1043 જેટલાં ઇલેક્ટ્રિક વાહનો નોંધાયા હતા જ્યારે પોલિસી અમલી બનાવ્યા બાદ ગણતરીના મહિનાઓમાં જ શહેરમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધીને 4 હજાર થી વધુ થઇ ગઇ છે. સુરત આરટીઓ ચોપડે નોંધાયેલા આંકડા અનુસાર એક વર્ષમાં 250 થી વધુ ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ થયું હતું. જ્યારે 4305 ઈલેક્ટ્રીક ટુ વ્હીલર્સ વેચી શકાયા હતા.
1 લાખ કરતા વધારે ટુ વ્હીલ વાહનો થયા રજીસ્ટર્ડ
આરટીઓમાં વર્ષ 2021-22માં કુલ 1,00,270 ટુ વ્હીલર રજીસ્ટર્ડ થયા છે. જેની કિંમત 900 કરોડ સુધીની થાય છે. આરટીઓમાં દરરોજ 200 ટુ વ્હીલર વાહનોનું રજીસ્ટ્રેશન થાય છે. જોકે ઇલેક્ટ્રિક વાહનો ફક્ત 4305 જ વેચી શકાયા છે. જોકે આરટીઓ અધિકારીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનોના વેચાણ પર પ્રોત્સાહન આપવામાં આવતા હજી આ આંકડો વધે તેવી સંભાવના છે. કારણ કે આવનારા દિવસોમાં કોર્પોરેશન દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશનની સંખ્યા પણ વધારવામાં આવનાર છે.
આગામી વર્ષોમાં ઇલેક્ટ્રિક વાહનોની સંખ્યા વધે તેવી સંભાવના
સુરત આરટીઓ પાસેના ડેટા અનુસાર, એપ્રિલ 2021 થી માર્ચ 2022 સુધીમાં, સુરતમાં મોટા પ્રમાણમાં કારની ખરીદી થઈ હતી. વેચાણની દૃષ્ટિએ જ્યાં ઈલેક્ટ્રિક કાર 500ના આંકને નજીકના દિવસોમાં વટાવે તેવી શક્યતા છે.મનપા દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનોની સુવિધા ઊભી કરવા માટે કામગીરી થઇ રહી છે અને પ્રતિવર્ષ 20 ટકાના વૃદ્ધિ દરને ધ્યાને રાખી 2030 સુધી શહેરમાં 11 લાખ ઇલેક્ટ્રિક વાહનો દોડતાં થઇ શકે તેવું અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ માટે અલાયદી પોલિસી તૈયાર કરી છે અને આ પોલિસીના ઘણાં સકારાત્મક પરિણામો પણ ગણતરીના મહિનાઓમાં નજરે પડી રહ્યા છે.
શહેરમાં 50 લોકેશનો પર પીપીપી ધોરણે ખાનગી પર્યાવરણની જાળવણી તથા પેટ્રોલ – ડિઝલના ભાવમાં અતિશય વૃદ્ધિને કારણે હવે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધી રહ્યું છે . સરકારની સૂચના મુજબ મનપા દ્વારા પણ શહેરમાં પેટ્રોલ ડિઝલને બદલે ઇલેક્ટ્રિક વાહનોનું ચલણ વધે તે માટે વિવિધ પ્રકારના પ્રોત્સાહનો એજન્સીઓને પણ ચાર્જિંગ સ્ટેશન માટે પોલિસી અન્વયે જગ્યાની ફાળવણી કરાશે.
હાલ ઇલેક્ટ્રિક વાહનોની પોલિસીના અમલના પ્રથમ વર્ષમાં 100 ટકા, બીજા વર્ષે 75 ટકા અને ત્રીજા વર્ષમાં 50 ટકા તેમજ ચોથા વર્ષે પોલિસીના અમલવારીની અંતિમ તારીખ સુધી માફી આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જયારે મનપા સંચાલિત પે એન્ડ પાર્કના સ્થળે વિનામૂલ્યે પાર્કિંગનો લાભ આપવામાં આવે છે.
આ પણ વાંચો :
Tapi Riverfront : નેધરલેન્ડ અને સ્પેનની મુલાકાત માટે વર્લ્ડ બેંકનું આમંત્રણ, રિવર ફ્રન્ટ પ્રોજેક્ટના અભ્યાસ માટે કમિશનર સહિતના અધિકારીઓ જશે વિદેશ પ્રવાસે
ગરમીની અસર : સુરત રેલવે સ્ટેશન પર રેલ નીરની ડિમાન્ડ વધી, રોજની 2 હજાર કરતા વધુ બોટલોની સપ્લાય પણ પડી રહી છે ઓછી
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો