Zomato એ ખોરાકની ગુણવત્તા જાળવવા માટે લીધો આ મોટો નિર્ણય, જાણો શું છે નવી Food Quality Policy

Zomatoએ જણાવ્યું હતું કે, "ફૂડની ગુણવત્તા અંગે ગંભીર ફરિયાદો ધરાવતા રેસ્ટોરન્ટ્સને અમારા પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવશે." કંપનીએ કહ્યું છે કે જ્યાં સુધી FSSAI દ્વારા થર્ડ પાર્ટી  તપાસ ન થાય ત્યાં સુધી Zomato રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર સ્વીકારવાનો ઈન્કાર કરશે.

Zomato એ ખોરાકની ગુણવત્તા જાળવવા માટે લીધો આ મોટો નિર્ણય, જાણો શું છે નવી Food Quality Policy
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2022 | 10:30 AM

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato સ્વાસ્થ્ય માટે હાનિકારક ખોરાક સપ્લાય કરતી રેસ્ટોરન્ટ સામે કડક વલણ અપનાવવા જઈ રહ્યું છે. કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા માન્ય થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરવામાં ન આવે ત્યાં સુધી કંપની અસ્થાયી રૂપે રેસ્ટોરન્ટને ઓનલાઈન ઓર્ડરથી દૂર રાખવામાં આવશે. કંપનીએ એમ પણ કહ્યું છે કે ગંભીર અને પુનરાવર્તિત અપરાધોના કિસ્સામાં રેસ્ટોરન્ટને ઓનલાઈન ઓર્ડરથી દૂર કરવામાં આવશે. પ્લેટફોર્મે દરેક પાર્ટનર રેસ્ટોરન્ટને 18 એપ્રિલ સુધીનો સમય આપ્યો છે તે પહેલા તેને ગુણવત્તા ન જાળવી બિનઆરોગ્યપ્રદ ખોરાક આપવા બદલ ગેરલાયક ઠેરવવાનું શરૂ કરે છે. સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે Zomatoએ તેની નવી ‘Food quality policy’ નું પાલન ન કરતી રેસ્ટોરન્ટને દૂર કરવાની યોજના બનાવી છે. ગ્રાહકોની ફરિયાદોને દૂર કરવા માટે આ નવી પોલિસીનો એક ભાગ છે.

Zomatoએ જણાવ્યું હતું કે, “ફૂડની ગુણવત્તા અંગે ગંભીર ફરિયાદો ધરાવતા રેસ્ટોરન્ટ્સને અમારા પ્લેટફોર્મ પરથી દૂર કરવામાં આવશે.” કંપનીએ કહ્યું છે કે જ્યાં સુધી FSSAI દ્વારા થર્ડ પાર્ટી  તપાસ ન થાય ત્યાં સુધી Zomato રેસ્ટોરન્ટમાં ઓનલાઈન ઓર્ડર સ્વીકારવાનો ઈન્કાર કરશે. આ સાથે Zomatoએ એમ પણ કહ્યું છે કે તપાસનો ખર્ચ રેસ્ટોરન્ટ દ્વારા ઉઠાવવામાં આવશે. તેણે એમ પણ કહ્યું કે ગંભીર અને પુનરાવર્તિત ગુનાઓ માટે, રેસ્ટોરન્ટ્સને Zomato પર ઓનલાઈન ઓર્ડર લેવાથી અક્ષમ રહેશે.

પાટર્નર રેસ્ટોરન્ટને નોટિસ મોકલાઈ

પાટર્નર રેસ્ટોરન્ટને મોકલવામાં આવેલી એક નોંધમાં કંપનીએ જણાવ્યું હતું કે, “ગ્રાહકોના સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડતી કોઈપણ ખાદ્ય ગુણવત્તાની ફરિયાદને ખોરાકની ગુણવત્તાની ગંભીર ફરિયાદ તરીકે વર્ગીકૃત કરવામાં આવશે.” નોંધમાં કહેવામાં આવ્યું છે કે ઉદાહરણ તરીકે ખોરાકમાં જંતુઓ, એક્સપાયર થઈ ગયેલો ખોરાક, શાકાહારીને બદલે માંસાહારી ખોરાક પીરસવો વગેરેનો સમાવેશ થાય છે. કંપનીએ કહ્યું છે કે ગ્રાહકોની ફરિયાદ મળ્યા બાદ તે આ મામલે સંપૂર્ણ તપાસ કરશે.

IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ

આ પણ વાંચો : ટ્રેનમાં મુસાફરી દરમ્યાન TATA , BIRLA કે AMBANI રેલવે સ્ટેશન નજરે પડે તો ચોંકશો નહીં!!! Indian Railways કરવા જઈ રહ્યું છે આ અખતરો

આ પણ વાંચો : Petrol-Diesel Price Today : રાહતના સમાચાર, પેટ્રોલ-ડીઝલ 20 થી 25 ટકા મોંઘા થવાના અંદાજથી વિપરીત સતત 11માં દિવસે કિંમતો સ્થિર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">