AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરતમાં વિકૃતિની પરાકાષ્ઠા : ઇવેન્ટ પ્લાનરે શ્વાન પર બળાત્કાર ગુજાર્યો! પોલીસે 80 સીસીટીવી કેમેરાની તપાસના અંતે પકડી પાડ્યો

સુરત : શહેરમાં ત્રણેક દિવસ પહેલા વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. સુરતમાં મધરાતે એક શખ્શે  શ્વાન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ આખી ઘટનાનો વીડિયો પણ વાયરલ થતા જીવદયા પ્રેમીઓ અને પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું. 

સુરતમાં વિકૃતિની પરાકાષ્ઠા : ઇવેન્ટ પ્લાનરે શ્વાન પર બળાત્કાર ગુજાર્યો! પોલીસે 80 સીસીટીવી કેમેરાની તપાસના અંતે પકડી પાડ્યો
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 11, 2023 | 10:23 AM
Share

સુરત : શહેરમાં ત્રણેક દિવસ પહેલા વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. સુરતમાં મધરાતે એક શખ્શે  શ્વાન પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. આ આખી ઘટનાનો વીડિયો પણ વાયરલ થતા જીવદયા પ્રેમીઓ અને પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતું.

જીવદયાપ્રેમીઓ વીડિયોના આધારે પોલીસ ફરિયાદ નોંધાવી

ઘટના  બાબતે તપાસ કરતાં આ વીડિયો મોટા વરાછા લજામણી ચોક, અંબિકા પિનેકલ કોમ્પલેક્સનો હોવાનું જાણવા મળ્યું હતું. જે બાબતે પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટીના સભ્યએ ગઇકાલે ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી.મહંતે તાત્કાલિક પીએસઆઈ એચ.એલ.કડછા તથા એ.એસ.આઇ. વી.જી.માલાણીની સાથે ટીમ બનાવી આરોપીને શોધી કાઢવા સૂચના આપી હતી.

પોલીસે 80 થી વધારે કેમેરાઓના ફૂટેજ તપાસ્યા

બનાવ વાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા તથા હ્યુમન સોર્સીસના આધારે તપાસ કરતા બનાવવાળી જગ્યાએથી કોઇ અજાણ્યો કાર લઇને જતો જોવા મળ્યો હતો. આશરે 80 થી વધારે અલગ-અલગ કેમેરાઓ દિવસ રાત ચેક કરાયા હતા. બનાવ સમયે જે વ્યક્તિ કારમાં આવ્યો તે ફોરવ્હીલર ગાડી શોધી કાઢી હતી.

પોલીસે વાયરલ થયેલા વીડિયોમાં દેખાતો વ્યક્તિ શોધી લીધોહતો. આ શખ્શની પૂછપરછ કરતા તેને પોતાનું નામ હરેશભાઇ લાલજીભાઇ વાગડિયા પટેલ ઉ.વ.૩૭, રહે. ઘર નં.એ/૩૪૭ સ્વપ્નવીલા સોસાયટી, કામરેજ તથા મૂળ લિલિયા જિ.અમરેલી નો હોવાનું અને પોતે ઇવેન્ટ પ્લાનર સાથે મંડપ સર્વિસનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું.

મોબાઈલમાં પોર્ન વિડીયો જોઈ વિકૃત કૃત્ય કર્યું

પોલીસે તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોબાઈલમાં ઢગલાબંધ અલગ અલગ પ્રકારના સેક્સ વીડિયો સર્ચ કર્યા હતા. અને આવા વીડિયો જોઈને જ તેને કૂતરા સાથે પોતાની વિકૃતિ સંતોષી હતી

એક મહિના અગાઉ ભુજમાં આ પ્રકરની ઘટના સામે આવી હતી

આ અગાઉ 5 નવેમ્બર 2023ના રોજ ભુજમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા શ્વાન સાથે અભદ્ર કૃત્ય કરી તેના ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે. સારવાર દરમિયાન ફિમેલ ડોગનું મોત થયું છે. આ વિકૃત ઘટના અંગે ભુજ પોલીસ સ્ટેશનમાં IPC sec. 377 & PCA act 11(1)Lઅંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">